________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર. ૧૩
[ ૩ર૩
સંસાર તા મારે તિરસ્કાર કરે છે પણ વન મારે। આદર-સત્કાર કરે છે. સંસારના અજ્ઞાન ઉપર વિચાર કરતાં મને હસવું આવે છે. લેાકેા તે મને કલકિત માને છે પણ આ વન મને કલક્ત માનતું નથી એટલા માટે હું વનના જ આશ્રયે રહી આત્માનું ચિંતન— મનન કરીશ. વનમાં રહેવાને મને મહામુશ્કેલીએ આ સુઅવસર પ્રાપ્ત થએલ છે, એટલા માટે મારા માટે તે આ દુઃખને સમય પણ આનંદદાયક છે. પ્રત્યેક સમયે જો દુઃખ માનવામાં આવે તે બધા સમય દુઃખમય બની જાય છે અને સુખ માનવામાં આવે તે બધા સમય સુખમય બની જાય છે. સુખ કે દુઃખના કર્તા આ આત્મા જ છે. જો આત્મા દુઃખને સુખ માને તે દુઃખ પણ સુખમાં પરિણત થઈ જાય છે. જે લોક સુખ કે દુઃખને કર્યાં બીજો કાઈ છે એમ માને છે તે લોકેાની આ માન્યતાનું કારણ તેમની કુબુદ્ધિ જ છે. મારામાં એવી કુબુદ્ધિ નથી એટલા માટે હું દુઃખના સમયને પણ આનંદનેા સમય માનું છું, અને સાથે સાથે હું એ પણ ચાહું છું કે, પદાર્થોનું પૃથક્કરણ કરતાં કરતાં આત્મતત્ત્વને જાણી લઉં. આ મારા આત્માને જ દોષ છે કે, હું પતિ, સાસુ, સસરા તથા માતા-પિતાને અપ્રિય લાગી. હવે હું આ વનમાં રહી આત્માના એ દોષને દૂર કરવાને પ્રયત્ન કરીશ. હું તત્ત્વની ગુફામાં બેસીને મેાહને ભ્રમ દૂર કરીશ અને આત્મ-સ્વરૂપનું ધ્યાન ધરીશ. માતા– પિતા વગેરે કુટુંબીજનેાએ મને આત્મ–સ્વરૂપ વિષે ચિંતન કરવાના સુઅવસર આપ્યા છે તે માટે હું તેમને! મહાન્ ઉપકાર માનું છું. હું તત્ત્વવિચાર કરીને બધાં જીવા ઉપર દયાભાવના કેળવીશ, અને કાઈપણ જીવને સતાવીશ નહિ. સત્ય વ્રતનું પણ પાલન કરીશ. કારણ કે અહિંસા અને સત્યદ્વારા જ આત્માનું કલ્યાણ થઈ શકે છે એટલા માટે હું એ બે ત્રતાનું પરિપૂર્ણ પાલન કરવાની સાથે અસ્તેયવ્રત, બ્રહ્મચત્રત તથા સ ંતાષવ્રતનું પણ પાલન કરીશ. આ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા સંતાષ આ પાંચ તાદ્વારા હું આત્માનું કલ્યાણ સાધવાના પ્રયત્ન કરીશ.
અજનાનું કથન સાંભળી વસતમાલાએ કહ્યું કે, આ વ્રતેનું પાલન તે। મહેન્દ્રપુરમાં રહીને પણ કરી શકતા હતા. આ વ્રત-પાલન કરવા માટે આધાર જંગલમાં શા માટે આવ્યા ? અંજનાએ જવાબ આપ્યા કે, સખી! મહેન્દ્રપુરમાં રહેવાથી પિતાની આજ્ઞાનું પાલન ન થાત તથા રાજા અને પ્રજા વચ્ચે વિગ્રહ પણ થાત. પરંતુ વનમાં આવવાથી પિતાની આજ્ઞાનું પાલન થશે, રાજા તથા પ્રજા વચ્ચે વિગ્રહ નહિ થાય, આત્મચિંતન થશે અને ગર્ભની રક્ષા પણ થશે.
આ પ્રમાણે અંજનાએ વસંતમાલાને સમજાવી વનમાં આગળ પ્રસ્થાન કર્યું. શરીરધર્માંને કારણે ભૂખ લાગે એ સ્વાભાવિક છે. વસંતમાલાએ અજનાને કહ્યું કે, આપણે રાજ્યની સીમા બહાર નીકળી ગયા છીએ અને વનમાં બહુ ચાલવાથી ભૂખ પણ લાગી છે માટે ક્ષુધાને શાન્ત કરવી જોઇએ. અજનાએ કહ્યું કે, આપણને ભૂખ લાગી છે તેા વનદેવીએ આપણા માટે ભૂખને શાન્ત કરવાની સામગ્રી પણ તૈયાર રાખી છે. આ પ્રમાણે કહી બન્નેએ વનમાંથી ફળ-ફૂલ ખાઈ ક્ષુધાને શાન્ત કરી અને પાણી પીતે આગળ પ્રસ્થાન કર્યું.
અંજના તથા વસંતમાલા ધીરે ધીરે વનમાં આગળ જઈ રહી છે ત્યાં તેમણે એક વૃક્ષ નીચે ધ્યાનમાં આરુઢ થએલા એક મહાત્માને જોયા. મહાત્માના દર્શીન થવાથી અંજના