SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ થાય છે અને રાજા તથા પ્રજામાં વિગ્રહ પણ થાય છે. હું મારા સ્વાર્થને કારણે રાજા તથા પ્રજા વચ્ચે વિગ્રહ થવા દઉં નહિ. હું રહું એ તે ધર્મથી પતિત થવા સમાન છે, એટલા માટે હું તે વનમાં જ જવાનો વિચાર રાખું છું. જ્યારે પતિ આવશે અને સત્ય હકીક્ત પ્રગટ થશે ત્યારે શું કરવું તે જેવાઈ જશે. - અંજનાનું કથન સાંભળી પ્રજાજનો કહેવા લાગ્યા કે, જો અંજનાએ અપરાધ કર્યો હોત તે તેમના મુખમાંથી આવાં દઢતાભર્યા શબ્દો નીકળી શકત નહિ. આ ઉપરથી અંજના નિર્દોષ હોય એમ જણાય છે. આ જગતમાં પરિષહ પણ નિર્દોષ આત્મા જ સહન કરે છે. અંજના સતી પરિષહ સહેવા જાય છે તો તેમને જવા દેવા જોઈએ. તેમના કાર્યમાં આપણે વિઘકર્તા થવું ન જોઈએ. આ પ્રમાણે વિચાર કરી પ્રજાજનો ક્ષમા માંગી પાછા ફર્યા. અને અંજના તથા વસન્તમાલાએ વન તરફ પ્રસ્થાન કર્યું. પાછા ફરતા પ્રજાજનોમાંથી કોઈ પ્રજાજન એમ કહેતા હતા કે, રાજાએ સત્યાસત્યનો નિર્ણય કર્યા વિના જ રાજકુમારીને કષ્ટ આપ્યું છે, તે કઈ પ્રજાજન એમ પણ કહેતા હતા કે, રાજાને પિતાની પુત્રી પ્રિય તે હશે, પરંતુ જ્યારે રાજાએ આવી કડક આજ્ઞા આપી છે તે પુત્રીને કેઈ અપરાધ હશે ત્યારે જ આવી આજ્ઞા આપી હશે. આ પ્રમાણે બન્ને પ્રકારના લેકે હતા. પણ આ ઉપરથી આપણે કેવા બનવું જોઈએ ? શાસ્ત્રમાં શ્રાવક માટે બીજા વ્રતમાં સમિલ્લા નામનો અતિચાર બતાવતાં કહેવામાં આવ્યું છે કે, શ્રાવકોએ જાણ્યા વિના કોઇની ઉપર દેષારોપણ કરવું ન જોઈએ. પૂર્વાપર વાત જાણ્યા વિના કોઈના ઉપર દોષારોપણ કરવાથી સદસામવેવાણે નામને અતિચાર લાગે છે. આપણે તો આપણું સત્ય વ્રતને જ વિચાર કરવો જોઈએ. સાચા શ્રાવકે તે સાધુદર્શન, વ્યાખ્યાન શ્રવણ કરવાની સાથે સાથે પોતાના વ્રતનું બરાબર પાલન કરે છે. સાચા શ્રમણોપાસકે તે સાધુઓને આદર્શ માની પોતાને વ્યવહાર પણ આદર્શ પ્રમાણે બનાવવાની ચેષ્ટા કરે છે. અંજના વસંતમાલાની સાથે જંગલમાં પહોંચી. જંગલમાં પહોંચ્યા બાદ વસંતમાલાએ કહ્યું કે, હવે આપણે ક્યાં જઈશું? અંજનાએ કહ્યું કે, સખી! હવે આપણે આ જ વનમાં નિવાસ કરીશું. આ વનમાં નિવાસ કરી આપણે અત્રે શું કરશું તેને પણ વિચાર કરી રાખ્યો છે. વનમાં આપણે નીચેના કાર્યક્રમ પ્રમાણે કાર્ય કરવાનું છે – સખી હમ આત્મસ્વરૂપ હી ધ્યાવૃંગી. માતા પિતા ભાઈ દેષ નહીં દેવેંગી, હમ અપને હી સ્વરૂપમેં આપકે વિચારેંગી; તવકી ગુફામેં બૈઠ મહકી ભ્રમણ મેટ, સત્યવ્રતસે તો પ્રેમ દયા દિલ લાવૃંગી. જીવ ન સતાવેંગી તેય હટાવૃંગી, બ્રહ્મચર્ય વ્રત ધાર મમતા કે મારેંગી; પ્રભુસે તો પ્રીતિ જેડ જગતસે તાતા તેડ, આનંદ બઢાયેંગી પરમસુખ પાર્વાંગી; દુનિયા દુરંગી જાન ઈસમે ન ધ્યાન, મનકી બ્રમણ ત્યાગ આત્મા કે તારેંગી. - અંજના કહે છે કે, હે સખી ! વનમાં રહેવું તે લેકને ગમતું નથી કે જે લેકે પાસે વનમાં કરવા યોગ્ય કાર્યક્રમ હેતો નથી. મારી પાસે તો વનમાં કરવા યોગ્ય કાર્યક્રમ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy