SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર–૧૩ [ ૩૨૧ છે તે નિઃશંક છે, સત્ય છે.” આ પ્રમાણે કહીને આત્માને પરમાત્માના ગુણગાન કરવામાં પ્રેરિત કરે તો તમારું કલ્યાણ તમારા હાથમાં જ છે. ભગવાને વચનનિરોધનાં અનેક લાભો બતાવ્યાં છે. જે વ્યક્તિને ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે તે વ્યક્તિ પરમાત્માના ગુણગાન કરવામાં જ વચનનો સદુપયોગ કરશે. જે વ્યક્તિ આ પ્રમાણે વચનનો સદુપયોગ તથા નિરોધ કરે છે તે વ્યક્તિ પોતાના આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકે છે. હવે અંજના સતી વચનને નિરોધ કરી આત્મકલ્યાણ કેવી રીતે સાધે છે તે ચરિત્ર કથા ઉપરથી સમજાવું છું – સતી અંજના ચરિત્ર-૧૩ આખા મહેન્દ્રપુર નગરમાં એ ખબર વિદ્યુતવેગે ફેલાઈ ગઈ કે, અંજના રાજકુમારી પીયર આવી હતી પણ રાજાએ તેને એવી આજ્ઞા આપી દીધી કે, તે મારા રાજ્યમાં પણ રહી શકે નહિ. રાજાએ પ્રજામાં સદાચાર વિરુદ્ધ કોઈ ભાવના પેદા ન થાય એ વિચારથી પિતાની પ્રિય પુત્રીને પણ પિતાના ઘરમાં ન રાખી. આ સમાચાર સાંભળી પ્રજાજનો કહેવા લાગ્યા કે, રાજાને રાજકુમારી અંજના કેવી પ્રિય હતી પરંતુ રાજાએ સત્યાસત્યનો નિર્ણય કર્યા વિના અંજનાના પતિ આવે ત્યાં સુધી પણ તેને પિતાના રાજ્યમાં રહેવા દીધી નહિ. આપણે બધા પ્રજાજને રાજાને આ સંબંધમાં વિચાર કરવા કહીએ. પરંતુ આપણે રાજા પાસે જઈએ ત્યાં સુધીમાં અંજના ન જાણે ક્યાં ચાલી જશે. એટલા માટે સર્વપ્રથમ તેની પાસે જઈ તેને રેકીએ અને પછી તેમને અહીં રહેવા માટે આગ્રહ કરીએ. આ પ્રમાણે વિચાર કરી નગરના પ્રતિષ્ઠિત પ્રજાજને અંજના પાસે ગયા. અંજનાની આકૃતિ ઉપરથી તેમને એમ લાગ્યું કે, અંજના તો નિર્દોષ છે. પ્રજાજનોએ અંજનાને કહ્યું કે, તમે કયાં જઈ રહ્યા છો ? અંજનાએ ઉત્તર આપ્યો કે, પિતાએ જ્યાં જવાનું મને કહ્યું છે, હું ત્યાં જ જઈ રહી છું. પ્રજાજનોએ કહ્યું કે, રાજાએ આપને જે આજ્ઞા આપી છે તે તમને દોષી સમજીને આપી છે, પણ તમે તો નિર્દોષ જણુઓ છો. એટલા માટે તમે બીજે ક્યાંય ન જતાં, અત્રે જ રહો. અંજનાએ કહ્યું કે, મારા માટે પિતાની આજ્ઞાનું પાલન કરવું આવશ્યક છે એટલા માટે હવે હું આ રાજ્યમાં રહી શકું નહિ. મારા માટે તો તે જ સારું છે કે, હું બને ત્યાં સુધી વહેલી તકે અહીંથી ચાલી જાઉં અને રાજયની સીમાની બહાર નીકળી જાઉં. આ સાંભળી પ્રજાજનોએ કહ્યું કે, આપનું આ કેમલ શરીર શું વનમાં રહેવાને યોગ્ય છે? તમે વનમાં કષ્ટ કેવી રીતે સહન કરી શકશે ? અંજનાએ જવાબ આપે કે, તમે લેકે જે શરીરને કેમલ માની રહ્યા છો તે શરીરે અનેક કષ્ટ સહ્યાં છે. સાસરે તે મારી સાથે કોઈ બોલતું પણ ન હતું. જ્યારે મેં આવાં અનેક કષ્ટ સહન કર્યા છે તો પછી વનમાં કષ્ટ શા માટે સહી શકીશ નહિ? લેકાએ કહ્યું કે, સાસરે પણ તમારે આવા કષ્ટ સહેવાં પડતાં હતાં એ વાત તે અમને આજે જ જાણવામાં આવી. જે થયું તે થયું, હવે તમે અહીં જ રહે. પવનકુમાર તમને શોધતાં અત્રે આવશે ત્યારે સત્ય વાત પ્રગટ થઈ જ જશે. અંજનાએ જવાબ આપતાં કહ્યું કે, હું તમારું કથન માનું કે પિતાની આજ્ઞા માનું ! તમારા લેકેને મારા પ્રત્યે જે સ્નેહ–સદ્દભાવ છે તેની હું પ્રશંસા કરું છું પણ હું હવે અહીં રહી શકું એમ નથી. અહીં રહેવાથી પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ૪૧
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy