________________
૩૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
હતો. કેટલાક લોકોને શ્રીપતિ કવિની આ પ્રતિજ્ઞાની ખબર પડી. કવિ પ્રતિજ્ઞામાં કેવા દત છે એ વાતની પરીક્ષા કરવા માટે તે લોકોએ કવિની પ્રતિજ્ઞાની વાત બાદશાહને કહી. બાદશાહે જવાબ આપ્યો કે, હું યથાવસરે કવિની પ્રતિજ્ઞાની પરીક્ષા કરી જોઈશ.
એક દિવસ કવિ રાજ દરબારમાં બેઠા હતા. ત્યારે બાદશાહે કવિને કહ્યું કે, કવિરાજ! આજે એક સમસ્યાની પૂર્તિ કરે. શ્રીપતિ કવિએ જવાબ આપ્યો કે, સમસ્યાની પૂર્તિ કરવી એ તે મારું કામ છે. આપ સમસ્યા આપે. બાદશાહે કહ્યું કે,
કરો મિલ આશ અકમ્મરકી ” આ સમસ્યાની પૂર્તિ કરે. સમસ્યા સાંભળી શ્રીપતિ કવિ સમજી ગયા કે, આજે તે જાણે મારી પ્રતિજ્ઞાની પરીક્ષા થઈ રહી છે. પણ કાંઈ વાંધો નહિ. જે હું સાચે કવિ હોઉં તે સમસ્યાની પૂર્તિ પણ કરું અને પ્રતિજ્ઞાનું પાલન પણ કરું. આ પ્રમાણે વિચાર કરી કવિએ સમસ્યાની નીચે પ્રમાણે પૂર્તિ કરી કે –
હરિ કે યશ છોડિ રન કે ભજે, જીભ્યા જે ફેટો ઉસ લમ્બર કી, અબ કી દુનિયા ગુનિયા કે રટે, સિર બાંધત પિોટ અટેમ્બર કીઃ શ્રીપતિ એક ગોપાલ ભજે, નહીં માનત શંક કેઉ જમ્બર કી, જીસકે હરિ* કી પરતીતિ નહીં, “કો મિલ આશ અકબર કી.” ' અર્થાત-શ્રીપતિ કહે છે કે, જે વ્યકિત પરમાત્માનું ભજન કરવામાં પોતાની જીભને સદુપયોગ ન કરતાં લેભ-લાલચથી અથવા બીજા કોઈ કારણથી બીજાનાં ખોટાં ગુણગાન કરવામાં જીભને દુરુપયોગ કરે છે, તે વ્યકિત ખરેખર બીજાની ખેતી પ્રશંસા કરી પોતાના મસ્તક ઉપર પાપનો ભારે બાંધે છે. શ્રીપતિ કવિ કહે છે કે, હું તો કેવળ ગોપાલનું જ ભજન કરી શકું છું અને તેમના જ ગુણગાન કરી શકું છું, પરંતુ જે લેકોને પરમાત્મા ઉપર વિશ્વાસ ન હોય તે લેકે ભલે અકબરની આશા કરે, પણ હું તે ગોપાલ સિવાય બીજા કેઈ પાસે આશા કરું નહિ.
શ્રીપતિનું કવિત સાંભળી બાદશાહ પ્રસન્ન થયા. લેકે સમજી ગયા કે શ્રીપતિ પોતાના નિશ્ચયમાં પાકે છે. બાદશાહે કબુલ કર્યું કે, પરમાત્મા સિવાય બીજું કઈ મોટું નથી.
આ ઘટના બની છે કે નહિ એ વિષે આપણે સંબંધ નથી. આપણે તે આ ઘટના ઉપરથી એ જ સાર લેવાને છે કે, જ્યારે જીભને ઉપયોગ પરમાત્માનું ભજન કરવામાં કરી શકાય છે તે પછી બીજાં સાંસારિક કામમાં તેને શા માટે દુરુપયોગ કરવામાં આવે? પરમાત્માને છોડીને બીજાં કામોમાં જીભને ઉપયોગ કરવો એ તો કવિના કથનાનુસાર એક પ્રકારની ધૃષ્ટતા છે. પરમાત્મા ત્રિભુવનનાથ છે એટલા માટે તેમનાં જ ગુણગાન કરવાં જોઈએ. પરમાત્મા ત્રણેય ભુવનના નાથ છે, અર્થાત ત્રિલેકમાં રહેતા બધા જીવોના નાથ છે. એટલા માટે જગતમાં રહેતાં કોઈ પણ પ્રાણી, ભૂત, જીવ તથા સત્ત્વ આદિની આસાતના ન કરવી એ જ પરમાત્માની પ્રાર્થના છે. જેનામાં જે ગુણ નથી તેનામાં તે ગુણને આરેપ કરવો એ પણ આસાતના છે, અને જેનામાં જે ગુણ છે તેના તે ગુણનો લેપ કરવો એ પણ આસાતના છે. જેનામાં જે ગુણ છે તેના યથાર્થ ગુણનું વર્ણન કરવું અને પિતાનામાં એમ કરવાની શક્તિ ન હોય તે એમ કહેવું કે, “જિન ભગવાને જે કાંઈ કહ્યું