SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકૃત્વ પરાક્રમ—એલ ૫૭ મા [ ૩૧૯ વચનને ખરાબ કામેામાંથી નિવૃત્ત કરી, સારાં કામેામાં પ્રવૃત્ત કરવું એ જ વચન નિરાધના પ્રારંભ છે. આ પ્રમાણે વચન નિરાધ કરવાથી આત્મામાં ઘણી શકિત આવે છે. વચનને દુરુપયોગ ન કરતાં પરમાત્માનાં ગુણુગાન કરવામાં વચનને સદુપયોગ કરવામાં આવે તે। સ્વાધ્યાય થાય છે અને સ્વાધ્યાયથી આત્માની શક્તિ વધે છે. આ ઉપરથી કાઇ એવા પ્રશ્ન કરે કે, સ્વાધ્યાય ! પાંચ પ્રકારના બતાવવામાં આવ્યે છે તેમાં પરમાત્માના ગુણગાનને સ્વાધ્યાયમાં ગણવામાં આવેલ નથી તે પછી પરમાત્માના ગુણગાનને સ્વાધ્યાય કેવી રીતે કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, સ્વાધ્યાય એ પ્રકારે ચાય છે; એક ભાવથી અને ખીજો અથી. પરમાત્માનાં ગુણગાન કરનાર ભાવથી તે સ્વાધ્યાય જ કરે છે. પરમાત્માનાં ગુણગાન કરવામાં વચનને સદુપયેગ કરવા, અથવા શાસ્ત્રમાં નવકારમત્રને મહિમા બહુ બતાવવામાં આવેલ છે એટલા માટે નવકાર મત્રને જાપ કરવામાં વચનને સદુપયેાગ કરવા, એ ભાવ–સ્વાધ્યાય જ છે. નવકારમંત્રમાં મનને લગાવીને વચન દ્વારા નવકારમંત્રને જાપ કરવા એ સ્વાધ્યાયજ છે. આ પ્રમાણે સ્વાધ્યાય કરવાથી આત્માને ઘણા લાભ થાય છે. જે વચનના સદુપયોગ કરવાથી આત્માને લાભ જ પહોંચી શકે છે, તે વચનને દુરુપયાગ કરી આત્માનું અહિત કરવું તે ક્યાં સુધી ઉચિત છે? શાસ્ત્રમાં તે વચનનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, પરંતુ ઉપનિષમાં પણ વચનનું મહત્ત્વ બતાવતાં કહેવામાં આવ્યું છે કે, વાણીની શક્તિને નષ્ટ કરવામાં ન આવે તે આત્માને ઘણા જ લાભ પ્રાપ્ત થઇ શકે છે, આ જ એગણત્રીશમા અધ્યયનના ચૌદમા ખેલમાં× ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે કે, સ્તવસ્તુતિમંગળ કરવાથી જીવાત્માને શે! લાભ થાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, સ્તવસ્તુતિમંગળથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ એધિલાભને જીવાત્મા પામે છે. આ પ્રમાણે વચનનું સમધારણ કરવાથી અર્થાત્ વચનને ખરાબ કામેામાં દુરુપયેગ ન કરતાં સારાં કામેામાં સદુપયેાગ કરવાથી સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. સમ્યક્ત્વ અને દર્શન એ બન્ને પર્યાયવાચી શબ્દ છે. જો કાયાથી સારાં કામે થઈ ન શકે તાપણુ જો વચનને સારાં કામેામાં પ્રયુક્ત કરવામાં આવે તેપણ લાભ થઈ શકે છે. વચનદ્વારા મનુષ્યના સ્વભાવની પરીક્ષા થાય છે. કાઇની વાણી ઉપરથી જ તેના હૃદ યનાં ભાવ કેવાં છે તેનું અનુમાન કરી શકાય છે. જ્યારે સાધારણ માણસ પણ વાણી ઉપરથી મનનાં ભાવ જાણી લે છે તે પછી શું પરમાત્મા વાણી ઉપરથી હૃદયના ભાવ જાણતા નહિ હૈાય ? પરમાત્મા તે સર્વજ્ઞ હાવાથી બધી વાત હસ્તકમલવત્ જાણે છે. એટલા માટે મન તથા વચનને ખીજા ખરાબ કામેામાં પ્રવૃત્ત ન કરતાં પરમાત્માનાં ગુણગાન કરવામાં જ પ્રવૃત્ત કરે। તે તમારી દિષ્ટ પણ શુદ્ધ થશે અને તમારું આચરણ પણ શુદ્ધ થશે. મન તથા વચનને પરમાત્માનાં ગુણગાન કરવામાં જ ઉપયાગ કરવાને નિશ્ચય કરવાથી આત્માનું હિત કેવી રીતે થાય છે એ વિષે તમને એક સાંભળેલું દૃષ્ટાન્ત આપી સમજાવું છું: સાંભળ્યું છે કે, શ્રીપતિ નામના એક કવિએ એવા નિશ્ચય કર્યા હતા કે, હું પરમાત્મા સિવાય ખીજા કાર્દનાં ગુણગાન નહિ કરું. તે કવિ અકબર બાદશાહના દરબારમાં રહેતા × જીએ જવાહિર વ્યાખ્યાન સંગ્રહ-પુસ્તક બીજું—પાનું ૩૮૧
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy