SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ કહેવાનો આશય એ છે કે, આત્મામાં અપાર અને અપૂર્વ શક્તિ રહેલી છે. આ આત્મશક્તિના સહકાર વિના જડ કે ચૈતન્ય તત્ત્વનું કામ ચાલી શકતું નથી. જડ પદાર્થ - પિતે કાંઈ કરી શકતા નથી પરંતુ ચૈતન્ય આત્મ-શક્તિદ્વારા ઈચ્છિત કાર્ય કરી શકે છે. જડને કદાચ સ્થિર પણ કરવામાં આવે તે પણ ચૈતન્ય આત્મા પોતાનું કામ કરતો જ રહે છે. જેમકે, જ્યારે ઑપરેશન કરતી વખતે કલેરાફર્મ સુંઘાડવામાં આવે છે ત્યારે શરીર તો નિચેષ્ટ બની જાય છે પણ આત્મા તે વખતે પણ શરીરમાં કામ કરતા જ રહે છે. આ પ્રમાણે જડ પદાર્થ પણ ચૈતન્ય આત્માની શક્તિથી જ કામ કરે છે અને આ રીતે સમસ્ત સંસાર પ્રભુમય છે એમ સિદ્ધ થાય છે. ચિતન્ય-શક્તિ જ્યાંસુધી શરીરમાં રહે છે ત્યાંસુધી શરીર ઉષ્ણ રહે છે. શરીરમાં ચેતનાશક્તિ છે તેથી ગરમીના દિવસમાં બહારથી ઠંડુ અને ઠંડીના દિવસોમાં ગરમ રહે છે. પૃથ્વી-પાણ આદિમાં પણ આ લક્ષણ જોવામાં આવે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, પૃથ્વી-પાણી આદિમાં પણ છવત્વ છે. ઉદાહરણ તરીકે ગરમીના દિવસોમાં ભૂગલ (ભોંયરા)માં શયન કરવામાં આવે તે ઠંડક અનુભવાય છે અને ઠંડીના દિવસોમાં ત્યાં શયન કરવામાં આવે તે ગરમી અનુભવાય છે. આ જ પ્રમાણે શરદીનાં દિવસોમાં ઊંડા કુવાના પાણીમાંથી બાફ નીકળે છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે, પૃથ્વી-પાણ આદિમાં પણ છેવત્વ છે અને આવી વાત ઉપરથી પકાયના જીવોની સત્તા સિદ્ધ થાય છે. જો તમે જગજીને બરાબર જાણે તથા સમજે તે એ દિશામાં પરમાત્માને પણ જાણી શકશો અને પરમાત્મા ત્રિભુવનનાથ છે એ પણ જાણી શકશે. જગતનાં જીવનું સ્વરૂપ જાણી પરમાત્મા ત્રિભુવનનાથની પ્રાર્થના કરશે તે તમે સંસારના પ્રપંચોથી પણ બચી શકશો અને આત્મ કલ્યાણ પણ સાધી શકશે. હવે આ જ વાત શાસ્ત્રકાર સમજાવું છું. સમ્યકત્વ પરાક્રમ–બાલ સત્તાવન મનને સત્ય માર્ગમાં સ્થાપવાથી અર્થાત્ મનને સમાધિસ્થ કરવાથી જીવાત્માને શા લાભ થાય છે એ વિષે કાલે કહી દેવામાં આવ્યું છે. હવે ગૌતમ સ્વામી વચનને સત્ય માર્ગમાં સ્થાપવાથી જીવાત્માને શો લાભ થાય છે ? એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે સત્તાવનામે એલ. (५७) वयसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન! વચનનું સમધારણ કરવાથી અર્થાત વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી છવાત્માને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – वयसमाहारणयाए वयसाहारणदसणपज्जवे बिसोहेइ, वयसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहियत्तं निव्वत्तेइ, दुल्लहबोहियत्तं निज्जरेइ ॥ ५७॥ અર્થાત–વચનને સત્યભામાં સ્થાપવાથી જીવાત્મા દર્શનપર્યાય સમ્યક્ત્વ-પર્યાયને નિર્મળ કરે છે અને સમ્યક્ત્વની વિશુદ્ધિ કરવાથી સુલભ બધિત્વને પામે છે અને દુર્લભ બેધિત્વથી નિવૃત્ત થાય છે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy