SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૬ ભાદરવા વદ ૫ મંગળવાર. - પ્રાના અરહનાથ અવિનાશી, શિવ સુખ લીધા; વિમલ વિજ્ઞાન વિલાસી, સાહબ સીધા. ॥ ૧ ॥ [ ૩૧૭ —વિનયચ ́દ્રજી કુંભટકૃત ચોવીશી, શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ આખું જગત પ્રભુમય છે અને પરમાત્મા ત્રિભુવનનાથ છે. આત્મા અને પરમાત્મામાં સામ્ય છે અને આ જગત આત્માની શક્તિથી જ ચાલે છે; એટલા માટે આ ચરાચર જગત પ્રભુમય છે એમ કહી શકાય. જડ પદાર્થ પણ પ્રભુમય જ છે, કારણ કે જડપદામાં જે પરિવર્ત્તન જોવામાં આવે છે તે આત્માની શક્તિને કારણે જ જોવામાં આવે છે. આત્મા નાના—મેટા દરેક જીવમાં છે અને આત્માની શક્તિથી જ જડ પણ કામ કરે છે. વળી ગપ્પા સૌ પરમા અર્થાત્ આત્મા એ જ પરમાત્મા છે એ દૃષ્ટિએ જોતાં આ સચરાચર જગત પ્રભુમય જ જોવામાં આવે છે. જડ વસ્તુમાં પણ આત્માની શક્તિને કારણે કેવી રીતે પરિવન થાય છે એના માટે તમારા શરીરને જ જુએ. તમારા પગમાં બચપણમાં જે હાડકું નાનું હતું તે જ હાડકું મોટું થતાં કેવડું થઇ ગયું ? હાડકું જડ છે પરંતુ આત્માની શક્તિથી તે વધી ગયું. આ જ પ્રમાણે આત્માની શક્તિને સુયેગ પ્રાપ્ત થતાં જડ પદાર્થો પણ વધવા પામે છે. મેવાડમાં નિમ્બાહડા ગામની પાસે પત્થરની ખાણુ છે. જે જગ્યાએથી પત્થર ખાદવામાં આવે છે ત્યાં મોટા ખાડા થઇ જાય છે, પરંતુ થોડા કાલ બાદ તે ખાડા પાો પૂરાઇ જાય છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે જે પ્રમાણે શરીરમાંનું હાડકું આત્મશક્તિને કારણે વધે છે તે જ પ્રમાણે પત્થર પણુ વધવા પામે છે. એટલે એ સિદ્ધાન્ત ફલિત થાય છે કે, મહાવીર ભગવાને પૃથ્વીકાય આદિ ષાયમાં જીવત્વ બતાવેલ છે તે પ્રત્યક્ષસિદ્ધ છે. પૃથ્વીકાયની માફક અગ્નિ, વનસ્પતિ આદિમાં પણ જીવનશક્તિ છે. પ્રસિદ્ધ વિજ્ઞાનાચાર્ય સ્વ. જગદીશચન્દ્ર ખેાસે વનસ્પતિમાં કેવી ચેતનાશક્તિ હોય છે તે વૈજ્ઞાનિક સાધનેદ્વારા સિદ્ધ કરી જગતને આશ્રમુગ્ધ કર્યું હતુ. પરંતુ ભગવાન મહાવીરે તે। આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં જ આધ્યાત્મિક ધર્માંશાધ કરી આત્મસિદ્ધિની સાથે સત્વની પણ સિદ્ધિ કરી હતી. ક`વાદ, સ્યાદ્વાદ, આત્મવાદ, અહિંસાવાદ આદિ મૌલિક સિદ્ધાન્તા ભગવાન મહાવીરની આધ્યાત્મિક ધર્મોશેાધમાંથી ફલિત થયાં છે. જડતત્ત્વ તથા ચેતનતત્ત્વનું ભગવાન મહાવીરે આધ્યાત્મિક વિજ્ઞાનદ્વારા જેટલું અન્વેષણ તથા પૃથક્કરણ કર્યું છે, તેટલું અન્વેષણ તથા પૃથક્કરણ ખીજા કાઇ તત્વવેત્તાએ કદાચ જ કર્યું હશે. જૈન ધર્મીમાં જે ગહનતા, વિશાળતા તથા મૌલિકતા જોવામાં આવે છે તે તીર્થંકર દેવની ધર્માંશાધને કારણે જ છે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy