SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ ઉત્તર આપીને કહી દીધું કે “મારા રાજ્યની સીમામાં ન રહે તે પછી હું તેમને રાજ્યમાં રહેવા દેવાની પ્રાર્થના કેવી રીતે કરી શકું? કહ્યું પણ છે કે – “આવ નહીં આદર નહીં નહીં નૈનનમેં નેહ, તુલસી તહાં ન જાઈએ કંચન વરસે મેહ. આવ જહૈ આદર જહીં જહા નૈનનમેં નેહ, તુલસી તહીં તે જાઈએ પત્થર વરસે મેહ. ” જ્યારે પિતાએ મારે આદર કર્યો નથી એટલું જ નહિ પણ મને રાજ્ય બહાર નીકળી જવાની આજ્ઞા આપી છે, એવી અવસ્થામાં હું તેમને આશ્રય આપવા માટે ફરીવાર પ્રાર્થના કરવા જાઉં એ કેમ બની શકે? હું જંગલમાં બધાં કષ્ટોને સહન કરી લઈશ પરંતુ પિતા પાસે પ્રાર્થના કરવા તે નહિ જાઉં. હે સખી ! જે તે હવે જવા ધારે તે ખુશીથી જઈ શકે છે અને હું પણ તને આગ્રહપૂર્વક કહું છું કે, તારે મારી સાથે કષ્ટ ભોગવવાની આવશ્યક્તા નથી. હું તો હવે જંગલમાં જ જઈશ. સાસરે તથા પીયર બન્ને જગ્યાએ હું નિષ્કલંક હોવા છતાં મારા ઉપર કલંક ચડાવવામાં આવ્યું છે, અને મને આશ્રયહીન બનાવી દીધી છે. પરંતુ જંગલ તે મારા જેવી કલંકિતને પણ પ્રસન્નતાપૂર્વક આદર આપે છે, એટલા માટે હું તે વનને જ આશ્રય લઈશ. જે મારા પેટમાં ગર્ભ ન હતી તે હું મારી ઈચ્છાનુસાર કાર્ય કરવા સમર્થ થાત. પરંતુ મારા પેટમાં ગર્ભ છે અને ગર્ભની રક્ષા કરવી એ આવશ્યક છે, એટલા માટે હું બીજો વિચાર ન કરતાં વનમાં જ જવાને વિચાર રાખું છું. માતાને માટે ગર્ભની રક્ષા કરવી આવશ્યક છે. માતાએ ગર્ભની રક્ષા કરવા માટે કેવી સાવધાની રાખવી જોઈએ એ જ્ઞાતાસૂત્રમાં બતાવવામાં આવ્યું છે. તેને સાર માત્ર એટલે જ છે કે, જે રીતે ગર્ભની રક્ષા થાય અને ગર્ભને શાંતિ મળે તે રીતે માતાએ વર્તવું જોઈએ. આજે કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી હોવા છતાં તપ કરવા માંડે છે. આ ઠીક નથી. કારણ કે જે તેમણે ત૫ જ કરવું છે તે પછી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કે જેથી ગર્ભ જ રહેવા ન પામે. અને જે બ્રહ્મચર્યનું પાલન કરી શકતી ન હોય તે પછી ગર્ભ રહ્યા બાદ એવું કામ કરવું ન જોઈએ કે જેથી ગર્ભની હત્યા થવાનો સંભવ રહે. અંજનાના કથનના ઉત્તરમાં વસંતમાલાએ કહ્યું કે, હું તમને છોડીને કયાં જઈ શકું? અંજનાને લાગ્યું કે વસંતમાલા પિતાને છોડીને પિતાને ત્યાં જશે નહિ. એટલે તેણે કહ્યું કે, તારી ઈચ્છા જ મારી સાથે આવવાની છે તે તું આવી શકે છે. હું તે વનમાં આત્માની જ્યોતિ જગાવીશ. અંજના અને વસંતમાલા વનમાં જાય છે. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy