SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ - કથા કે કથા ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૧૧ [૩૧૫ જઈ કહી દે છે, અને તમારા માતા-પિતા કે ભાઈ–બહેન વગેરે કેઈ નથી. તમારા માટે તે આખું કુટુંબ અને રાજ્ય હવે વેરાન સમાન છે. દ્વારપાલે અંજના પાસે જઈ બધી વાત કહી. દ્વારપાલે રાજા અને પ્રધાન વચ્ચે થએલી વાતચીત પણ કહી. દ્વારપાલનું નિરાશાજનક કથન સાંભળી વસંતમાલા રેતી રેતી અંજનાને કહેવા લાગી કે, સખી ! હવે આપણે ક્યાં જઈશું? સાસરે આશ્રય ન મળે ત્યારે પીયરનો આશ્રય લેવામાં આવે છે, પણ જ્યારે પીયરમાં પણ આશ્રય ન મળે ત્યારે બીજે ક્યાં આશ્રય મળી શકે ? અંજનાએ વસંતમાલાને શાન્ત કરતાં કહ્યું કે, મેં અહીં આશ્રય મેળવવા માટે હારા કહેવાથી એક પ્રયોગ કર્યો હતો. જો કે આ પ્રયોગ સફળ થયો નહિ, પરંતુ મને પણ અહીં આશ્રય મળશે એવો વિશ્વાસ ન હતો. પિતાના મનમાં મારા પ્રત્યે પ્રેમભાવ છે છતાં તેમને પોતાની પરિસ્થિતિને વિચાર કરવો જ પડે છે અને એટલા જ માટે તેમણે પરિસ્થિતિને વશ થઈ આ પ્રમાણે કહેવડાવ્યું છે. જે તું ચાહે તે પિતાને ત્યાં રહી શકે છે. તેને તે આશ્રય અવશ્ય મળી શકશે. હવે તે હું જ્યાં મારે આત્મા જવાનું કહેશે ત્યાં જઈશ. વસંતમાલાએ પૂછ્યું કે, તમારે આત્મા કયાં જવા ધારે છે? અંજનાએ જવાબ આપ્યો કે, બધાએ તો મારે તિરસ્કાર કર્યો છે પરંતુ જંગલ મારે તિરસ્કાર કરતું નથી, પણ મારા પ્રત્યે સ્નેહ પ્રગટ કરે છે એટલા માટે હું ત્યાં જંગલમાં જઈશ. વનમાં રહેવાનું કેટલું મહત્ત્વ છે એ બતાવવા માટે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે, અનેક લેકે રાજપાટને પણ ત્યાગ કરી વનમાં જવાનું પસંદ કરે છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ જણાય છે કે, વનમાં જેવી શાન્તિ મળે છે તેવી શાતિ બીજી જગ્યાએ મળતી નથી. જંગલમાં મંગલની ભાવના રાખવાથી કોઈ પ્રકારનું દુઃખ જણાતું નથી. આજે તે જંગલમાં પરતંત્રતાને પગપેસારો થયો છે, અને જંગલમાં ગાય જેવા મનુષ્યો પગી પ્રાણએને પણ ઘાસ ચરવાની છૂટ આપવામાં આવતી નથી. પ્રાચીન સમયમાં જંગલ બધાને માટે ખુલ્લું હતું. ત્યાં કોઈ પ્રકારને પ્રતિબંધ ન હતું. જે લોકો સ્વતંત્ર જીવન વ્યતીત કરવા ચાહતા હતા તેઓ જંગલમાં ફળ-ફુલ ખાઈને પિતાનો જીવન-નિર્વાહ કરી લેતા હતા. પરંતુ હવે તે ફેરેસ્ટ ટેકસ forest tax નાંખવામાં આવ્યો છે અને આ રીતે જંગલની મંગલતામાં વિનબાધા ઉપસ્થિત કરવામાં આવી છે. વસંતમાલાએ અંજનાને આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, શું તમે વનમાં રહેવાને યોગ્ય છો? શું તમે વન્ય ફળ-ફુલ ખાઈને જીવન નિર્વાહ ચલાવી શકશે? શું તમે જંગલમાં ભૂમિ ઉપર શયન કરી શકશે ? તથા જંગલનાં કષ્ટો સહન કરી શકશે? અંજનાએ ઊડે વિચાર કરી જવાબ આપે કે, હું એ બધાં કષ્ટો સહેવા તૈયાર રહીશ. જે હું હવે જંગલમાં ન જાઉં તો કયાં જાઉં ? વસંતમાલાએ કહ્યું કે, ચાલો આપણે પિતાની પાસે જઈ, તેમને બધી હકીકત કહી એકવાર આશ્રય આપવાની પ્રાર્થના કરીએ ! અંજનાએ ઉત્તર આપ્યો કે, સખી ! મારાથી એ બની શકશે નહિ. જ્યારે પિતાએ એકવાર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy