________________
૩૧૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
રાજા મહેન્દ્રની આવી કડક આજ્ઞા સાંભળી પ્રધાને કહ્યું કે, મહારાજા! આપ આજ્ઞા આપવામાં જરા ઉતાવળ કરે છે. આપ આજ્ઞા આપ્યા પહેલાં સત્યાસત્યને નિર્ણય કરે. સત્યાસત્યને નિર્ણય કર્યા વિના ઉતાવળમાં આવી કડક આજ્ઞા આપવી તે સર્વથા અનુચિત છે. મારા નમ્ર મત પ્રમાણે તો તમે અંજના પાસે જઈ બધી હકીકત જાણું લે અને પછી પવનકુમારને આ વિષે પુછાવીને આ વાતની ખાત્રી કરે. બધી હકીક્તની તપાસ કર્યા બાદ જે તમને અંજનાને અપરાધ જણાય તો પછી તમને ઉચિત લાગે તેમ કરશો.
પ્રધાનનું કથન ઉચિત હતું, પરંતુ કમની લીલા વિચિત્ર હોવાને કારણે રાજા મહેન્દ્ર પ્રધાનની વાત માની નહિ. રાજાએ પ્રધાનને કહ્યું કે, તમારું કથન ઠીક હોવા છતાં પણ જે આ સમયે કલંકિત પુત્રીને આપણે ત્યાં આશ્રય આપું તો મારા કુળને પણ કલંક લાગે અને પ્રજા ઉપર પણ તેને ખરાબ પ્રભાવ પડે. પ્રજાને એમ કહેવાનો અવસર મળે કે, રાજા બીજાને તે સદાચારને ઉપદેશ આપે છે અને દુરાચારીને દંડ આપે છે, પણ પિતાની કન્યાએ દુરાચાર કરવા છતાં તેને ઘરમાં રાખે છે અથવા રાજ્યમાં રહેવા દે છે. પ્રજાનું આવું કથન પણ હું સાંભળવા ચાહતે નથી. એટલા માટે મેં જે કાંઈ કહ્યું છે તે જ ઠીક જણાય છે.
રાજા મહેન્દ્ર પ્રધાનને કહ્યું કે, હવે આ કન્યા મારી પણ નથી પણ તે તેના સાસુ-સસરાની છે. જ્યારે તેની સાસુએ જ તેને બહાર કાઢી મૂકી છે તે પછી હું તેને કેવી રીતે રાખી શકું? પ્રધાને જવાબ આપ્યો કે, અંજનાની સાસુનો સ્વભાવ ખરાબ છે. જે તેનો સ્વભાવ ખરાબ ન હોત તો તેમણે પવનકુમાર આવતાં સુધી હૈયે ધારણ કર્યું હોત ! પણ તેમણે પવનકુમારની રાહ ન જોતાં અંજનાને બહાર કાઢી મૂકવાનું અનુચિત કામ કર્યું છે એટલે શું તે પ્રમાણે તમારે પણ કરવું ઉચિત છે? મને તે હજીપણ એ જ ઠીક લાગે છે કે, પવનકુમાર આવે ત્યાં સુધી અંજનાને જો તમે રાજમહેલમાં રાખી ન શકે તે બીજાને ઘેર રાખે. પણ જ્યાં સુધી સત્યાસત્યને નિર્ણય ન થાય ત્યાંસુધી તેને બિસ્કુલ આશ્રયહીન કરી દેવી એ કોઈ પણ દૃષ્ટિએ ઠીક નથી. રાજાએ પ્રધાનને ઉત્તર આપતાં કહ્યું કે, તમે ક્ષત્રિયોની પદ્ધતિ જાણતા નથી એ કારણે જ તમે આમ કહી રહ્યા છે. જ્યારે હું પુત્રીને પણ આશ્રય નહિ આપું ત્યારે પ્રજા એમ જ કહેશે કે, રાજાને પુત્ર કે પુત્રી પ્રિય નથી, પરંતુ ધર્મ પ્રિય છે. ધર્મની રક્ષા માટે રાજા, પિતાના પ્રિયજનને પણ ત્યાગ કરી શકે છે. આ દૃષ્ટિએ પુત્રી અંજનાને આપણું રાજ્યમાં આશ્રય આપવામાં ન આવે એ જ મને યોગ્ય જણાય છે.
રાજા મહેન્દ્રને નિર્ણય એક દષ્ટિએ તે કૂરતાપૂર્ણ છે પરંતુ બીજી દષ્ટિએ ઉચિત પણ છે. રાજા મહેન્દ્રને પિતાની પુત્રી પ્રિય તો હતી જ પરંતુ તેમણે પ્રજામાં દુરાચાર સેવવાની ભાવના પેદા ન થાય એટલા માટે પુત્રીને પિતાને ત્યાં આશ્રય ન આપે. ધર્મની રક્ષા કરવા માટે આમ કરવું આવશ્યક પણ માનવામાં આવે છે. દઢતા હોય તે જ ધર્મનું પાલન થઈ શકે છે. એટલા માટે ધર્મનું પાલન કરવામાં તમે પણ દઢતા રાખો.
રાજાનું કથન સાંભળી પ્રધાને વિચાર્યું કે, રાજાને હવે વધારે કહેવું વ્યર્થ છે. આ પ્રમાણે વિચાર કરી પ્રધાને રાજાને કાંઈ ન કહેતાં દ્વારપાલને કહ્યું કે, તમે અંજના પાસે