________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૧૧
[૩૧૩ અંજનાની પણ અપકીર્તિ થઈ હતી. અપકીર્તિને કારણે તેના ઉપર દુઃખને પહાડ પડ્યો હતે છતાં પણ તે ગભરાઈ નહિ તેનું કારણ એ જ હતું કે તેને પિતાના આત્મા ઉપર વિશ્વાસ હતો. પિતાની ઉપર કલંક ચડાવવા માટે તેણે કોઈને પણ દેષ દીધે નહિ. તે તે એમ જ વિચારતી હતી કે, આ બધે અપરાધ મારા આત્માને જ છે. જ્યારે આત્મા પિતાના અપરાધનું ફળ ભોગવી લેશે ત્યારે હું સાચી પતિવ્રતા છું એ સ્પષ્ટરૂપે પ્રકટ થઈ જશે. અત્યારે તે મારા આત્માને મારે શાન્ત તથા દાન્ત રાખવો જોઈએ એમાં જ મારું આત્મ-કલ્યાણ રહેલું છે.
અંજનાનું દુઃખદર્દ જે વસંતમાલા પણ ગભરાઈ ગઈ હતી પણ અંજનાએ તેને પણ ધૈર્ય આપી કહ્યું કે, સખી ! મેં જે કાંઈ પૂર્વે કર્મ કર્યા છે તે તો મારે ભોગવવાં જ પડશે. કર્મ ભેગવતી વખતે દુઃખ માનવું વ્યર્થ છે. હું પાપથી ડરું છું પણ પાપના ફળથી ડરતી નથી.
વસંતમાલાને સાથે લઈ અંજના મહેન્દ્રપુર નગરના દરવાજે આવી. તેણે દ્વારપાલને પિતાને પરિચય આપી કહ્યું કે, તમે પિતા પાસે જઈને મારા આગમનની ખબર આપે. અંજનાને ઓળખ્યા બાદ દ્વારપાલ કહેવા લાગ્યું કે, આપ રાજકુમારી થઈને આવી દશામાં કેવી રીતે આવ્યા ? અંજનાએ જવાબમાં કહ્યું કે, અત્યારે મારી ઉપર સંકટ આવી પડ્યું છે. મારા ઉપર બીજા પુરૂષદ્વારા ગર્ભ ધારણ કરવાનું કલંક ચડાવવામાં આવ્યું છે, અને મારા સાસુ–સસરાએ પિતાના આશયથી મને બહાર કાઢી મૂકી છે વગેરે બધી હકીકત કહી સંભળાવી. અને વિશેષમાં કહ્યું કે, એટલા માટે હું પિતાને આશ્રય લેવા આવી છું. તમે પિતા પાસે જઈ મારા આગમનની ખબર આપે.
દ્વારપાલે રાજા પાસે જઈ કહ્યું કે, રાજકુમારી આવી છે. આ સમાચાર સાંભળી રાજા પ્રસન્ન થયા અને કહ્યું કે, અંજના આવી છે એ ઘણું જ પ્રસન્નતાની વાત છે. તમે જલ્દી જાઓ, નગરને સજાવો અને તેને આદરપૂર્વક રાજમહેલમાં લઈ આવો. દ્વારપાલે કહ્યું કે, મહારાજ ! આપનું કહેવું તે ઠીક છે પરંતુ રાજકુમારી અત્યારે એવી સ્થિતિમાં આવી નથી કે તેમને આ પ્રમાણે આદરપૂર્વક નગરમાં લાવી શકાય. અત્યારે તે સુંદર સ્વાગતને યોગ્ય નથી. સાચું-ખોટું તે પરમાત્મા જાણે પરંતુ તેના ઉપર તેના સાસુ-સસરાએ પર–પુરુષદ્વારા ગર્ભ ધારણ કરવાનું કલંક ચડાવી તેને પિતાને ત્યાંથી બહાર કાઢી મૂકી છે. આ દુઃખદ સમાચાર સાંભળી રાજા મહેન્દ્રને ઘણું જ દુ:ખ થયું. રાજાએ દુઃખપૂર્ણ શબ્દોમાં કહ્યું કે, વાસ્તવમાં મારા જમાઈ તે અંજના પ્રત્યે રુઝ રહ્યા છે અને એ રોષ હોવાને કારણે મેં ઉત્સાહપૂર્વક મેલેલી ચીજ પણ તેમણે રાખી ન હતી. આવી અવસ્થામાં અંજના અનાચારને આશ્રય લઈ ગર્ભવતી થાય એ અવશ્ય કલંકની વાત છે. મારી પુત્રી થઈને પણ તેણે શીલ અને બ્રહ્મચર્યની મર્યાદાની રક્ષા ન કરતાં કુકૃત્ય કરી અહીં આવી છે એ ખરેખર દુઃખને વિષય છે. કલંકિત પુત્રીને હું આશ્રય કેવી રીતે આપી શકું ? એટલા માટે દ્વારપાલ! તમે અંજનાને દુઃખ સાથે સ્પષ્ટ કહી દે કે, કલંકિત દશામાં તમને અહીં રાખી શકાય એમ નથી. માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. રાજ્યની સીમામાં તમને ક્યાંય આશ્રયસ્થાન મળી શકે એમ નથી.
४०