SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ તજાએલી રાજમતિને પિતાની પત્ની બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ રાજીમતિએ સદુપદેશદ્વારા તેમનું અજ્ઞાન દૂર કર્યું ત્યારે તેઓ સંયમમાં પ્રવૃત્ત થઈ ગયા; કારણ કે છે જ્ઞાનધારા વસ્તુનું સ્વરૂપ સમજી લીધું હતું. આ પ્રમાણે જ્યારે વસ્તુનું સ્વરૂપ સમજી માં આવે છે ત્યારે કોઈ પ્રકારનો ભ્રમ રહેવા પામતું નથી. ભ્રમ તે અજ્ઞાનના કારણે જ પેદા થાય છે. વસ્તુ પ્રત્યે જે મેહબુદ્ધિ રહે છે તે મેહબુદ્ધિ પણ જ્ઞાન ન હોવાને કારણે જ રહે છે. પરંતુ જ્ઞાન પેદા થતાં જ વસ્તુ પ્રત્યે જે મેબુદ્ધિ હોય છે તે પણ નષ્ટ થઈ જાય છે. મેહબુદ્ધિ નષ્ટ થયા બાદ પુદ્ગલ અને ચૈતન્યને વિવેક પેદા થાય છે. વિવેકજ્ઞાન પેદા થવાથી પુદ્ગલ જડ છે, ચલ છે, અને જગતને એઠવાડ છે, અને ચૈતન્ય–આત્મા તે અનંત શક્તિવાળો છે એવું આત્મભાન પેદા થાય છે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થવાથી સાંસારિક પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે છે. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ, મિથ્યાત્વને નાશ તથા સમ્યક્ત્વની વિશુદ્ધિ કર્યા વિના સમજાતું નથી. આ પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે મનને સમાધિસ્થ કરવાની અતિ આવશ્યક્તા છે. કારણ કે મનને સત્ય માર્ગ ઉપર સ્થાપિત કર્યા વગર એકાગ્રતા આવતી નથી, જ્ઞાનશક્તિ પેદા થતી નથી અને જ્ઞાનશકિત પેદા ન થવાને કારણે મિથ્યાત્વને નાશ તથા સમ્યક્ત્વની વિશુદ્ધિ થતી નથી અને પરિણામે આત્માનું કલ્યાણ પણ થઈ શકતું નથી. સંક્ષેપમાં આત્મકલ્યાણ કરવા માટે મનને નિરોધ કરવે અત્યાવશ્યક છે મનને નિરોધ કરવો મુશ્કેલ છે, પરંતુ ભગવાન કહે છે કે, અભ્યાસ કરવાથી મનને નિરોધ પણ કરી શકાય છે. આત્માનું કલ્યાણ મનને સમાધિસ્થ કરવાથી થઈ શકે છે એટલા માટે મનને સત્યમાર્ગ ઉપર સ્થાપિત કરે છે તેમાં કલ્યાણ જ છે. આપણા બધાનું ધ્યેય આત્માને સુખી બનાવવાનું જ છે; પરંતુ આ બેયની પૂર્તિ કેવી રીતે થાય એને પૂર્વાપર વિચાર કરે. શાસ્ત્રમાં આત્માને સુખી બનાવવાનાં જે ઉપાય બતાવવામાં આવ્યા છે તે ઉપાયોને અપનાવો અને આત્મકલ્યાણ સાધે. આત્મકલ્યાણ જ આત્મ-સુખની ચાવી છે. એકાતિક અને આત્યંતિક સુખ પ્રાપ્ત કરવામાં આવે તે જ આત્મા સુખી થઈ શકે છે અને એવું નિરાબાધ સુખ તે શાસ્ત્રમાં બતાવવામાં આવેલી રીતિ પ્રમાણે મનને સમાધિસ્થ કરવામાં આવે તો જ પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે જે તમે મનને સત્યમાર્ગ ઉપર સ્થાપિત કરી અર્થાત સમાધિસ્થ કરી-આત્મ-કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરે તે નિરાબાધ આત્મ-સુખ અવશ્ય પ્રાપ્ત કરી શકશે. સતી અંજના ચરિત્ર–૧૧ હવે આ જ વાત ચરિત્રકથા દ્વારા સમજાવું છું. અંજનાને આત્મા ઉપર વિશ્વાસ હતે એ કારણે તેને બધાંની સાથેનો સંબંધ તૂટી ગયે તો પણ તે દુઃખી થઈ નહિ. અંજને ઉપર જે કલંક ચડ્યું હતું તે કલંકથી જાણે તેના ઉપર દુઃખને પહાડ પડ્યો હતો. પ્રતિષ્ઠિત માણસ માટે અપકીર્તિ જ મરણ છે. એટલું જ નહિ પણ તેમને અપકીર્તિ મરણથી પણ વધારે દુઃખદાયક જણાય છે. આ જ કારણે કેટલાક લોકો અપકીર્તિથી બચવા માટે આત્મહત્યા પણ કરી નાંખે છે. જો કે આ માર્ગ ગ્રહણ કરવો ખરાબ છે પરંતુ જે અપકીર્તિથી બચવા માટે મરણને શરણ થાય છે તેઓ મરણની અપેક્ષાએ અપકીર્તિના દુઃખને મહાન માને છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy