________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૫૬ મા મેલ
[ ૩૧૧
મનને નિરાધ કરવા વિષે વાત કરવી તે સરલ છે, પરંતુ મનના નિરોધ કરવા એટલે સરળ નથી. જ્યાંસુધી મનને નિરોધ કરવામાં આવ। નથી અર્થાત્ મનને સમાધિસ્થ કરવામાં આવતું નથી ત્યાંસુધી મનની એકાગ્રતા થઈ શકતી નથી. જ્યારે મનમાં એકાગ્રતા આવે ત્યારે જ સમજવું કે મન સમાધિસ્થ થયું છે, અર્થાત્ મનને નિરોધ થયા છે. મનને બહિર્મુખી ન રહેવા દેતાં અન્તર્મુખી બનાવવું અને આત્મસમાધિમાં સંલગ્ન કરવું એનું નામ જ મનનું સમધારણ છે. જ્યારે મનની આવી સમાધિ થાય છે ત્યારે મનમાં એકાગ્રતા આવે છે અર્થાત્ મન એકાગ્ર બને છે, અને અજ્ઞાન-શક્તિ નષ્ટ થઈ જ્ઞાનની પર્યાયા (શક્તિ) પેદા થાય છે. અને જ્યારે જ્ઞાનપર્યાય—જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે ત્યારે સમ્યક્ત્વની વિશુદ્ધિ અને મિથ્યાત્વને નાશ થાય છે.
સંક્ષેપમાં મનની સમાધિથી એકાગ્રતા પેદા થાય છે, એકાગ્રતાથી જ્ઞાનશક્તિ પેદા થાય છે. અને જ્ઞાનશક્તિથી મિથ્યાત્વા નાશ અને સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરે મનની સમાધિનું જે ફળ બતાવ્યું છે તેને ષ્ટિમાં રાખીને મનને નિરેધ કરવાના પ્રયત્ન કરવા જોઇએ, અને મન કાષ્ટ ખરાબ કામમાં પ્રવૃત્ત ન થાય તેની બરાબર સંભાળ રાખવી જોઇએ.
જે પ્રમાણે માતા-પિતા પોતાનાં સંતાનને ધરેણાં પહેરાવે છે, ત્યારે ધરેણાં કાઇ લઈ ન જાય, અથવા ઘરેણાંને લાલે કાઈ પેાતાનાં સંતાનને ખરાબ રસ્તે લઇ ન જાય અથવા મારી ન નાંખે તેની બરાબર ખબર રાખે છે, તેજ પ્રમાણે મન પણ ખરાબ સંગતિમાં પડી ન જાય તેની બરાબર સાવચેતી રાખવી જોઇએ. જ્યારે મન ખરાબ કામેામાં પ્રવૃત્ત થવા લાગે ત્યારે મનને ત્યાં જતું અટકાવી સત્કર્મામાં પ્રવૃત્ત કરવું એ જ મનને નિરોધ કરવાને પ્રારંભ છે. આ પ્રમાણે જ્યારે મનનેા નિરોધ થશે ત્યારે મન એકાગ્ર થશે અને જ્યારે મન એકાગ્ર થશે ત્યારે જીવનમાં જ્ઞાનશક્તિ પણ પ્રગટ થશે. નાન કાંઇ બહારથી આવતું નથી. જ્ઞાન તે આત્મામાં જ રહેલું છે પરંતુ મન એકાગ્ર ન હેાવાને કારણે નાન ઉપર આવરણ આવી જાય છે. જો મનની એકાગ્રતા કરવામાં આવે તે જ્ઞાનનું આવરણ હટી જાય છે અને જ્ઞાન પ્રગટ થઈ જાય છે. જે પ્રમાણે સૂ` ઉપર આવેલાં વાદળા હટી જવાને કારણે સૂર્ય પ્રગટ થાય છે તે જ પ્રમાણે જ્ઞાનાવરણ દૂર થવાને કારણે મનની એકાગ્રતાદ્વારા જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે. અને જ્યારે જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે ત્યારે મિથ્યાત્વતા નાશ થાય છે અને સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. વસ્તુને વિપરીત જાણવી, સમજવી કે માનવી એ મિથ્યાત્વ છે. જીવને અજીવ, અજીવને જીવ, ધર્માંતે અધર્મ, અધર્મને ધર્મ આદિને માનવાં એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ અજ્ઞાનને કારણે જ પેદા થાય છે. અજ્ઞાનને ‘કારણે જ ભ્રમ પેદા થાય છે અને એ ભ્રમનું નિવારણુ જ્ઞાનદ્વારા જ થઈ શકે છે. જ્ઞાન મનની એકાગ્રતાથી પેદા થાય છે અને મનની
એકાગ્રતા મનની સમાધિથી પેદા થાય અટકાવવા માટે સાવધાન રહેવું જોઇએ. મોક્ષપ્રાપ્તિ માટે સહયેાગ છે અને રથનેમિમાં પહેલાં કેવું અજ્ઞાન હતું !
આ
તે
છે. એટલા માટે મનને ખરાબ કામેામાં જતાં મનની સમાધિ મેાક્ષપ્રાપ્તિનું કારણુ છે. મનેાયેગ સહજયાગથી આત્માનું કલ્યાણ કરી શકાય છે. રથનેમિ પેાતાના ભાઈ–નેમિનાથ ભગવાન—દ્વારા