________________
૩૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અમદાવાદ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ ભાદરવા વદ ૩ રવિવાર
પ્રાર્થના કુન્દુ જિનરાજ તું એસે, નહિ કેઈ દેવ તો જેસે, રિલોકીનાથ કહીએ, હમારી બાંહ દઢ ગહીએ. કુથ૦ ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી શ્રી કન્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના તો આપણે બધાએ કરી છે, પરંતુ અધિકારી દ્વારા કરવામાં આવતી પ્રાર્થનામાં અને અધિકારી દ્વારા કરવામાં આવતી પ્રાર્થનામાં ઘણું જ અંતર છે. આપણે પરમાત્માની પ્રાર્થનાના અધિકારી ત્યારે જ બની શકીએ કે જ્યારે આપણે પરમાત્માને જ સર્વોત્કૃષ્ટ માની આપણું હૃદયમાં ઉચ્ચ સ્થાન આપીએ.
ઊંડી નદીમાં કઈ ડૂબી જતા માણસને, કોઈ વ્યક્તિ વસ્ત્રાભૂષણ કે ધન આદિ આપવા લાગે તો તે વ્યક્તિ એવી ચીજોને લેવાનું પસંદ કરે નહિ, પણ તે તો હૃદયથી “મને કોઈ નદીમાં ડૂબી જતાં બચાવે ” એ જ ચાહશે. આ જ પ્રમાણે જેમને આ સંસાર, સમુદ્ર સમાન જણાય છે અને તેમાં પિતે ડૂબી રહ્યો છે એમ લાગે છે, તથા પિતે સંસારસાગરમાંથી બહાર નીકળવા ચાહે છે, તે લેકે જ પરમાત્માની પ્રાર્થના કરવાના અધિકારી છે. અને આ પ્રમાણે અધિકારી બન્યા બાદ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે જ પરમાત્માની પ્રાર્થનાનું મહત્વ જાણી શકાય છે. સમ્યક્ત્વ પરાક્રમ-બેલ પ૬ મે
હવે આ જ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું. શાસ્ત્રાધિકારમાં મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયપ્તિ વિષે આગળ કહી દેવામાં આવ્યું છે. હવે ગુપ્તિની રક્ષા માટે મનને સત્યમાર્ગમાં (સમાધિમાં) સ્થાપિત કરવાની આવશ્યક્તા રહે છે, હવે એટલા માટે મનને સમાધિમાં
સ્થાપિત કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે
છપ્પનમે બેલ. (५६) मणसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત–હે ભગવાન! મનને સમાધિમાં સ્થાપિત કરવાથી જીવાત્માને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કે – मणसमाहारणयाए एगग्गं जणयइ, एगग्गं जणइत्ता नाणपज्जवे जणयइ, नाणपज्जवे जणइत्ता सम्मत्तं विसोहेइ मिच्छत्तं य निज्जरेइ ॥५६॥ ' અર્થાત–મનને સમાધિમાં સ્થાપિત કરવાથી એકાગ્રતા પેદા થાય છે અને એકાગ્રતાને પેદા કરી તે જીવાત્મા જ્ઞાનની પર્યાયે (શક્તિઓ) ને ઉત્પન્ન કરે છે અને જ્ઞાનની પર્યાને ઉત્પન્ન કરી સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે અને મિથ્યાત્વને દૂર કરે છે.