________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર–૧૦
[ ૩૦૯
જ ના
પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે એકવાર વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે, એકવાર વનમાં દાવાનળ લાગવાને કારણે એક વૃક્ષ બળવા માંડયું. તે જ વૃક્ષ ઉપર એક પક્ષીઓ માળો બાંધ્યો હતો. જ્યારે તે વૃક્ષ બળવા લાગ્યું ત્યારે તે વૃક્ષે પક્ષીને કહ્યું કે, મારે તો પાંખ નથી એટલા માટે હું બળી રહ્યો છું પણ તને તો પાંખ છે તે પછી તું શા માટે મારી સાથે બળી રહ્યું છે ?
દવ લાગ્યો તરુવર જલે, પંખી માલા માંય; હું તો જલું રે પંખિયા પાંખ વિના, તું કર્યું નહીં ઉડ જાય. પાન બિગાડયા ફળ ચખ્યા, રમે તે હંડી ડાલ;
તુ તો જલે મુઝે દેખતાં, મહારે જીવણે તિર કાલ. અર્થાત-પક્ષીએ વૃક્ષને ઉત્તર આપ્યો કે, મેં તારાં પાન બગાડ્યાં, તારાં મીઠાં ફળ ચાખ્યાં અને તારી ડાળીઓ ઉપર કૂદકો માર્યો. આજે તું મારા દેખતાં બળી રહ્યો છે તે હું તને આવી વિકટ સ્થિતિમાં છોડીને કેટલા દિવસ જીવિત રહી શકીશ ? જો હું તને છોડીને ઉડી જાઉં તે મારા જીવનને ધિક્કાર છે એટલા માટે જે તારી ગતિ થશે તે જ મારી ગતિ થશે.
વસંતમાલાએ પણ અંજનાને કહ્યું કે, અત્યાર સુધી તે તમારી સાથે રહી ખાધું-પીધું તથા આનંદ કર્યો છે તે હવે આવા સંકટના સમયે હું તમને છોડીને કેવી રીતે જઈ શકું ? મારાથી એ બની શકશે નહિ. વસંતમાલાનું આ કથન સાંભળી અંજના સમજી ગઈ કે, આ મને કોઈ પણ રીતે છોડશે નહિ. તેના હૃદયમાં મારા પ્રતિ સ્નેહ છે અને તે મારી સાથે આવવા ખુશી છે તે ભલે આવે.
રાત્રિ થતાં બન્નેએ જંગલમાં જ રાત્રિ પસાર કરી. અંજનાએ પરમાત્માનું સ્મરણ કરવામાં અને પરમાત્માને ઉપકાર માનવામાં જ રાત્રિ પસાર કરી.
પ્રાતઃકાલ થતાં વસંતમાલાએ અંજનાને કહ્યું કે, સખી ! આ મહેન્દ્રપુર જવાનો માર્ગ છે, માટે ચાલો આ માગે આપણે મહેન્દ્રપુર જઈએ. મહેન્દ્રપુરમાં પિતા તો આપણને આશ્રય આપશે જ. અંજનાએ કહ્યું કે, સખી ! તમે પિતાને ત્યાં આશ્રય મળવાની આશા રાખો છો, પરંતુ મને સાસુ-સસરાએ ઘર બહાર કાઢેલ હોવાથી માતા-પિતાને ત્યાં આશ્રય મળે એમ મને લાગતું નથી. વસંતમાલાએ જવાબમાં કહ્યું કે, તમારું કથન અમુક દ્રષ્ટિએ ઠીક તે જણાય છે, પરંતુ પિતા આશ્રય આપશે એવો મને વિશ્વાસ છે. છતાં કદાચ જે તેઓ પણ આશ્રય નહિ આપે તે કોઈ બીજું તે આશ્રય આપશે જ.
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં અંજના તથા વસંતમાલા મહેન્દ્રપુર પહોંચ્યા. નગરમાં પ્રવેશ કરતાં જ તેમણે પિતાનો પરિચય દ્વારપાલને આપો. દ્વારપાલે રાજા પાસે જઈ અંજનાના આગમનની ખબર આપી. અંજનાના આગમનના સમાચાર સાંભળી રાજા પ્રસન્ન થયો. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.