SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ - * - ન, ના કામ - ક પ ૩૦૮ ] જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ' [ અમદાવાદ , કબુલ કર્યું, પણ દૈવી પ્રકૃતિનો ત્યાગ કરી આસુરી પ્રકૃતિના શરણે જવાનું કબુલ ન કર્યું. સામાન્ય મનુષ્યના હૃદયમાં આવા સંકટના સમયે અનેક સંકલ્પ-વિકલ્પ પેદા થાય એ સ્વાભાવિક છે, પરંતુ અંજનાએ પિતાના હૃદયમાં સંકલ્પ-વિકલ્પને જરાપણ સ્થાન આપ્યું નહિ. તે તો હૃદયમાં એજ વિચારતી હતી કે, જે કાંઈ મારે દુઃખ ભોગવવું પડે છે તે દુઃખ મેં પોતે જ પેદા કરેલ છે. શાસ્ત્રકાર પણ કહે છે કે, કરેલાં કર્મોને ભોગવ્યાં વિના છૂટકો નથી, આવી દશામાં મારે કરેલાં કર્મોના ફળરૂપે દુઃખ ભોગવવું પડતું હોય તે પછી એમાં બીજાને શો દેષ ? પિતાનાં જ કરેલાં કર્મો ભોગવવા પડે છે એ જૈનધર્મને મૌલિક સિદ્ધાન્ત છે. સુખ કે દુખ જે ભેગવવામાં આવે છે તે પિતાના જ કરેલાં કર્મોનું ફળ છે. ગીતામાં પણ કહ્યું છે કે –પરમાત્મા કોઈની પાસે કમ કરાવતા નથી તેમજ કર્મનું ફળ પણ તેઓ આપતા નથી. આ ઉપરથી કેાઈ એ પ્રશ્ન પૂછી શકે કે, જ્યારે પરમાત્મા કર્મનું ફળ આપતા નથી તે પછી કમનું ફળ કેણુ આપે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સાકર કે મરચાંને મોઢામાં નાંખવાથી મીઠાશ કે તીખાશ કોણ આપે છે ? જે પ્રમાણે સાકરમાંથી મીઠાશ અને મરચાંમાંથી તીખાશ સ્વભાવથી જ નીકળે છે તે જ પ્રમાણે કર્મનું ફળ પણું કર્મના સ્વભાવથી જ મળે છે. આ કથનાનુસાર કર્મને કર્તા પણ આત્મા છે અને કર્મને ભક્તા પણ આત્મા છે. આ સિદ્ધાન્તની વાત ઉપર દઢ શ્રદ્ધા રાખવાથી આત્માને શાંતિને જ અનુભવ થાય છે. જે વ્યક્તિ, કર્મના આ સિદ્ધાન્ત ઉપર દઢ શ્રદ્ધા રાખે છે તે વ્યક્તિને ગમે તેવી સ્થિતિમાં પણ દુઃખ પેદા થતું નથી. રથ ચાલતો ચાલતે નિર્જન જંગલમાં આવી પહોંચ્યો. અંજનાએ સારથિને કહ્યું કે, તમે પણ મારી સાથે ક્યાં સુધી કષ્ટ સહન કરતા રહેશે ? તમે શું કરવા ચાહે છો તે સ્પષ્ટ કહે ? સારથિએ રાજાની બધી હકીક્ત કહી અને કહ્યું કે, મને રાજાએ એવી આજ્ઞા આપી છે કે, હું તમને મહેન્દ્રપુરના માર્ગ ઉપર છોડી દઉં. અંજનાએ કહ્યું કે, અહીંથી મહેદ્રપુર નજદીક જ છે અને આ તરફના માર્ગને હું જાણું પણ છું, એટલા માટે હવે તમે વધારે કષ્ટ ન લે. તે માણસે હાથ જોડીને દુઃખી હૃદયે અંજનાને કહ્યું કે, મારે કર્તવ્યવશાત આવું ઘોર કૃત્ય કરવું પડ્યું છે, આ ઘર કૃત્ય કરતાં મને દુઃખ થાય છે. આ પ્રમાણે કહી તે માણસ રેવા લાગ્યો. અંજનાએ તે માણસને સાત્વન આપતાં કહ્યું કે, તમે શા માટે રો છો ? મારા દુઃખને કારણે જ રુવે છો ને ? પણ જ્યારે હું પિતે જ દુઃખ માની રહી નથી તે પછી તમે શા માટે દુઃખ માની રહ્યા છો ? તમે તો આજ્ઞાનું પાલન કર્યું છે, એટલા માટે તમારે પ્રસન્ન થવું જોઈએ અને મહારાજા પાસે જઈને કહેવું જોઈએ કે, મેં તમારી આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. અંજનાએ આ પ્રમાણે તે માણસને શૈર્ય આપી વિદાય કર્યો. પછી તેણે વસંતમાલાને કહ્યું કે, તું મારી સાથે શા માટે કષ્ટ સહન કરે છે? જો તારી ઈચ્છા હોય તે તું પણ જા. વસંતમાલાએ કહ્યું કે, અત્યાર સુધી તે હું તમારી સાથે રહી છું અને હવે કચ્છના સમયે તમને હું કેવી રીતે છોડી શકું?
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy