SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૧૦ [૩૦૭ કાયોત્સર્ગ કર્યો છે તો પછી હું થોડી વારના કાયોત્સર્ગમાં સ્થિર શા માટે ન રહું? આ પ્રમાણે કાર્યોત્સર્ગ કરવો એ પણ કાયગુપ્તિ છે. કાર્યોત્સર્ગમાં કાયાનું મમત્વ છોડી દેવું જોઈએ. કાયા ઉપરથી મમત્વ ઊતારવાનો છેડે થે અભ્યાસ કરવામાં આવશે તો પણ કલ્યાણ થશે. જ્યારે એકવાર કરવામાં આવતે નમસ્કાર પણ કલ્યાણકારી હોય છે તે પછી હમેશાં કરવામાં આવતો આવો કાયોત્સર્ગ લાભકારી કેમ નહિ થાય ? પણ કાયોત્સર્ગ લાભપ્રદ ત્યારે જ થઈ શકે કે જ્યારે શરીરના મમત્વને ત્યાગ કરીને કાયોત્સર્ગ કરવામાં આવે ! જે વ્યક્તિ લક્ષ્ય ચૂકીને તીર ચલાવે છે તેનું તીર વ્યર્થ જાય છે. જે તીર લક્ષ્યપૂર્વક ચલાવવામાં આવે છે તે જ તીર યથેષ્ટ કામ સાધી શકે છે. એટલા માટે કાયોત્સર્ગ કરવાનું લક્ષ્ય સામે રાખીને કાયોત્સર્ગ કરવામાં આવશે તે જરૂર આત્મકલ્યાણ થશે. સતી અંજના ચારેત્ર-૧૦ જ્ઞાનનો ઉપયોગ સંકટના સમયે કરવામાં આવે તેજ જ્ઞાન સાર્થક થઈ શકે. સંકટના સમયે પણ જે વિવેક રાખવામાં ન આવે તો તે જ્ઞાન શા કામનું ? વિવેકશન્ય જ્ઞાન કાર્યસાધક નીવડતું નથી, એટલા જ માટે જ્ઞાનને સક્રિય બનાવવા માટે વિવેક કેળવવાની આવશ્યકતા બતાવવામાં આવે છે. સતી અંજના સંકટના સમયે પણ વિવેકજ્ઞાનનો ઉપયોગ કરી કેવી સહિષ્ણુતા રાખે છે તે અત્રે જોવાનું છે. અંજનાની દાસી વસંતમાલા, કેતુમતિને કેપ અને રાજાનો નગર બહાર જવાને આદેશ વગેરે હકીકત સાંભળી રુદન કરવા લાગી. વસંતમાલાને રોતી જોઈ અંજનાએ તેને ધૈર્ય આપતાં કહ્યું કે, સખી ! તું શા માટે રુવે છે ? દુ:ખ તે મારી ઉપર પડયું છે છતાં હું રેતી નથી અને તું રવે છે એ શું ઠીક કહેવાય ? વસંતમાલાએ જવાબમાં કહ્યું કે, હું ખરી વાત જાણું છું છતાં તારી ઉપર કલંક આવી રહ્યું છે એટલાજ માટે મને દુઃખ થઈ રહ્યું છે. અંજનાએ કહ્યું કે કર્મની ગતિ ગહન છે, જે થવાનું હોય છે તે થાય છે, પણ જે વાત સત્ય હોય છે તે વાત કઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. સત્ય વાત છુપી રહી શકતી નથી. સંકટ પણ સત્યનું પાલન કરવામાં જ રહેવું પડે છે. જયારે રાજકુમાર આવ્યા હતા તે રાત્રિએ તું પ્રસન્ન થઈ હતી તો પછી આજે તું શા માટે દુઃખ પામે છે? પ્રત્યેક સ્થિતિમાં સમભાવ રાખતાં શીખવું જોઈએ. સુખના સમયમાં કુલાઈ જવું નહિ અને દુઃખના સમયે ગભરાઈ જવું નહિ, પરંતુ સુખદુઃખમાં સમભાવ રાખવો જોઈએ. એટલા માટે હે સખી! તું મારા વિષે જરા પણ ચિન્તા કે દુઃખ કર નહિ. જાણે પીયરથી કઈ બોલાવવા આવ્યું હોય તે પ્રમાણે અજના વસંતમાલાની સાથે રથમાં બેસી ગઈ. વસંતમાલા તે તે સમયે પણ દુઃખી જણાતી હતી પણ અંજના તે પ્રસન્નવદના ષ્ણાતી હતી. તે વખતે અંજનામાં દૈવી બળ આવ્યું હોય અને પ્રસન્ન લાગતી હેય તેમ જણાતું હતું. આ શરીરમાં આસુરી અને દૈવી બળ વચ્ચે હમેશાં યુદ્ધ થતું જ રહે છે. આ યુદ્ધમાં જે દૈવી પ્રકૃતિને વિજય થાય છે તો તેજ સાચે વિજય છે. જે દૈવી પ્રકૃતિ દબાઈ જાય અને આસુરી પ્રકૃતિ પ્રગટ થાય તો એ દશામાં આત્મ-હાનિ જ થાય છે. અંજનાએ કષ્ટ સહન કરવાનું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy