SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ = = - - - ૩૦૬ ] ' શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ - સાધુઓને માટે શાસ્ત્રમાં વિશેષરૂપે કાયોત્સર્ગ કરવાનું જ કહેવામાં આવ્યું છે. કાયોસર્ગ તો તમે લેકે પણ “જ્ઞાળ મળેf grળ વોસિરાશિ આદિ પાઠ બલી કરે છે. પરંતુ કાયોત્સર્ગ કેવળ બોલવા માત્રથી થતું નથી. કાયોત્સર્ગ કરો સરળ નથી. કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ કરવો. કાયા ઉપર જરાપણ મમત્વ ન રાખવું. ગમે તેવાં ઉપસર્ગ આવે તે પણ કાયાને ડગવા ન દેવી એજ સાચે કાયોત્સર્ગ છે. દાખલા તરીકે ગજસુકુમાર મુનિને મસ્તક ઉપર, કોઈ પ્રકારનો અપરાધ કર્યો ન હોવા છતાં સોમલ બ્રાહ્મણે ધગધગતી અગ્નિ મૂકી હતી છતાં ગજસુકુમાર જરાપણ વિચલિત ન થતાં કાર્યોત્સર્ગમાં જ સ્થિર રહ્યા હતા. આજે તો જે કાયોત્સર્ગ કરવામાં આવે છે તેમાં જે કોઈ મચ્છર કરડી જાય તો પણ સ્થિર રહી શકાતું નથી. કાયોત્સર્ગ કરવો જરૂર. મુશ્કેલ છે. પરંતુ જે કાયેત્સર્ગ કરવાનો અભ્યાસ કરવામાં આવે છે તે સરળ પણ છે. કાયોત્સર્ગ કરવામાં આજના કેટલાક લેકે કેવા સહનશીલ રહે છે એના માટે સાંભળેલી એક ઘટના કહી સંભળાવું છું: એક ગરીબ શ્રાવક હતો. તેણે વિચાર્યું કે મારી દાનત સાફ છે પણ મને કોઈ ઉધાર આપતું નથી. આવી દશામાં કામ ચલાવવા માટે કોઈ ઉપાય કરવો જોઈએ. પાડોશમાં રહેતા શેઠ ધર્મિક છે. જ્યારે તેઓ સામાયિક કરવા બેસે ત્યારે તેમણે ગળામાં પહેરેલ કઠે ઉતારી લેવો એવો નિશ્ચય કરી, જ્યારે શેઠ સામાયિકમાં બેઠા હતા તે વખતે તે શ્રાવક શેઠની પાસે ગયો અને તેમને કહ્યું કે, શેઠ! તમે સામાયિક લીધેલ છે, આ સંસારમાં બધી ચીજો કરતાં સામાયિક ચડીયાતી છે એટલા માટે તમે તમારી સામાયિકમાં સ્થિર રહેજે, વિચલિત ન થશે. આ પ્રમાણે કહી તે શ્રાવકે શેઠના ગળામાંથી કઠો કાઢી લીધે. અહીં શેઠ પણ સામાયિકમાં સ્થિર જ બેસી રહ્યા. તેઓ કાંઈ પણ બોલ્યા નહિ તેમજ પિતાના ચિત્તને પણ વિચલિત થવા દીધું નહિ. સામાયિક પાળી શેઠ ઘેર આવ્યા. શેઠને મુનિમ વગેરે લેકેએ પૂછ્યું કે, આજે તમારો કઠે ગળામાં જોવામાં કેમ આવતું નથી ? શેઠે વિચાર્યું કે, જે હું સાચેસાચું કહી દઈશ તે તે ગરીબ શ્રાવકને લેકે હેરાન કરશે. આ પ્રમાણે વિચાર કરી શેઠે જવાબ આપો કે, ક્યાંક ને કંઠો પડી ગયો હશે! તેની તમને આટલી બધી શી ચિન્તા થાય છે ? એ સંબંધમાં તમારે કેઈએ કશી ચિન્તા કરવાની જરૂર નથી. જ્યારે આ શરીર જ મારું નથી તે પછી કઠ મારો કેવી રીતે હોઈ શકે ? જે શ્રાવક કઠે લઈ ગયો હતો તેમની દાનત સાફ હતી. અને પછી જ્યારે તેનું કામ પૂરું થઈ ગયું ત્યારે તે શ્રાવક કઠે પાછો આપવા માટે શેઠ પાસે આવ્યો. શેઠે કહ્યું કે, કંઠે મારે નથી, જ્યારે આ શરીર પણ મારું નથી તે પછી કંઠે મારે કેવી રીતે હોઈ શકે ? તે શ્રાવકે જવાબ આપ્યો કે, આ કંઠે તમારે નથી તે મારે પણ નથી; તે પછી હું એ કંઠે મારે ત્યાં કેવી રીતે રાખી શકું? આ પ્રમાણે કહી તે શ્રાવક શેઠની પાસે કઠે મૂકી ચાલ્યો ગયો. કહેવાને ભાવાર્થ એ છે કે, ઉપસર્ગને, આઘાત પડવા છતાં પણ જે કાયા વિચલિત ન થાય તે જ સાચે કાયોત્સર્ગ કર્યો છે એમ કહી શકાય. તમારે પણ કાયોત્સર્ગમાં દઢ રહેવું જોઈએ અને એમ માનવું જોઈએ કે, જ્યારે અમારા પ્રભુએ તે હમેશાને માટે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy