________________
. 1
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–૫૫ મે બોલ
૩૦૫
કે, જે પ્રમાણે કાયા મનની સાથે છે તે જ પ્રમાણે કાયા મનથી પૃથક પણ છે. કોઈ પણ આખા શરીરનું વર્ણન કરવામાં આવે તો તે શરીરનાં બધાં અંગે તેમાં આવી જાય છે પરંતુ જ્યારે શરીરના પ્રત્યેક અંગનું ભિન્નભિન્ન વર્ણન કરવામાં આવે ત્યારે તો પ્રત્યેક અંગને ભિન્નભિન્ન માનીને જ વર્ણન કરવાનું હોય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, હે ગાતમ! કાયાગુપ્તિથી જીવને સંવરને લાભ થાય છે અને સંવર થવાને કારણે આવતાં પાપકર્મને નિરોધ કરવામાં જીવાત્મા સમર્થ થાય છે. - સાધારણ રીતે કાયગુપ્તિને અર્થ કાયાની રક્ષા કરવી અર્થાત કાયાને નિશ્ચલ કરી દેવી અથવા કાયાનું મમત્વ છોડી દેવું એવો થાય છે. કાયમુતિનો આ અર્થ છે. પરંતુ અપ્રશસ્તમાંથી કાયાને બહાર કાઢી તેને પ્રશસ્તમાં પ્રવૃત્ત કરવી એ પણ કાયગુપ્તિ જ છે. પ્રશસ્ત અને અપ્રશસ્તની વ્યાખ્યા મનઃકપિત કરવી ન જોઈએ પણ શાસ્ત્રમાં તેની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેને જ સ્વીકાર કરવો જોઈએ. જે પ્રત્યેક વ્યક્તિ પ્રશસ્ત–અપ્રશસ્તની મનઃ કલ્પિત વ્યાખ્યા કરવા મંડી પડે તો એ દશામાં પ્રશસ્ત અને અપ્રશસ્તનાં અનેક રૂપ થઈ જવાને સંભવ રહે છે એટલા માટે પ્રશસ્ત અને અપ્રશસ્તની શાસ્ત્રસમ્મત વ્યાખ્યાને જ સ્વીકાર કરવો જોઈએ.
શાસ્ત્ર કહે છે કે, કાયગુપ્તિ બે પ્રકારની હોય છે. એક તે સામાન્ય અને બીજી વિશેષ. અપ્રશસ્તમાંથી કાઢી પ્રશસ્તમાં કાયાને સ્થિર કરવી એ સામાન્ય કાયગુપ્તિ છે. અને કાયગુપ્તિનાં નિયમોનું વિશેષરૂપે પાલન કરવું એ વિશેષ કાયગુપ્તિ છે. કાયગુપ્તિનું પાલન કરનારે શયન, આસન તથા વસ્તુ–સ્થાપન આદિ શાસ્ત્રસમ્મત રીતિએ જ કરવું જોઈએ. સાધુના શયન વિષે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, સાધુ માટે કાયગુપ્તિનું પાલન કરવું આવશ્યક છે એટલા માટે વિના કારણે સાધુએ નિદ્રા લેવી ન જોઈએ. જે સાધુ નિદાશીલ રહે છે તે કાયગુપ્તિનું પાલન કરી શકતા નથી. જો નિદ્રા લીધા વિના કામ ચાલી શકતું ન હોય તો જે ગીતાર્થ સાધુ હોય તેમણે એક પ્રહર અને જે અગીતાર્થ સાધુ હોય તેમણે બે પ્રહરથી વધારે સમય નિદ્રા લેવી ન જોઈએ. નિદ્રા લેવાના આ વિધાનમાં પણ અપવાદ છે. આ અપવાદનું સેવન કરવામાં ન આવે એ સારું જ છે. પરંતુ જે અપવાદનું સેવન કર્યા વિના કામ ન ચાલે તે એ દશામાં પણ શાસ્ત્રવિધિ પ્રમાણે જ નિદ્રા લઈ શકાય. વસ્તુને લેવા-મૂકવામાં તથા મલમૂત્રને ત્યાગ કરવા આદિ સંબંધમાં પણ શાસ્ત્રવિહિત નિયમોનું પાલન કરવું જોઈએ. આજ પ્રમાણે કાયગુપ્તિ કરનાર સાધુએ બેસવા આદિમાં પણ કુચેષ્ટા કરવી ન જોઈએ પરંતુ શાન્ત તથા ગંભીર થઈને બેસવું જોઈએ. સાધુની બેસવાની તથા ગમનાગમનની રીતિ ઉપરથી સાધુની પરીક્ષા થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, શ્રેણિક રાજાએ અનાથી મુનિને શાન્ત તથા ગંભીર ભાવે બેઠેલા જોવા માત્રથી જ જાણું લીધું હતું કે તેઓ મુનિ છે. આ જ પ્રમાણે મૃગાપુત્રે પણ મુનિની ચાલવાની રીતિ જેવા માત્રથી જ તે મુનિ છે એમ જાણી લીધું હતું. કહેવાનો ભાવાર્થ એટલે જ છે કે, સાધુનું ઉઠવું-બેસવું વગેરે શાસ્ત્રાનુકૂલ જ હોવું જોઈએ.