________________
૩૦૪].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ चइत्ता भारहं वासं चक्कवट्टी महिडिओ।
सान्ति सन्तिकरे लोए पत्तो गइमणुत्तरं ॥ उ० १८.. ભગવાન શાન્તિનાથ છ ખંડના સ્વામી હતા. તેમની પાસે ચૌદ રત્ન તથા નવનિધાન પણ હતાં. છતાં તેઓ જગતને શાન્તિ આપનારા તે ત્યારે જ બની શક્યા કે, જ્યારે તેમણે એ બધાંને ત્યાગ કર્યો. પૂર્વભવમાં જ્યારે ભગવાન શાતિનાથ મેઘરથ રાજા હતા ત્યારે પણ તેમણે કેવો અપૂર્વ ત્યાગ કર્યો હતો ! એક રાજા, કબુતર જેવાં સામાન્ય પક્ષીની રક્ષા માટે પોતાનો પ્રાણ આપવા તૈયાર થઈ જાય એ કે ઉચ્ચ આદર્શ છે! તેમણે આ અપૂર્વ આદર્શને ઉપસ્થિત કરવા માટે કેટલું બધું કષ્ટ સહન કર્યું હશે! આ પ્રકારનું કષ્ટ બધા લેકે સહન કરી શકે નહિ, તેમ છતાં તેમના આ કાર્યને આદર્શ માની તેમને વંદન તે બધા લોકો કરી શકે છે, અને આવા ભગવાનના શરણે પણ બધા લોકો જઈ શકે છે. પરંતુ તેમના શરણે જવા માટે ત્યાગ કરવો આવશ્યક છે. તમારામાં જેટલા પ્રમાણમાં ત્યાગભાવ હશે તેટલા પ્રમાણમાં તમે પરમેશ્વરની સમીપ પહોંચી શકશે, એટલા માટે જીવનમાં ત્યાગભાવને સ્થાન આપી પરમાત્મા શક્તિનાથના શરણે જાઓ તો તેમાં તમારું કલ્યાણ જ રહેલું છે. સમ્યકત્વ પરાક્રમ–બાલ પપ મે.
શાસ્ત્રમાં જે વાત ચાલી રહી છે તે પણ ત્યાગદ્વારા ભગવાન શાન્તિનાથના શરણે જવાની જ વાત ચાલી રહી છે. અત્યારે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ વિષે વાત ચાલી રહી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં સમસ્ત દ્વાદશાંગી વાણીને સમાવેશ થઈ જાય છે અને એટલા જ માટે તેને પ્રવચન-માતા પણ કહેવામાં આવે છે. પ્રવચન–માતાને પૂર્ણ રીતે ગુણાનુવાદ કરો એ કાંઈ સરળ કામ નથી, છતાં પ્રત્યેક વ્યક્તિ પિતાની માતાનો ગુણનુવાદ તથા ભકિતપ્રદર્શન પોતાની શક્તિ અનુસાર કરે જ છે, તે જ પ્રમાણે હું પણ યથાશક્તિ-મતિ પ્રવચન–માતાનો ગુણાનુવાદ કરવા તતર થયો છું.
ગૌતમ સ્વામીએ મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિ કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે મનગુપ્તિ તથા વચનગુપ્તિથી શો લાભ થાય છે એ વિષે જે કાંઈ કહ્યું છે તે વિષે આગળ વિવેચન કરવામાં આવ્યું છે. આજે તે કાયગુપ્તિથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે વિચાર કરવાનું છે.
બોલ પંચાવનમો. (५५) कायगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ?
અર્થાતકાયગુપ્તિથી જીવાત્માને શું લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –
कायगुत्तयाए संवरंजणयइ, संवरेणं कायगुत्ते पुणो पावासवनिराहं करेइ ॥५५॥
અર્થાત-કાયગુપ્તિ (કાયાના સંયમ)થી સંવર (પાપોનો અટકાવ) થાય છે અને પછી તે સંવરદ્વારા જીવાત્મા પાપના પ્રવાહનો નિષેધ કરી શકે છે.
કાયગુપ્તિના પાલનથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે વિચાર કરીએ તે પહેલાં મન તથા વચનની સાથે કાયા પણ રહે છે તે પછી કાયા વિષે પૃથક પ્રશ્ન શા માટે કરવામાં આવ્યો એ વિષે સમાધાન કરવું આવશ્યક છે. આ પ્રશ્નનું સમાધાન એ છે