________________
ચાતુર્માસ ] પ્રાર્થના-વિચાર.
[ ૩૦૩ કેતુમતિના આ કથનને પ્રલાદ રાજાએ માન્ય રાખ્યું. રાજા પ્રહૂલાદે એક વિશ્વાસુ અને ચતુર માણસને બોલાવીને તથા બધી હકીકત કહી સંભળાવીને કહ્યું કે, તમે અંજનાને રથમાં બેસાડી એવી જગ્યાએ મૂકી આવો કે જ્યાંથી તે પોતાની મેળે પિતાને ઘેર સરળતાપૂર્વક જઈ શકે.
અંજનાના ગર્ભ વિષે રાજા પ્રલાદ જેવા ન્યાયી રાજાએ પણ સત્યાસત્યનો નિર્ણય ન કર્યો. એનું કારણ એ જ જણાય છે કે, અંજનાનાં કર્મો બાકી હોવાને કારણે જ આમ બન્યું હશે એવું અનુમાન થાય છે. કેવા કર્મો કરવામાં આવ્યાં છે અને તે કર્મો કેવી રીતે ઉદયમાં આવીને કેવું ફળ આપે છે એ વાતને કેવલજ્ઞાન પેદા થયા વિના જાણી શકાતું નથી. આપણને તે કેવલજ્ઞાન થયું નથી એટલા માટે આપણે તે જે વાત કેવલજ્ઞાની કહી ગયા છે તે વાત ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ. વડના બીજમાં પ્રત્યક્ષરૂપે વટવૃક્ષ જોવામાં આવતું નથી, છતાં એ બીજમાં વટવૃક્ષ રહેલું છે એ વાત તો માનવી જ પડે છે. કારણ કે જે બીજમાં વૃક્ષ ન હોય તો પછી બહાર જે વૃક્ષ જેવામાં આવે છે તે વૃક્ષ ક્યાંથી પેદા થયું ? આ જ પ્રમાણે આપણે પણ કેવલજ્ઞાનીની વાત ઉપર વિશ્વાસ રાખવો જ જોઈએ.
રાજા પ્રફ્લાદે મોકલેલે માણસ અંજના પાસે આવ્યો. તે માણસે અંજનાને કહ્યું કે, રથ તૈયાર છે માટે તેમાં બેસી જાઓ. બહાર ફરવા જવા માટે રાણીએ રથ મોકલાવ્યો છે. અંજના સમજી ગઈ કે ક્યાં જવાનું છે. તેણે વસંતમાલાને બોલાવીને કહ્યું કે, મારા પ્રત્યે જે સંદેહ પેદા થયો છે તેનું જ આ પરિણામ છે. વસંતમાલાએ કહ્યું કે, સખી ! આ તો મહા અનર્થ થઈ રહ્યો છે. તમે મને આજ્ઞા આપે તે હું મહારાજા તથા મહારાણીના સંદેહને દૂર કરવાનો પ્રયત્ન કરું, પણ અંજનાએ વસંતમાલાને એ જ સલાહ આપી કે, આ સમયે કઈપણ પ્રયત્ન સફળ થઈ શકે એમ નથી. અત્યારે તો મારે સાસુસસરાની આજ્ઞાનું પાલન કરવું એ જ કર્તવ્ય છે. હવે અંજના કર્તવ્યનું પાલન કેવી રીતે કરે છે અને સંકટના સમયમાં પણ તે ધીરતાનો કે પરિચય આપે છે એ વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન : સંવત ૧૯૯૬ ભાદરવા વદ ૨ શનિવાર
પ્રાર્થના “વિશ્વસેન” નૃપ “અચલા” પટરાનીજી, તસુ સુત કુલ-સિણગાર હે, સુભાગી જન્મતાં શાંતિ કરી નિજ દેશમેં, મૃગી માર નિવાર હે, સુભાગી;
શાન્તિ જિનેશ્વર સાહબ સેલમાં ૧ શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન શાન્તિનાથ શાન્તિદાતા છે એ આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે. ભગવાન શાન્તિનાથ વિશ્વને શાંતિ આપનારા કેવી રીતે બની શક્યા એ વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે