________________
૩૦૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
અમદાવાદ તમારું મુખ પણ જતો નથી તે પછી તમે ગર્ભવતી કેવીરીતે થયા? તમે કાળું કર્મ કરી કુળને કલંકિત કર્યું છે. હું તે અત્યાર સુધી એમ જ સમજતી હતી કે, મારા પુત્રને બધા દોષ છે કે તેણે આવી સરળ વહુને પણ ત્યાગ કર્યો છે, પરંતુ હવે મને ખબર પડી ગઈ કે તમારાં લક્ષણ પણ કેવાં છે?
સાસુનું કથન સાંભળી અંજના સમજી ગઈ કે, સાસુને આજે મારી ઉપર સદેહ પેદા થયો છે. અંજનાએ સાસુને સંદેહ દૂર કરવા માટે કહ્યું કે, તમે મને માફ કરે અને મારી ઉપર વિશ્વાસ રાખે. તમે જે કેધ કરી રહ્યા છો તે અસ્થાને છે, કારણ કે મારા પેટમાં જે ગર્ભ છે તે બીજા કેઈને નહિ પણ તમારા પુત્રનો જ છે. તમારા પુત્ર વિદ્યાના બળથી રાતના સમયે ઘેર આવ્યા હતા. એને માટે આ મારી દાસી સાક્ષીભૂત છે અને તમારા પુત્રે મને આપેલી વીંટી પણ સાક્ષીભૂત છે. આમ છતાં પણ જે તમારે સદેહ દૂર થતો ન હોય તે તમારા પુત્રને આવવા દે અને આવે ત્યારે તેમને પૂછીને તમારે સદેહ દૂર કરશો.
અંજનાનું કથન સાંભળી કેતુમતિએ કહ્યું કે, આ દાસી છે તારી જ છે એટલા માટે તે તારે પક્ષ ખેંચે એ સ્વાભાવિક છે અને મારા પુત્રની આ વીંટી તે તમને કદાચ મળી ગઈ હશે. આવી અવસ્થામાં ખરી સાક્ષીના અભાવે તમારા ઉપર વિશ્વાસ કરી શકાય નહિ. તમે દુરાચારનું સેવન કર્યું હોય એમ મને જણાય છે. આખા નગરમાં આ વિષે ચર્ચા ચાલી રહી છે. આવી દશામાં તેમને રાજકુમાર ઘેર આવે ત્યાં સુધી રાખી કેમ શકાય? વળી કુળને કલંકિત કરનારી સ્ત્રીને ઘરમાં રાખીને કુળને શું વધારે ખરાબ કરવું છે?
આ પ્રમાણે કેતુમતિ અંજના ઉપર ખૂબ ફદ્ધ થઈ. અંજનાએ વિચાર્યું કે, હવે સાસુના સન્ડેહને દૂર કરે તે મારાથી શક્ય નથી એટલા માટે તેમને અત્યારે વધારે કાંઈ કહેવું વ્યર્થ છે. આ પ્રમાણે વિચાર કરી અંજના ચૂપ થઈ ગઈ. અંજનાને ચૂપ થએલી જોઈ તુમતિને વધારે સંદેહ પેદા થયો કે, આ ગર્ભ મારા પુત્રને નથી. અંજના ખોટું બોલી પિતાનું પાપ છુપાવે છે. કેતુમતિએ કૃદ્ધ થઈ અંજનાને ઘર બહાર નીકળી જવાનું કહી પોતે રાજા પ્રહલાદની પાસે ગઈ. સ્ત્રીઓના બહેકાવાથી આવેશમાં આવી જઈ પુરુષો કેવા અન્યાય કરી નાંખે છે એનાં અનેક ઉદાહરણો ઇતિહાસના પાને નોંધાએલાં છે.
કેતુમતિએ રાજા પ્રફુલાદને અંજના સંબંધી બધી હકીકત સંભળાવીને કહ્યું કે, વહુએ નિષ્કલંક કુળને કલંક્તિ કર્યું છે. આવી કુલટા વહુને ઘરમાં રાખવાથી કુળને કલંક પણ લાગે છે અને જનતામાં દુરાચારનો પ્રચાર થાય છે એટલા માટે તેને ઘરમાંથી કાઢી મૂકવી એજ
ગ્ય છે. આ પ્રમાણે કેતુમતિએ રાજા પ્રલાદનાં કાન ભંભેર્યા. રાજા પ્રલાદને માટે ઉચિત તે એજ હતું કે, તે સત્યાસત્યનો નિષ્પક્ષ દૃષ્ટિએ નિર્ણય કરે, પરંતુ તેમણે એમ ન કરતાં કેતુમતિને કહ્યું કે, જે ખરેખર આમ જ છે તે આપણે શું કરવું જોઈએ ? કેતુમતિએ જવાબ આપ્યો કે, અત્યારે તે અંજનાને આપણું ઘરમાંથી કાઢી મૂકી તેના પિતાને ઘેર મોકલી દેવી એજ યોગ્ય છે. અંજનાની સાથે કોઈ ચાલાક માણસને મોકલવો કે જે અંજનાને એવા સ્થાને મૂકી આવે કે જ્યાં અંજના પિતાની મેળે એકલી પિયર જઈ . શકે. આ પ્રમાણે કરવાથી આપણું કુળને કલંક પણ નહિ લાગે અને રાજ્યમાં દુરાચાર ફેલાવા પણ નહિ પામે.