________________
ચાતુર્માસ
સતી અંજના ચરિત્ર-૧૦
[ ૩૦૧
આ પ્રમાણે પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાર્તાલાપ થયેા. બાદ બન્ને ખૂબ આનંદપૂર્વીક પરસ્પર મળ્યા અને લાંખી રાત સુધી એકાન્તમાં રહ્યા. જ્યારે થાડી રાત બાકી રહી અને રાત્રિ પૂરી થવાના તથા સવાર થવાને સમય જાણી પ્રહસ્તે પવનકુમારને કહ્યું કે, મિત્ર! ચાલા, સવાર થવા આવ્યું છે અને રાત્રિ થાડી જ બાકી રહી છે. આપણે આપણું ધ્યેય ભૂલી જવું ન જોઇએ. મિત્રનું કથન સાંભળી પવનકુમાર જવા માટે તૈયાર થયા ત્યારે અંજનાએ હાથ જોડી પતિદેવને કહ્યું કે, નાથ ! આજના સમાગમના ફળ સ્વરૂપ જો મારા પેટમાં ગ રહી ગયેા હાય અને સંતાનને જન્મ થાય તે એ સંતાન આપનું જ છે એની સાક્ષી કાણુ આપશે ? આ વિષયની સાક્ષી આપ્યા વિના આપ ચાલ્યા જાએ તે। મારે અને એ સંતાનને કષ્ટમાં પડવું પડે એવા સંભવ રહે છે. એટલા માટે આપે અત્રે પધારવાની કૃપા કરી છે તેજ પ્રમાણે આ વિષયની સાક્ષી આપવાની કૃપા કરો.
અંજનાના આ કથનના ઉત્તરમાં પવનકુમારે કહ્યું કે તમારું કહેવું બરાબર છે, પરંતુ જો હું અત્રે આવવાની હકીકત બહાર પાડું તે લેાકા મારી નિંદા કરે એવા ભય રહે છે. અને જો હું કાંઇ સાક્ષી આપતા નથી તે। તારે સંકટમાં પડવું પડે તેમ છે. આવી અવસ્થામાં મારી નિંદા ન થાય અને તારે સંકટમાં પડવું ન પડે એટલા માટે હું મારી આ વીંટી સાક્ષીરૂપે આપું છું. આવશ્યકતા પડે તે મારી આ વીંટીને સાક્ષીરૂપે બતાવજે.
ભાવિવશાત્ અંજનાએ પણ પવનકુમારના કથનનેા સ્વીકાર કરી સાક્ષીરૂપે વીંટી લઇ લીધી. વીંટી આપ્યા બાદ પવનકુમાર તે અંજનાની વિદાય લઈ પ્રહસ્તની સાથે રાતેારાત વિમાનમાં બેસી પેાતાના મુકામ ઉપર આવી ગયા.
અંજના ગર્ભવતી થઇ. અંજના ગવતી છે એ જાણી લેાકા પરસ્પર વાતો કરવા લાગ્યા કે, રાજકુમારે તેા અંજનાને ત્યાગ કર્યાં છે તેા પછી અંજના ગર્ભાવતી કેવીરીતે થઇ? વળી રાજકુમાર તેા યુદ્ધમાં ગયા છે એટલા માટે નિશ્ચિતરૂપે તેણે દુરાચાર સેવ્યો હશે. આ જનપ્રવાદ અંજનાની સાસુ કેતુમતિના કાને પણ સાંભળવામાં આવ્યા. કુતુમતિએ પહેલાં તે। કહ્યું કે, મારી વહુ એવી નથી, એ તે બહુ જ સુશીલા છે. પરંતુ જ્યારે ખીજી સ્ત્રીઓએ ખાત્રીપૂર્વક કહ્યું કે, વાસ્તવમાં ના ગર્ભાવતી છે ત્યારે કેતુમતિએ કહ્યું કે, હું હમણાંજ વહુને ખેલાવું છું અને તેને બધી વાત પૂષુ છું.
કેતુમતિએ અંજનાને ખેાલાવવા માટે એક દાસી મેાકલી. સાસુએ પેાતાને ખેલાવી છે એ સમાચાર સાંભળી અંજના પ્રથમ તેા પ્રસન્ન થઈ કે, સાસુએ આજે પેાતાને ખેાલાવી છે એ મારા માટે સદ્દભાગ્યના વિષય છે, પણ સાથે સાથે તેને એ પણ વિચાર આવ્યેા કે, આજે સાસુએ પેાતાને અચાનક જ ખાલાવેલ છે તેથી ખેલાવવામાં કાઈ વિશેષ કારણ હોવુ જોઇએ ! અજના વિચારશીલ તેમજ ધૈ`વતી હતી એટલા માટે તેણે વિચાર્યું કે, હું સાચી છું તે મારે ભય શા માટે પામવા જોઇએ ? સત્યને કાઈ દિવસ આંચ આવતી નથી. એટલા માટે મારે સાસુની પાસે જવામાં કાઇ પ્રકારના ભય કે સ`કાચ રાખવે જોઇએ નહિ. આ પ્રમાણે ધૈર્ય ધારણ કરી અજના સાસુની પાસે ગઈ અને તેમને પગે લાગી નીચે બેસી ગઇ. અજનાને જોતાં જ કેતુતિએ જાણી લીધું કે અજના ગર્ભાવતી છે, કેતુમતિએ ક્રોધપૂર્ણાંક અજનાને કહ્યું કે, વહુ તમે આ કાળુંકામ શું કર્યું? મારા પુત્ર