SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આજ દિવસ સુધી આજ વિશ્વાસને આધારે જીવિત રહી છું અને એજ વિશ્વાસ રાખવાને કારણે આજે મને આપના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અંજનાએ સંકટના સમયે પણ પિતાના ધર્મની રક્ષા કરી તે આખરે તેની પણ રક્ષા થઈ. જેઓ ધર્મની રક્ષા કરે છે, તેમની ધર્મ રક્ષા કરે છે. કહ્યું પણ છે કે, ધર્મ gવ હતો તિ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ ! અર્થાત-જે ધર્મને નાશ કરે છે, ધર્મ તેનો નાશ કરે છે અને ધર્મની જે રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ પ્રમાણે ધર્મ ઉપર વિશ્વાસ રાખી ધર્મનું બરાબર પાલન કરવામાં આવે તો અવશ્ય કલ્યાણ થાય છે. ધર્મ એ તે કલ્યાણમંદિરનું પહેલું પગથિયું છે. અંજનાએ આગળ કહ્યું કે, મારી માતાએ મને નમ્ર રહેવાનો પણ મંત્ર શીખવ્યું છે. બીજાના હૃદયને જીતવાની ચાવી નમ્રતા છે. પતિની આગળ નમ્ર રહેવું અને બીજાની સામે કઠેર રહેવું એ સ્ત્રી ધર્મ છે. હું તમારી આગળ કેવી નમ્ર છું અને બીજાની સામે કેવી કઠેર છું એ વાત તો તમે પ્રત્યક્ષ જોઈ શક્યા છે. આ પ્રમાણે હું વ્યવહાર કરી રહી છું. અંજનાની માતાએ પતિને વશ કરવાના તથા તેમના શરણે જવાના જે ઉપાય બતાવ્યાં છે તેજ ઉપ પરમાત્માને વશ કરવાના તથા તેમના શરણે જવાના પણ છે. જે તમે પરમાત્માના શરણે જવા ચાહતા હો તે આ ઉપાયો ઉપર ધ્યાન આપો અને જે કામ તમને પિતાને અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે તે કામ તમે બીજાને માટે કરે નહિ. તમને પોતાને હિંસા, અસત્ય, ચોરી આદિ પ્રિય લાગતાં નથી એટલા માટે બીજાની સાથે પણ એને વ્યવહાર કરે નહિ. આ સિવાય જેમને શરણે આપણે જવા ચાહિએ છીએ તેમના પ્રત્યે વિનમ્ર રહેવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય બહુ કઠોર તેમજ બહુ નમ્ર રહેવું ન જોઈએ પણ બીકાનેરી સાકરની માફક રહેવું જોઈએ. બીકાનેરી સાકરને જે મોઢામાં રાખવામાં આવે છે તે ઓગળી જઈ મીઠાશ આપે છે પણ જે તેને બીજાને મારવામાં ઉપયોગ કરવામાં આવે છે તે પત્થરની માફક સખ્ત આઘાત પહોંચાડે છે. આ જ પ્રમાણે જે ધર્મ પ્રતિ નમ્રતા અને પાપ પ્રતિ કઠોરતાને વ્યવહાર કરે છે તે જ ધર્મનું બરાબર પાલન કરી શકે છે અને પાપથી બચી શકે છે. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહેતા હતા કે ધર્મ અને ધન બન્નેય રહે તે તો વાત જુદી છે, પરંતુ કદાચ ધર્મ અને ધન બન્નેમાંથી કેઇ એકનો ત્યાગ કરવાનો વખત આવે છે, ત્યારે ધનના ભોગે પણ ધર્મની રક્ષા કરવી જોઈએ. પરંતુ લેકે ધનને માટે ધર્મને ત્યાગ કરી દે છે. આનું પરિણામ એ આવે છે કે, ધન પણ જાય છે અને ધર્મ પણ જાય છે. અંજનાનું કથન સાંભળી પવનકુમાર તેમની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે, પ્રિયે ! તારી ધર્મદ્રઢતા ખરેખર પ્રશંસનીય તેમજ આદરણીય છે. આ પ્રકારની ધમકતા તારી માફક મારી પણ પરમાત્મા પ્રત્યે થાય તે મારું પણ કલ્યાણ થઈ જાય અને તારું પણ કલ્યાણ થઈ જાય ! હું અત્યાર સુધી તેને બરાબર ઓળખી શક્યો નહતો પરંતુ ચક્રવાકીની પ્રેરણાથી આજે હું તને આખરે ઓળખી શક એ મારા માટે અત્યાનંદને વિષય છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy