SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૧૦ [ ૨૯૯ માનવાની શિક્ષા આપેલ છે. મારી માતાએ મને પતિદેવની સેવા કરવાનો આજ મંત્ર શીખવ્યો છે. આજના લેકે બીજાને વશમાં રાખવા માટે મંત્ર-જંત્ર શીખવા માટે તૈયાર રહે છે, પણ પોતે બીજાના વશમાં રહી બીજાને પોતાના વશમાં કરવાનો મંત્ર શીખતા નથી. જે આપણે બીજાને વશમાં કરવા ચાહતા હેઈએ તે એને સરળ ઉપાય એજ છે કે, આપણે પિતે બીજાના વશમાં રહેતાં શીખીએ. અંજના કહે છે કે, મારી માતાએ પતિને વશ કરવાની બીજી એ શિક્ષા આપી છે કે - सानुकूल्यस्य संकल्पः प्रातिकूल्यस्य वर्जनम् । रक्षिष्यतीति विश्वासो गोप्तृत्वं वरणं तथा आत्मनिक्षेपः कार्पण्यं षड्विद्याः शरणागताः ॥ આનો અર્થ એ છે કે, જો તું પતિના શરણે રહેવા ચાહે છે અને પતિને વશમાં રાખવા ચાહે છે તો તારે છ વાતોને જીવનમાં સ્થાન આપવું જોઈએ. સર્વ પ્રથમ તે પતિને જે અનુકૂલ હોય તે કરવાનો સંકલ્પ કરવો અને બીજાની પ્રતિ જે પ્રતિકૂલ હોય તેને ત્યાગ કરવો, પતિને આત્મ સમર્પણ કરવું, પતિની રક્ષા કરવી, અને પતિની સમક્ષ દીનતા રાખવી. આ છ વાતોનું પાલન કરવાથી પતિને જ નહિ પણ પરમાત્માને પણ વશ કરી શકાય છે એમ મારી માતાએ મને કહ્યું છે. ભક્તજનો પરમાત્માને કેવી રીતે વશ કરવા અને તેમના શરણે કેવી રીતે રહેવું એને માટે પતિવ્રતા સ્ત્રીનું જ ઉદાહરણ આપ્યા કરે છે. એટલા માટે સ્ત્રીઓએ આ ઉપાદ્રારા પિતાના પતિના શરણે જવું જોઈએ અથવા તેમને પિતાના વશમાં કરવા જોઈએ. વિવાહના સમયે પતિ-પત્ની એવો સંકલ્પ કરે છે કે પતિને માટે બધી સ્ત્રીઓ માતા બહેન સમાન છે અને પત્ની માટે બધા પુરુષો ભાઈ અથવા પિતા સમાન છે. આ પ્રકારનો આજે પણ સંકલ્પ કરવામાં આવે છે, પરંતુ તે સંક૯૫નું બરાબર પાલન થતું હોય એમ જોવામાં આવતું નથી. આજે તે પવિત્ર સંકલ્પ કરવો એ કેવળ રૂઢિ થઈ ગઈ છે. અંજના કહે છે કે, તમે જ્યારે મને દર્શન દેતા ન હતા ત્યારે પણ હું એમજ વિચારતી હતી કે, જે પ્રમાણે મેં સંકલ્પ કર્યો છે તે જ પ્રમાણે તમે પણ સંકલ્પ કર્યો છે. વિવાહના સમયે કરવામાં આવેલા પવિત્ર સંકલ્પનું બરાબર પાલન કરવું એ પતિ-પત્ની–બનેનું કર્તવ્ય છે. મારું એ સાધારણું કર્તવ્ય છે કે જે તમને અનુકૂળ હોય તે કામ કરવું અને તમને જે અનુકૂલ ન હોય તે કામ ન કરવું. તમે જે મને પીયર જવાનું કહ્યું હતું તે તો હું પીયર જઈ શકતી હતી પરંતુ જ્યારે તમે ત્યાં જવા વિષે કાંઈ કહ્યું નહિ એવી અવસ્થામાં હું પીયર કેવી રીતે જઈ શકું ? જે બારી વાટે હું તમારા દર્શન કર્યા કરતી તે બારી પણ તમે બંધ કરાવી દીધી હતી ત્યારે પણ હું એમજ વિચારતી હતી કે, જ્યારે મારા પતિદેવ મારા હદય-મંદિરમાં જ બીરાજે છે તો પછી મારે તેમના દર્શન કરવાની શી જરૂર છે? તમે જે કાંઈ કર્યું છે તે ઠીક જ કર્યું છે. હું તો મનમાં એજ વિચારું છું કે, જે પાવન અર્થાત પવિત્ર કરે તે જ સાચા પતિ છે. મને એ વાતનો વિશ્વાસ છે કે, મારી રક્ષા તમેજ કરશે. તમે મારા શરીરને ભલે તિરસ્કાર કરે પણ તમે મારા ધર્મની તે રક્ષા કરશે જ. હું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy