________________
૨૯૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અમદાવાદ
અધિકાર ઘણીવાર સાંભળ્યો હશે પરંતુ ધર્મોપદેશ સાંભળવા છતાં પણ જે તમારા હૃદયમાં દયા ભાવના ન પ્રગટે તે એ દશામાં તમે દયાધમ છે અથવા તમે ધર્મોપદેશ સાંભળ્યો છે એમ કહી શકાય? તે હાથીએ પણ પોતાની શક્તિને ઉપયોગ દયામાં કર્યો તે શું તમે વિવેકશીલ મનુષ્ય થઈને કેવળ મોજમઝામાં જ તમારી શક્તિને ઉપયોગ કરશે ? એક વાતને તમે હૃદયમાં કતરી રાખશે કે, સંસારની બધી વસ્તુઓ નાશવંત છે કેવળ એક આત્મા જ અવિનાશી છે. એટલા માટે નાશવંત વસ્તુને માટે અવિનાશી આત્માને ભૂલી ન જાઓ. દયા એ આત્માનો ધર્મ છે અને તમે દયાધમ છે એટલા માટે તમારા હૃદયમાં દયા ભાવના વિશેષ રૂપે હોવી જોઈએ.
આજે સમાજમાં કેટલા સહધર્મીઓ દુખી છે તેને તમે વિચાર કર્યો છે? એ દુઃખી સહધર્મીઓને આશ્રય આપવો એ તમારું કર્તવ્ય છે. ધર્મ રક્ષાની દૃષ્ટિએ સહધર્મએને સહકાર આપવો આવશ્યક છે. જે ધર્મમાં લેકેને રેટી–બેટીને આશ્રય મળતો નથી તે ધર્મ વધારે સમય સુધી ટકી શકતું નથી. પરંતુ તમે લોકોએ તે કેવળ રૂઢિ પકડી રાખી છે. જો તમે આખા સમાજને એકદમ સુધારી ન શકે તે સર્વ પ્રથમ તમે તો સુધરવાને પ્રયત્ન કરે. જે વ્યક્તિ સુધરશે તે કોઈ દિવસે સમાજ પણ અવશ્ય સુધરશે. એટલા માટે કલ્યાણના માર્ગે પ્રસ્થાન કરવા સર્વ પ્રથમ તમારા આત્માને સુધારે. અને આત્મસુધાર કરવા માટે હૃદયમાં દયાને સ્થાન આપે. દયા એ તે આત્મસુધાર કરવાની ચાવી છે. હવે દયા બે પ્રકારની છે, અહિંસારૂપ દયા અને સંયમરૂપ દયા. જો કે એક દૃષ્ટિએ જોતાં અહિંસા અને સંયમ એક સમાન છે. પરંતુ તેમાં થેડી ભિન્નતા છે. હિંસાનો ત્યાગ કરે તે અહિંસા છે અને જીવોની રક્ષા કરવી એ સંયમ છે. આ પ્રમાણે અહિંસા અને સંયમરૂપ દયાને તમે જીવનમાં સ્થાન આપો અને જે પ્રમાણે તમે દ્રવ્યહિંસાનો ત્યાગ કર્યો છે તે જ પ્રમાણે ભાવ હિંસાને પણ ત્યાગ કરે તો તેમાં કલ્યાણ જ છે. હવે આત્મકલ્યાણ કેવી રીતે સાધી શકાય એ વાત સતી અંજનાની ચરિત્ર કથા દ્વારા સમજાવું છું – સતી અંજના ચરિત્ર–૧૯
અંજનાને જ્યારે પાકી ખાત્રી થઈ કે, દરવાજાને ખખડાવનાર પવનકુમાર તથા તેમના મિત્ર પ્રહસ્ત જ છે ત્યારે તેણે દ્વાર ખોલ્યું. પવનકુમાર અંદર આવ્યા. અંજનાએ તેમને વંદન કરી કહ્યું કે, આજે આપે મારા ઉપર ઘણું કૃપા કરી છે. મારા જેવી દુર્ભાગી અને તમારા જેવા દયાળુ બીજું કેણ હશે? હું ઘણું અપરાધિની છું. મારે અપરાધ માફ કરે.
અંજનાએ તે અપરાધ કર્યો નહતો. ખરી રીતે પવનકુમારે જ અપરાધ કર્યો હતો. છતાં અંજના પિતાને અપરાધ માની રહી છે! મનુષ્યદ્વારા પ્રાયઃ એવી ભૂલ થાય છે કે તેઓ બીજાને અપરાધ માને છે, પણ પિતાને અપરાધ તેને બદલે જે માનવામાં આવે તે કઈ પ્રકારને ઝગડે જ રહેવા ન પામે અને ઝગડાને કારણે કેટમાં પણ જવું ન પડે.
અંજના પિતાને અપરાધ માની પવનકુમાર પાસે ક્ષમા માંગવા લાગી. પવનકુમાર અંજનાની આ નમ્રતા જોઈ ઘણું જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, અપરાધ મારે છે કે તમારે? અંજનાએ જવાબ આપે કે, મારી માતાએ મને પોતાનો જ અપરાધ