________________
જાન નરા. - ૧૦
કd R) ; ચાતુર્માસ] પ્રાર્થના વિચાર
[ ૨૯૭ છે. એટલા માટે તમારા હૃદયમાં કોઈ પ્રકારના ભયને સ્થાન ન આપતાં એમ વિચારે કે, જગતમાં જેને દુઃખ કહેવામાં આવે છે તે દુઃખ તે પરમાત્મા તરફ જવાની વિશેષ પ્રેરણા કરે છે. જે આ સંસારમાં દુઃખ જ ન હોય તે મુનિ-મહાત્માઓ સંસારનો ત્યાગ કરી સંયમને સ્વીકાર શા માટે કરત? દ્વારકાનો નાશ થઈ જશે એ સમાચાર સાંભળી કેટલા બધા લોકોએ ભગવાન અરિષ્ટનેમીની પાસે સંયમ ધારણ કર્યો હતો. તે સમયે શ્રી કૃષ્ણ પણ એવી ઘેષણ કરાવી હતી કે, આ દ્વારકાને નાશ થઈ જશે એટલા માટે જેમને સંયમ લેવો હોય તેમને મારી આજ્ઞા છે. આ પ્રમાણે દુઃખ કે સંકટ પરમાત્માના શરણે જવાની પ્રેરણ કરે છે. આમ હોવા છતાં જે કાઈ પરમાત્માના શરણે ન જતાં પિતાની મેળે સંકલ્પ-વિકલ્પથી પિતાનાં દુઃખમાં વૃદ્ધિ કરે તો તેમાં બીજો કોઈ શું કરે? જે લેકે ધર્મનું સ્વરૂપ જાણે છે તેઓ તે આવી વિકટ સ્થિતિમાં પરમાત્માના શરણે જવામાં જ પિતાનું કલ્યાણ માને છે. ધર્મને જાણવાનું ફળ પણ એ જ છે.
કહેવાનો આશય એ છે કે, જે પરમાત્મા સૂક્ષ્મ તથા સમીપ છે તેમનું શરણ સ્વીકારો. જે સુક્ષ્મ હોય છે તે સમીપ જ હોય છે. આમ છતાં લેકે પરમાત્માને દૂર માને છે એ તેમની ભૂલ છે. જે પ્રમાણે મૂર્ખ માણસ અરીસામાં જોવામાં આવતા પિતાના મુખને તે સમીપ માને છે, પણ જેનું પ્રતિબિંબ અરીસામાં પડે છે તે વાસ્તવિક મુખને દૂર માને છે, તે જ પ્રમાણે લેકે પરમાત્મા અત્યંત સમીપ હોવા છતાં તેને દૂર માને છે. જોકે અરીસામાં મુખદર્શન કરે છે. પણ વાસ્તવમાં મુખદર્શન કરવાથી લાભ થતું નથી. જો હૃદયનું દર્શન કરવામાં આવે તે આત્માને લાભ થાય. મુખદર્શન કરવા કરતાં હૃદયનું દર્શન કરવું એ જ
ગ્ય છે. શાસ્ત્રમાં સાધુઓ માટે સ્પષ્ટ કહ્યું છે કે, અરીસામાં મુખ ન જુઓ પરંતુ તમારા આત્માને જુઓ. ભકતજને પણ આત્મદર્શન કરવા માટે જ કહે છે કે –
મુખડા ક્યા દેખે દર્પણમેં, તેરે દયા ધર્મ નહીં મનમેં. પગિયા બધે પેચ સવારે કુલે ગોરે તનમેં
ધન જોબન હૂંગર કા પાની હલક જાય એક છણ મેં મુખડાટ ભક્તજનો કહે છે કે, દર્પણ તે કેવળ મુખ ઉપરને જ વિકાર બતાવી શકે છે પરંતુ તમારા હૃદયને જુઓ કે તેમાં વિકાર છે કે દયા? જેમના હૃદયમાં દયા હશે તેમને વ્યવહાર પણ દયાપૂર્ણ હશે. માતાના હૃદયમાં બાળક પ્રતિ દયા હોય છે એટલા માટે જો તેના બાળકને કોઈ મારવા લાગે તે શું તે ચૂપચાપ જોતી રહેશે નહિ. આજ પ્રમાણે જેમના હૃદયમાં દયાભાવના હશે તેઓ દુઃખીઓનાં દુઃખ જોઈ ચૂપચાપ બેસી રહેશે નહિ. સાચો દયાધમ તે બીજાનાં દુઃખ દૂર કરવામાં જ તત્પર રહેશે. મેઘકુમારે હાથીના ભવમાં કેવી દયા કરી હતી ? તેણે દાવાનળથી બચવા માટે પોતે બનાવેલ મંડલમાં વિરોધી જીવોને પણ આવવા દીધા હતા. તે મનમાં ધારત તે પિતાના મંડલમાંથી છેવોને બહાર કાઢી શકતો હતો પરંતુ તેના હૃદયમાં દયાભાવના હોવાને કારણે તેણે એ જ વિચાર્યું કે, જે પ્રાણીઓ દુઃખના કારણે શરણે આવ્યા છે તે શરણાગત જીવોને હું કેવી રીતે બહાર કાઢી શકું? આ કારણે તેણે પોતે તો કષ્ટ સહન કર્યું પરંતુ મંડલમાં આવેલા જીવોને કઈ પ્રકારનું કષ્ટ આપ્યું નહિ તેમ તેમની ઉપર ક્રોધ પણ કર્યો નહિ. તમે લેકેએ શાસ્ત્રમાં મેઘકુમારને
૩૮