________________
• ૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
જરાપણ સંકુચિતતા નથી. પરમાત્માના ચરણ રૂપી મંદિરમાં પાપાત્મા પણ શરણ લઈ શકે છે, અને પવિત્રાત્મા પણ શરણ લઈ શકે છે. ગમે તેવા પાપાત્મા પણ જો તે પરમાત્માના શરણે જાય તેા પરમાત્મા તેને ત્યાગ કરી દેતા નથી. જે સાચા મનથી પરમાત્માના શરણે જાય છે તેને પરમાત્મા ત્યાગ કરતા નથી, પરંતુ જે વ્યક્તિ ઢાંગ કરી `પરમાત્માના શરણે જાય છે તેને પરમાત્મા પોતાના શરણમાં રાખતા નથી. પરમાત્માની આગળ જરાપણુ ઢાંગ ચાલી શકતા નથી. એટલા માટે વિશુદ્ધ ભાવે પરમાત્માના શરણે જવું જોઇએ.
જ્યારે ભગવાનનાં ચરણુ પણ મંગલપ્રદ છે, તે ભગવાનનું શરીર કેવું મગલપ્રદ હશે! પરંતુ પરમાત્માનાં ચરણ કે તેમનું શરીર સ્થૂલ નથી પરંતુ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડતી નથી. જે પવન તમને ધેર શ્વાસ આપતા હતા તે જ પવન અહીં પણ શ્વાસ આપે છે અને એ શ્વાસ લેવામાં કાઇ પ્રકારની મુશ્કેલી પણ પડતી નથી. જ્યારે પવનની પ્રાપ્તિમાં પણ મુશ્કેલી પડતી નથી તેા પછી જે પરમાત્મા પવનથી પણ સૂક્ષ્મ છે તેમને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી કેવી રીતે હોઈ શકે ? સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાત્માનું શરણુ સરળતાપૂર્વક જ સ્વીકારી શકાય છે. પરંતુ પરમાત્માનું શરણુ નિષ્કપટભાવે સ્વીકારવું જોઇએ. જે વ્યક્તિ, મનમાં જરાપણુ કપટભાવ રાખ્યાવિના પરમાત્માના શરણે જાય છે તેનું અમંગલ થતું નથી પણ મંગલ-કલ્યાણુ જ થાય છે.
યુરેાપમાં જે યુદ્ધ થઈ રહ્યું છે તે યુદ્ધને કારણે અનેક લેાકાના હ્રદયમાં ભય પેદા થવા પામ્યા છે. પરંતુ જેએ પરમાત્માના સાચા ભક્ત છે તેમને કાઈ પ્રકારના ભય રહેતા નથી. ભક્તો એ વાત સારી રીતે જાણે છે કે સંસારમાં કલેશ-કંકાસ ચાલ્યા જ કરે છે. અને તેથી જો આપણે ક્લેશ-કંકાસથી દૂર રહેવા ચાહતા હાઈએ તે સ’સારથી નિલે`પ રહી પરમાત્માના શરણે જવું જોઈએ. ભકતા ઉપર ગમે તેવાં સંકટા પડે છતાં તે ભય પામતા નથી. શેઠે સુદર્શન ઉપર અર્જુનમાલીએ મારવા માટે મુલ્ગર ઉપાડયું હતું પણ શું સુદર્શોન તેનાથી ડરી ગયા હતા ? તે મનમાં વિચારતા હતા કે, આત્મા અને શરીર અત્યારે એકમેક થઇ રહ્યા છે પણ તેથી શું થયું ? વાસ્તવમાં તે તે બન્ને ભિન્ન ભિન્ન છે. જો આ અર્જુનમાલી મારા આત્માને તથા શરીરને ભિન્ન ભિન્ન કરી નાંખે તે એથી મારી શી હાનિ થવાની છે? હું તે અજર અમર છું અને આ શરીર તે નાશવાન છે. તેા પછી મારા શરીરને મારવા માટે આ માલી તૈયાર થયા છે તે તેમાં મારે ભય પામવાની કે દુ:ખ માનવાની શી જરૂર છે? આ વિચારને કારણે જ સુદન ભય પામ્યા ન હતા. તમે પણ આ ઉદાહરણને દિષ્ટ સમક્ષ રાખી તમારા આત્માને ભયભીત બનાવે નહિ, પણ એમ વિચાર। કે, જ્યારે હું પરમાત્માના શરણે ગયા છું તેા પછી મારે કાઇને પણ ભય રાખવાની જરૂર નથી.
•
જ્ઞાનીજને કાઈપણ સમયે ગભરાતા નથી તેમ ભય પણ પામતા નથી. તેઓ તે એમ જ વિચારે છે કે, મૈં ગાને સંસારે અમૃતમય ાિ વિષમય ? અર્થાત્ આ સંસાર કેવેા છે ? અમૃતમય છે કે વિષમય છે તેની કાંઈ ખબર પડતી નથી. સંસારને એકસરખા કાઈ બનાવી શકયુ નથી. યુદ્ધથી ફ્રાઈ ભય પામે છે તેા કા પ્રસન્ન પણ થાય છે. સંસારના એવા રીવાજ જ