________________
ચાતુર્માસ ]
પ્રાર્થના–વિચાર.
[ ૨૯૫
અનન્ત કહેવાય છે. ભગવાનને અન્ત કેવી રીતે નથી એ વિષે આ પ્રાર્થનામાં જ કહ્યું છે કેઃ
મન બુદ્ધિ વાણી તેા ભણી, પહુંચે નહીં લગાર; સાખી લેાકાલેાક કા, નિર્વિકલ્પ નિર્વિકાર.
અર્થાત્—મન, વાણી તથા બુદ્ધિ પણ જેના અન્તને પામી શકતાં નથી એવા પરમાત્મા છે. મન, બુદ્ધિ તથા વાણીથી પરમાત્મા અગમ્ય તેમજ અગાચર છે. જે વસ્તુ મન, બુદ્ધિ તથા વાણીદ્વારા સમજવામાં આવતી નથી તે વસ્તુ શ્રાદ્વારા જ જાણી શકાય છે. એટલા માટે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી તેમના શરણે જાએ. પરમાત્મા મગલકારી છે, અને જો તમે મોંગલ ચાહતા હૈ। તે મંગલકારી પરમાત્માના શરણે જામે.
જે લાફ઼્રા મોંગલ અને શાન્તિ ચાહે છે તે લેાકેાએ અમગલ અને અશાન્તિના સ્થાનને પરિત્યાગ કરી મંગલ અને શાન્તિના સ્થાને જવું જોઇએ. કાઈ મકાનમાં આગ લાગી હોય તા એ આગથી બચવા માટે જ્યાં અગ્નિ ન હેાય તેવા સ્થાને જવું જોઇએ. ભક્તજને પણ આ સંસારને અગ્નિથી આક્રાન્ત માને છે અને કહે છે કેઃ~~
સાતા.
भंते लोए । લાગેલી છે.
“ अलित्ते णं भंते लोए पलित्ते णं અર્થાત્—આ સંસારમાં રાગ અને દ્વેષરૂપી આગ આ આગથી બચવા માટે વીતરાગ પરમાત્માના શરણે જવું જોઈએ. પરમાત્માના શરણે જવામાં કાઈ પ્રકારના કર પણ આપવા પડતા નથી, કેવળ તેમને વંદન કરવા માત્રથી જ તેમનું શરણુ મળી શકે છે. ભક્તજને આગળ કહે છે કે, આ પ્રકારના ઉત્કૃષ્ટ શાન્તિપ્રદ અને મંગલપ્રદ પરમાત્માના શરણે ન જતાં, જેલેાકેા દિનરાત રાગદ્વેષની આગથી બળતા સંસારમાં રહેવાનું તથા સંસારનાં ક્ષણિક સુખાપભાગમાં રચ્યાપચ્યા રહેવાનું પસંદ કરે છે તે લોકાને સાચી શાન્તિ કેવી રીતે મળી શકે? શાન્તિ તથા મગલની પ્રાપ્તિ તેા પરમાત્માના શરણે જવાથી જ થઈ શકે છે. આપણે પ્રાતઃકાલમાં પ્રાયઃ એ જ મ’ગલકામના કરીએ છીએ કેઃ—
35
चत्तारि मंगलं । अरिहन्ता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपण्णत्तो धम्मो मंगलं ।
અર્થાત્—ચાર મંગલ રૂપ છે. અરિહંત ભગવાન મગલરૂપ છે, સિદ્ધ ભગવાન મગલરૂપ છે. આચાય –ઉપાધ્યાય-સાધુ-સાધ્વી મગલરૂપ છે અને કેવલ કથિત ધર્માં મગલરૂપ છે.
આપણને આ ચાર ઉત્તમ મંગલ પ્રાપ્ત થએલ છે. આમ છતાં જો કાઈ અમંગલમાં રહે તે! ખીજો કાઈ તેમાં શું કરી શકે? નિરજન–નિરાકાર પરમાત્મા તે ઉત્તમ મગલ સ્વરૂપ જ છે, એ વાતને બધા લોકા સ્વીકારે છે. સંસ્કૃતમાં એક કવિએ પરમાત્માને કલ્યાણ મંદિર રૂપે વર્ણવી કહ્યું છે કેઃ—
कल्याण मंदिर मुदारमवद्यभेदी
અર્થાત્—પાપને નાશ કરવા માટે ભગવાનના ચરણકમલ અભેદ્ય કલ્યાણુમદિર રૂપ છે. કલ્યાણમદિર અર્થાત્ મંગલનું ઘર. આ મગલગૃહ પણ અતિ ઉદાર છે. તે ધરમાં