SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આ જ સરળ માર્ગ છે. એટલા માટે હે સખી ! હું તો અપમાનનો બદલે પ્રેમથી લઈશ. પ્રેમ જ બીજાના હૃદયને જીતવાનું સબળ સાધન છે એટલા માટે હું તે પ્રેમ દ્વારા જ પતિદેવના હૃદયને જીતવાને પ્રયત્ન કરીશ. પતિપ્રેમને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવા માટે હું હવે અધિકરૂપે સત્યનું પાલન કરીશ, મોહ-વાસનાને દૂર કરી જંગલમાં પર્વતની ગુફામાં જઈ અહિંસાપૂર્વક તપનું આચરણ કરીશ અને એ પ્રમાણે કર્મોને નષ્ટ કરીશ. પતિદેવે પુષ્ટ થઈને મને આ પ્રમાણે જીવન-સુધાર કરવાનો અવકાશ આપ્યો છે એટલા માટે સારો ઉપકાર તેમને જ છે. અંજનાનું આ બધું કથન સાંભળી પવનકુમાર ઘણું પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આની ભાવના કેવી વિશુદ્ધ અને દઢ છે ? પ્રહસ્તે પવનકુમારને કહ્યું કે, હવે તે અંજનાની હૃદયવિશુદ્ધિની ખાત્રી થઈને ? પ્રહસ્તે અવાજ કરી કહ્યું કે, દ્વાર ખોલે. પુરુષને અવાજ સાંભળી અંજનાએ જોરથી કહ્યું કે, એ કેણ દુષ્ટ છે કે અત્યારે રાત્રિના સમયે આવ્યો છે અને દરવાજો ખોલવાનું કહે છે? રાજકુમારની અનુપસ્થિતિમાં અમને અસહાય માનીને કાઈ આવ્યો હોય એમ જણાય છે; પણ અમે અસહાય કે અબળા નથી. સવાર થતાં જ શ્વસુરને કહી સાન ઠેકાણે લાવીશ. અંજનાએ આ પ્રમાણે અપ્રિય અને કર્ણકટુ શબ્દો કહ્યા પરંતુ આ શબ્દો પવનકુમારને પ્રિય લાગ્યાં. પ્રહસ્તે ધીરેથી કહ્યું કે, તમે કાંઈ સંદેહ ન કરે. અમે કોઈ બીજા નથી. એ તો પવનકુમાર અને હું તેમને મિત્ર પ્રહસ્ત છું. આ સાંભળી અંજનાએ કહ્યું કે, ખાત્રી કર્યા વિના હું દ્વાર ખોલી શકે નહિ. આ પ્રમાણે કહીને અંજનાએ નાની બારી વાટે જોયું તે પતિદેવને જોયા. પતિદેવના દર્શન કરવાથી તે ઘણી ખુશ થઈ. હવે અંજના કેવી રીતે કાર ખેલે છે એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ ભાદરવા સુદ ૧૫ ગુરૂવાર પ્રાર્થના અનંત જિનેસર નિત નમે, અદ્ભુત જાતિ અલેખ; ના કહિયે ના દેખિએ, જાકે રૂપ ન રેખ. જે અનંત છે ૧ છે -વિનયચંદ્ર ભટ ચોવીશી, શ્રી અનંતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. જે વ્યક્તિ અનંતનાથ ભગવાનનું સ્વરૂપ જાણી તેમનું શરણ સ્વીકારે છે તે વ્યક્તિ પિતાના આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકે છે. કે અનન્તનાથ એ ચૌદમા તીર્થંકરનું નામ છે. પરંતુ એક દષ્ટિએ જોતાં બધાંય તીર્થંકરે અનન્ય છે. જેમને અન્ન નથી તે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy