________________
ચાતુર્માસ ]. સતી અંજના ચરિત્ર
[ ૨૩ વસંતમાલા અંજનાને કહી રહી હતી કે, સખી! રાજકુમારે તમારું કેવું ભયંકર અપમાન કર્યું? આવા હિચકારા પતિની પાસેથી બીજી કઈ આશા હવે રાખી શકાય ? વસંતમાલાના આ કથનના ઉત્તરમાં અંજનાએ કહ્યું કે, સખી ! મારે પતિના કાર્ય ઉપર ધ્યાન આપવું ન જોઈએ પરંતુ ધર્મનું પાલન કરવામાં જ ધ્યાન આપવું જોઈએ. મારા ગુરુએ મને ધર્મનું સ્વરૂપ એવું બતાવ્યું છે કે
न इह लोगट्टयाए तवमाइट्ठिज्जा, न परलोगट्टयाए तवमाइडिज्जा, न कित्ती वन्नेसिं लोगट्ठयाए तवयाइद्विजा नत्थट्टयाए तवमाइद्विजा निज्जरट्टयाए तवमाइडिजा।
અર્થાત–કઈ પ્રકારની આશાએ તપ કરવું ન જોઈએ પરંતુ નિષ્કામ ભાવે કેવળ નિર્જરા કરવા માટે જ તપશ્ચરણ કરવું જોઈએ. ગુરુદેવની આ શિક્ષા અનુસાર મારે નિષ્કામ ભાવે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ.
વસંતમાલાએ પૂછ્યું કે, સખી ! તમે ધર્મનું પાલન કેવી રીતે કરશે ? અંજનાએ જવાબ આપે કે – સત્યવ્રત ધાર મન મોહ તે નિવાર કર, ગિરિકી ગુહામેં તન તપતે તપાવેંગે, દયા દિલ લાવેંગે જીવ ન સતાવેંગે, રીત ન દબાવેંગે ન કાયા કપાયેંગે. માણિક કી જોતિ ઈશ જેનિમેં જુટવેંગે, ઔર આનંદ બઢાયેંગે અનંત સુખ પાયેંગે, દુનિયામેં ફેર કભી આયેંગે ન જાવેંગે, કર્મકે ખપાવેંગે અમર પદ પારેંગે.
આ એક કવિની કવિતા છે. આ કવિતામાં જે કલ્પના કરવામાં આવી છે તે કલ્પના માને કે અંજનાનાં ભાવોને જ વ્યક્ત કરતી હોય એમ લાગે છે.
અંજના વસંતમાલાને કહે છે કે, હે સખી ! મારા ગુરુએ મને કહ્યું છે કે, જે આત્માને શુદ્ધ રાખશો તે એ દિશામાં દુઃખ પણ સુખમાં પરિણત થઈ જશે અને પછી કોઈ પ્રકારનું કષ્ટ રહેવા નહિ પામે. એટલા માટે હું તો ગુરુની આજ્ઞાનુસાર આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. આત્માને શુદ્ધ કરવા માટે સર્વ પ્રથમ હું સત્ય વ્રતનો સ્વીકાર કરીશ. મારા માટે તે પતિવ્રત ધર્મને સ્વીકાર કરવો એ જ સત્યવ્રતને સ્વીકાર કરવા બરાબર છે.
પુરુષો, સ્ત્રીઓ પાસે પતિવ્રતા ધર્મનું પાલન કરાવવા ચાહે છે પરંતુ શું તેઓએ સ્વયં પત્નીવ્રતનું પાલન કરવું ન જોઈએ ? પતિવ્રત પત્ની માટે અને પત્નીવ્રત પતિ માટે કલ્યાણકારી છે. પતિવ્રતનું મહામ્ય કેવું છે એ બતાવવા માટે અનેક ઉદાહરણો મળે છે. સીતાને માટે અગ્નિ પણ પતિવ્રતને કારણે શીતલ થઈ ગઈ હતી. તેમણે પતિવ્રત ધર્મનું પાલન કરવા માટે કેટલાં બધાં કષ્ટો સહન કર્યા હતાં ! જે તે ચાહત તે રામ અને કૌશલ્યાના આગ્રહને માન આપી ઘેર રહી શકતી હતી અને કષ્ટોથી બચી શકતી હતી. પરંતુ તેમણે પતિવ્રતા ધર્મનું પાલન કરવા માટે કોને જ સહેવાનું સહર્ષ સ્વીકાર્યું. સ્ત્રીઓની માફક પુરુષોએ પણ એક પત્નીવ્રતનું પાલન કરવું જોઈએ. સ્ત્રીઓને માટે જેમ પતિવ્રત ધર્મ છે તેજ પ્રમાણે પુરુષો માટે પત્નીવ્રત પણ ધર્મ છે.
અંજનાએ વસંતસેનાને કહ્યું કે, બેન! પતિએ મારું અપમાન કર્યું છે એટલા માટે મારે પણ મારા મનમાં દુર્ભાવ લાવવો જોઈએ એ ઠીક નથી. અપમાનનો બદલે અપમાનથી લેવો ન જોઈએ પણ પ્રેમથી લેવો જોઈએ. બીજાના હૃદયને જીતવાને