________________
૨૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
લકાના કથન ઉપર તે વિશ્વાસ રાખે છે, પરંતુ જેઓ “પ્રાણ જાય પણ પ્રણ ન જાય” એવી પ્રતિજ્ઞાવાળા જે મહાત્માઓ હોય છે તેમની ઉપર વિશ્વાસ રાખતા નથી. આ તેમની ગંભીર ભૂલ છે. મહાત્માઓએ બતાવેલ માર્ગ હમેશાં કલ્યાણકારી હોય છે એટલા માટે તેમના માર્ગે જવામાં અવિશ્વાસ રાખો નહિ. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહેતા હતા કે, એક માણસે મને કહ્યું કે, “મહારાજ ! જેનીઓની અહિંસાએ ભારત દેશની બહુ હાનિ કરેલ છે. આ કહેવાતી અહિંસાએ દેશને કાયર બનાવી દીધેલ છે.” તે માણસનું કથન સાંભળી પૂજ્યશ્રીએ કહ્યું કે તમે અહિંસા અને સત્યનો અભ્યાસ જ કર્યો જણ નથી અને એ કારણે જ આ પ્રમાણે કહી રહ્યા છો. જે અહિંસા અને સત્યાદિનું પાલન કરે છે તે વીર જ હશે, કાયર નહિ હોય. કારણ કે વીરાત્માજ અહિંસાદિનું પરિપૂર્ણ પાલન કરી શકે છે, કાયર લેકે અહિંસાદિનુ પરિપૂર્ણ પાલન કરી શક્તા નથી અને એટલા જ માટે અહિંસા ધર્મને વીરને ધર્મ કહેવામાં આવ્યો છે. જેમણે અહિંસા અને સત્યને અભ્યાસ કર્યો છે અને જેમને અહિંસા સત્ય ઉપર દૃઢ વિશ્વાસ પેદા થએલ છે તેઓ પિતાના દેહ ઉપર પણ મમત્વ રાખતા નથી. તમે પણ આ પ્રકારની વીરતા ધારણ કરે અને તમે સ્વીકારેલા ધર્મ ઉપર વિશ્વાસ રાખો તો તેમાં કલ્યાણ જ રહેલું છે. '' અંજના સતીના હૃદયમાં ધર્મ પ્રત્યે દઢ વિશ્વાસ હોવાને કારણે જ અદશ્ય શક્તિ અંજનાને કષ્ટના સમયે વૈર્ય આપતી હતી. બાવીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પરિપૂર્ણ પાલન કરવાની શક્તિ પણ ધર્મ પ્રત્યે દઢ વિશ્વાસ હોવાને કારણે જ સતીના જીવનમાં પેદા થઈ હતી. દુનિયામાં ધર્મની શક્તિ અપૂર્વ અને અજેય છે. ધર્મની શક્તિમાં અપૂર્વ આકર્ષણ શક્તિ પણ હોય છે. પવનકુમારને અંજના પ્રતિ આકર્ષિત કરવામાં પણ ધર્મની અદશ્ય શક્તિ જ કામ કરી રહી હતી.
અંતે પવનકુમારે પ્રહસ્તની સાથે વિમાનમાં બેસી અંજનાના મહેલમાં જવાનો નિર્ણય કર્યો.
આજે વિદ્યા કે વિમાનને ઉપયોગ બીજાને નાશ કરવા માટે કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, અમુક દેશની પાસે અમુક સંખ્યામાં વિમાનો છે. પરંતુ શા માટે ? બીજાને નષ્ટ-ભ્રષ્ટ કરવા માટે જ ને ? આ પ્રમાણે આજની વિદ્યા કે આજનાં વિમાનો અહંકારને વધારવા માટે કે બીજાને કષ્ટ આપવા માટે જ ઉપયોગમાં આવે છે.
પવનકુમાર તથા પ્રહસ્ત વિમાનમાં બેસી અંજનાના મહેલ ઉપર આવ્યા. પ્રહસ્તે પવન કુમારને કહ્યું કે જરા ઉભા રહે અને અહીં શી વાત થાય છે તે ચૂપકીથી સાંભળો. સ્ત્રીઓનાં ભાવ તેમની એકાન્તની વાતચીત ઉપરથી જ જાણી શકાય છે. તમે મારા કથન ઉપર વિશ્વાસ ન રાખો પરંતુ અહીંની વાતચીત સાંભળી અંજનાનાં ભાવ જાણી લે અને પછી જે તે અપનાવવાને યોગ્ય હોય તો તેને તમે અપનાવો અને અપનાવવા યોગ્ય ન હોય તો તેને ન અપનાવો. તમે પોતે જ વાતની તપાસ કરી લે. વિશ્વાસ કર્યા બાદ જે પ્રેમ થાય છે તે પ્રેમ સ્થાયી રહે છે.
પવનકુમારને પ્રહસ્તનું કહેવું ઉચિત જણાયું. તેઓ દરવાજાની પાસે ઉભા રહી અંજના અને વસંતમાલા વચ્ચે થતી વાતચીત એકાગ્રચિત્તે સાંભળવા લાગ્યા.