SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૯ વિષે તે ચિંતા કરી રહ્યો હતો એટલામાં એક શેઠ તેના ઘેર આવ્યું. તે શેઠે કહ્યું કે, આ બે હજાર રૂપિયાની થેલી તું અમુક ગામમાં અમુક જણને પહોંચાડી આવ તે તને મજુરીના આઠ આના આપવામાં આવશે. મજુરે રૂપિયાની થેલી લઈ બીજે ગામે જવાનું કબૂલ કર્યું. તે જ મજુરના ઘરની પાસે એક મકરાણી પઠાણ રહેતા હતા. તેણે વિચાર્યું કે, આ મજુર રૂપિયાની થેલી લઈ બીજે ગામ જઈ રહ્યો છે. આજે રૂપિયા લૂંટવાનો ઠીક અવસર મળ્યો છે. રસ્તામાં આ મજુરને મારી નાંખી તેની પાસેથી રૂપિયાની થેલી છીનવી લેવી સરળ છે. આ પ્રમાણે વિચાર કરી તે પઠાણે મજુરને કહ્યું કે, મારે પણ અમુક ગામ જવું છે. મજુરે કહ્યું કે, એક કરતાં બે ભલા. મને પણ તમારે સાથ મળ્યો એ સારું થયું. પઠાણે પિતાની બંદૂક લીધી. તેણે મનમાં નિશ્ચય કર્યો હતો કે, આ જ બંદૂકથી મજુરને મારી નાંખીશ અને તેની પાસેથી રૂપિયા ઝૂંટવી લઈશ. મજુરને પઠાણની બદદાનતની ખબર ન હતી. બન્ને જણ રસ્તો કાપી રહ્યા છે. એટલામાં વાદળાં પાછાં ચડી આવ્યાં અને મૂસળધાર વરસાદ વરસવા લાગ્યો અને બન્નેનાં કપડાં ભીંજાઈ ગયાં. બને એક ઘટાદાર વૃક્ષ નીચે ઊભા રહ્યા. વરસાદને વરસતે જોઈ મજુર કહેવા લાગ્યો કે, લેકે પરમાત્મા-પરમાત્મા પિકારે છે પરંતુ પરમાત્મા ક્યાં છે ? જે ખરેખર કઈ પરમાત્મા હેત તો અમારા જેવા ગરીબો ઉપર અવશ્ય દયા કરત. જુઓ ! વરસાદને કારણે મારાં બધાં કપડાં ભીનાં થઈ ગયાં. મારી પાસે બીજાં પહેરવા માટે કપડાં પણ નથી. મજુરનું આ કથન સાંભળી પઠાણે કહ્યું કે, તારી ઉપર ખુદાની મહેરબાની થઈ છે એટલા જ માટે આટલે વરસાદ વરસ્યો છે એમ હું માન. મજુરે કહ્યું કે વરસાદ વરસ્યો એમાં ખુદાએ મારા ઉપર શું મહેરબાની કરી ? પઠાણે કહ્યું કે, જે ! હું આ બંદૂક લઈને એટલા માટે આવ્યો હતો કે, રસ્તામાં તને આ બંદુક વડે મારી નાંખ્યું અને તારી પાસેથી રૂપિયાની થેલી છીનવી લઉં; પરંતુ કુદરતને તારું મૃત્યુ થાય એ મંજુર ન હતું એટલા માટે ખૂબ વરસાદ વરસ્યો અને મારી બંદૂકને દારૂ ભીને થઈ ગયા અને બંદૂક નકામી થઈ ગઈ. આ પ્રમાણે તું કુદરતની કૃપાથી બચી ગયો. જે વરસાદ વરસ્યો ન હોત તો હું તને મારી નાંખત અને તારી પાસેથી રૂપિયાની થેલી ઝૂંટવી લેત. હવે તું ચાહે તે મારી પાસેથી વૈરને બદલો લઈ શકે છે પરંતુ જે સાચી વાત હતી તે મેં સ્પષ્ટ રૂપે કહી દીધી છે. માર પઠાણની વાત સાંભળી પ્રસન્ન થયા અને પોતે બચી શકે તે માટે પરમાત્માનો ઉપકાર માનવા લાગ્યો. તે મનમાં કહેવા લાગ્યો કે, વાસ્તવમાં હું બહારથી જ જેતે હતો પણ અંદરમાં કુદરતની–કરામત કેવી છે તે કોણ જાણે? વાસ્તવમાં દુઃખનું કારણ અજ્ઞાન જ છે. તારામાં અજ્ઞાન હોવાને કારણે જ તું વરસાદ અને પરમાત્માને ગાળો ભાંડતા હતા. - - - કહેવાનો આશય એ છે કે, લેકે તાત્કાલિક કષ્ટથી ગભરાઈ જઈ પૈયને ગુમાવી બેસે છે, પરંતુ એ કષ્ટની પાછળ અદશ્ય શક્તિ શું કામ કરી રહી છે તેનો વિચાર કરતા નથી. જ્ઞાની જનો કહે છે કે તમે અદશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખે. જે પ્રમાણે સાકર મીઠી હોય છે, કડવી હોતી નથી, એ વાત ઉપર તમને જેમ અટલ વિશ્વાસ છે તે જ પ્રમાણે જ્ઞાનીજનોના કથન ઉપર પણ અટલ વિશ્વાસ રાખે. કેટલાક મનુષ્ય, સાધારણ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy