________________
૨૯૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
સાધવા માટે વચન ઉપર કાણુ રાખવાના પ્રયત્ન કરો. ગૃહસ્થ લેાકેાને વચન ઉપર કાબુ ન રહે એવા અનેક પ્રસંગેા પ્રાપ્ત થાય છે એટલા માટે તમારે વચનને કાણુમાં રાખવાને વધારેમાં વધારે અભ્યાસ કરવા જોઇએ.
માને કે, તમને એવા એક મત્ર બતાવવામાં આવે કે જે મંત્રદ્રારા તમારાં બધાં કામ સિદ્ધ થાય તે આ મંત્ર શીખવાની કાણુ ઉત્સુકતા નહિ બતાવે ? એવા લેાકા બહુજ એછા નીકળશે કે જેએ એ સિદ્ધિમત્રને શીખવા તૈયાર ન હેાય ! હવે તમને એમ કહેવામાં આવે છે કે, તમે વચન ઉપર કામુ કરી અને વચનને અશુભમાંથી બહાર કાઢી સત્યરૂપી શુભમાં સ્થિર કરા તે તમને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે—પરંતુ તમને આ કામ કરવું મુશ્કેલ જણાય છે. વાસ્તવમાં વચનસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વચનગુપ્તિ કરવાની અતિ આવશ્યકતા છે. જો તમે વચનની ગુપ્તિ કરશે! તે વચનસિદ્ધિ તમને પ્રાપ્ત થયા વગર રહેશે નહિ. જે તમે લેાકેા વચનને સત્યમાં સ્થિર કરી તે બધી સિદ્ધિએ તમને ગેાતતી આવશે. વચનપ્તિ રાખવી એ સાધુ કે ગૃહસ્થ બધાંને માટે ઉપયાગી તેમજ કલ્યાણકારી છે. ખીજા ક્રાઈ વચનગુપ્તિ કરે કે નહિ પણ તમે તે તમારું ક`વ્ય સમજી વચનગુપ્તિનું પાલન કરે તે તેમાં કલ્યાણ જ રહેલું છે. જે વ્યક્તિ પેાતાના વ્યપાલનમાં દૃઢ રહે છે તે આત્મકલ્યાણ અવશ્ય સાધી શકે છે. સંકટના સમયે પણ પેાતાના કર્ત્તવ્યનું પાલન કરવું એ જ કલ્યાણના માર્ગ છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે સતી અંજના ચરિત્ર કથાદ્વારા સમજાવવાના પ્રયત્ન કરું છું:—
સતી અંજના ચરિત્ર-૯
પવનકુમારનું હૃદય ચક્રવાકીને કરુણ વિલાપ સાંભળી પલ્ટી ગયું. કાઈ હૃદયને સ્પર્શે છે ત્યારે હધ્યમાં પરિવર્તન થયા વગર રહેતું નથી. ચક્રવાકીને કરુણ વિલાપ પવનકુમારનું હૃદય—પરિવર્તન કરવામાં નિમિત્તભૂત બન્યા. પવનકુમાર ચક્રવાકીને કરુણ અવાજ સાંભળી વિચાર કરવા લાગ્યા કે, આજ માનસરોવર ઉપર મારા વિવાહ–સંસ્કાર થયા હતા અને આજે ઘણા વર્ષોં બાદ આજ સરોવર ઉપર આ ચક્રવાકી જાણે મને કાઇ મૂક–સંદેશ સંભળાવતી હોય એમ મને લાગે છે. આ પ્રમાણે વિચાર કરી તેમણે પ્રહસ્તની સાથે વિચાર વિનિમય કરી અંજનાના મહેલમાં પ્રહસ્તની સાથે જવાને નિશ્ચય કર્યાં.
પવનકુમારે અંજના પાસે જવાનેા નિશ્ચય કર્યાં એમાં ચક્રવાકી મુખ્ય નિમિત્તભૂત હતી. આ પ્રમાણે તે ચક્રવાકીરૂપે કાઇ અદશ્ય શક્તિ જ અંજના માટે કાંઇ ખેાલી રહી હતી. અદૃશ્ય શક્તિ કેવી રીતે કામ કરે છે એ પ્રત્યક્ષ જોવામાં તે। આવતું નથી પરંતુ અદૃશ્ય શક્તિ અદૃશ્ય રહીને પેાતાનું કામ કર્યે જ જાય છે. અદૃશ્ય શક્તિ કેવી રીતે કામ કરે છે એ બતાવવા માટે અત્રે પ્રસંગેાપાત્ત એક ઘટના કહી સભળાવું છું:
એક મજુર હતા. મજુરાની સ્થિતિ બહુ કઢંગી હાય છે. જો તેઓ મજુરી કરે તે તેઓએ ભૂખ્યા રહેવું પડે છે. વર્ષાઋતુમાં તા મજુરાની સ્થિતિ વધારે ખરાબ બની જાય છે. કારણ કે વર્ષાઋતુમાં તેમને મજુરી બરાબર મળતી નથી. એક દિવસે ખૂબ વરસાદ વરસ્યા જેથી તે મજુરને આખા દિવસમાં કાંઇપણુ મજુરી મળી નહિ. કાલે શું થશે ! એ