________________
[૨૮૯
ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ–૫૪ મે બેલ વિના નિજસ્વરૂપ સાધી શકાતું નથી, એટલા માટે વચનગુપ્તિ આવશ્યક છે. પરંતુ એ વચનગુપ્તિ નિજ-સ્વરૂપ સાધવા માટે જ હેવી જોઈએ, સ્વાર્થપૂર્તિ માટે હેવી ન જોઈએ.
વચનગુપ્તિનું જેટલું વધારે પાલન થઈ શકે તેટલું સારું જ છે. આજે ઘેરઘેર કલેશ કંકાસ થતે જોવામાં આવે છે તેનું પ્રધાન કારણ વચન ઉપર અંકુશ ન હોવો એ પણ છે. જે જીભ ઉપર અંકુશ રાખવામાં આવે તો ઘણોખરો કલેશ-કંકાસ શાન્ત થઈ જાય. આજે ક્ષાત્રત્વ ન રહેવાને કારણે તલવાર ચલાવવાનું તે લોકો ભૂલી ગયા છે, પરંતુ વચનબાણને પ્રહાર કરવા લાગ્યા છે. પરંતુ વચનબાણ તલવારથી પણ તીક્ષ્ણ હોવાને કારણે વધારે આઘાત પહોંચાડે છે. કેણિકની રાણી પદ્માએ કઠેર વચનારા કેણિકને એવો ઉત્તેજિત કર્યો હતો, કે જેના કારણે મહાયુદ્ધ મંડાયું હતું અને એ મહાયુદ્ધમાં એક કરોડ એંસી લાખ મનુષ્યોને ઘાણ વળી ગયો હતો. લેકે તલવારને તે સંભાળીને રાખે છે પરંતુ જીભને લેકે સંભાળીને વશમાં રાખતા નથી. અને આ કારણેજ કલેશકંકાસ થાય છે. જીભ કેવી છે અને તેની શા માટે અને કેવી રીતે સંભાળ રાખવી જોઈએ એને માટે એક લેકકવિએ કહ્યું છે કે –
જીભ જોગ અરુ ભેગ જીભ હી રેગ બઢાવે, જીભ્યા સે યશ હોય, જીભ સે આદર પાવે; જીભ નરક લે જાય, જીભ વૈકુંઠ પઠાવે, જીભ કરે ફછત, જીભ સે જૂતા ખાવે અદલ તરાજુ જીભ હૈ, ગુણ અવગુણ ઉતાલિયે
વૈતાલ કહે વિક્રમ સુને, જીભ સમ્હાલ કર બેલિયે; આ પ્રમાણે જીભનાં ટેરવાં ઉપર ગુણ અને અવગુણ બન્ને વસેલાં છે. જે આપણે ગુણને ગ્રહણ કરવા ચાહિએ છીએ તે આપણે જીભદ્વારા સત્ય, પ્રિય અને પથ્ય બેલડું જોઈએ. આપણે એવું એક પણ કડવું વચન બોલવું ન જોઈએ કે જેથી બીજાને પણ દુઃખ થાય અને ભવિષ્યમાં આપણે પણ પશ્ચાત્તાપ કરવો પડે. જો જીભનો સદુપયોગ કરતાં આવડતું ન હોય તો એ દશામાં મૌન સાધવું શ્રેયસ્કર છે. કહ્યું પણ છે કે, મૌને સર્વાર્થસાધનમ્ અર્થાત- વાસ્તવમાં મૌન સર્વાર્થસાધક છે. પણ જ્યારે કાંઈ બોલવું જ હોય તો પૂર્વાપર વિચાર કરી સત્ય, પ્રિય અને પથ્ય જ બોલવું જોઈએ. યોગસૂત્રમાં કહ્યું છે કે, જે સત્ય વચન બોલે છે તેના વચનમાં સિદ્ધિ વસે છે. અર્થાત સત્યભાષીને પ્રત્યેક કાર્યમાં સિદ્ધિ મળે છે. શ્રી પ્રકા વ્યાકરણ સૂત્રમાં પણ કહ્યું છે કે, સત્યના પ્રભાવથી આગ પણ શીતળ થઈ જાય છે અને તલવાર પણ કુલની માળા બની જાય છે. આ પ્રમાણે સત્ય વચનમાં સિદ્ધિ રહેલી છે. જે જીભદ્વારા સિદ્ધિપ્રદ સત્ય વચન બોલી શકાય છે તે જીભને ખરાબ કામોમાં પ્રવૃત્ત કરવી એ સર્વથા અનુચિત છે. જે વ્યક્તિ સત્ય વચન બોલે છે તે કેાઈવાર વચનગુપ્તિનું પૂર્ણતઃ પાલન કરવા નિર્વિકાર બની શકે છે અને આધ્યાત્મયોગ સાધી શકે છે. કેઈ વ્યક્તિ મુખેથી તે અવિવેકપૂર્ણ વચન કાઢતો રહે અને આધ્યાત્મ-યોગ સાધ- વાની વાત કરે તો તે બકવાદી વ્યક્તિ આધ્યાત્મયોગ કેવી રીતે સાધી શકે? આધ્યાત્મ—ગ
૩૭.