________________
૨૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
વચન ખેલવાના પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રમાણે કરવાથી વચનગુપ્તિનું સ’પૂર્ણરીતે પાલન થઈ શકશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વચનગુપ્તિનાં ચાર ભેદ બતાવવામાં આવ્યાં છે. તેમાં કહ્યું છે કેઃ—
सच्चा तहेव मोसा य सच्चा - मोसा तहेव य । चउत्थी असच्च - मोसा य वयगुत्ती चउव्विहा ॥
અર્થાત્–વચનગુપ્તિ ચાર પ્રકારની છે. એક તે સત્ય વચનગુપ્તિ, ખીજી અસત્ય વચનગુપ્તિ, ત્રીજી સત્ય-અસત્ય વચનગુપ્તિ અને ચેાથી વ્યવહાર વચનગુપ્તિ. જે વ્યક્તિ આ ચાર પ્રકારે વચનની ગુપ્તિ રાખે છે તે વ્યક્તિને માટે ભગવાને કહ્યું છે કે, વચનગુપ્તિ રાખવાને કારણે તે વ્યક્તિ નિર્વિકાર-અવસ્થાને પામે છે.
આત્માનું નિજસ્વરૂપમાં રમણ કરવું એજ નિર્વિકારપણું છે અને પરવસ્તુમાં રમણુ કરવું એ વિકારપણું છે. પર્ વસ્તુ ગમે તેવી હોય પણ તેમાં રમણ કરવું એ આત્માને વિકાર જ છે. પાણીમાં સાકર નાંખવામાં આવે કે મીઠુ નાંખવામાં આવે પણ પરવસ્તુને સયાગ થવાને કારણે તે પાણી વિકૃતજ માનવામાં આવે છે. પાણીની પ્રકૃતિ તે। ત્યારે જ કહેવાય કે જ્યારે પાણી પેાતાના જ સ્વરૂપમાં રહે. આ જ પ્રમાણે આત્મામાં નિર્વિકારપણું ત્યારે જ આવી શકે છે કે જ્યારે આત્મા વચનગુપ્તિનું પૂરેપૂરૂં પાલન કરે. ખેલવાને કારણે આત્માએ પેાતાના પ્રકૃત સ્વભાવથી નીચે આવવું જ પડે છે. પરંતુ જ્યારે આત્માદ્રારા મૌન અવસ્થામાં રહી શકાતું જ ન હેાય, તે એ અવસ્થામાં અસત્ય વચન ન ખેલતાં સત્ય વચન ખેાલવું એજ આત્માને માટે યેાગ્ય છે. અર્થાત્ આત્માએ અશુભ વચન ન ખેલતાં શુભ વચન મેાલવાં એજ લાભપ્રદ છે. જો કે, સત્યવચન ખેલવું એ શુભ છે પર’તુ આત્માની નિજદશાની દૃષ્ટિએ તે તે સત્ય વચન પણ જે પ્રમાણે સાકર મેળવવાથી પાણી વિકૃત માનવામાં આવે છે તે પ્રમાણે વિકૃત જ માનવામાં આવે છે. આમ છતાં જે પ્રમાણે મીઠું મેળવવાની અપેક્ષાએ પાણીમાં સાકર મેળવવી શુભ માનવામાં આવે છે, તેજ પ્રમાણે જ્યાં સુધી વચનગુપ્તિનું સ’પૂર્ણપણે પાલન કરી શકાતું નથી, ત્યાંસુધી વચનને અસત્ય, મિશ્ર તથા અશુભમાં પ્રવૃત નહિ કરતાં, શુભમાં અર્થાત્ સત્યમાં જ પ્રવૃત્ત કરવું જોઇએ. આ પ્રમાણે સત્યવચનના વ્યવહાર કરવાથી પણ આત્મામાં નિર્વિકારપણું આવી શકે છે. વિકારરહિત પાણી કેવું ગુણકારી હાય છે એ વાત દાક્તર લોકા સારી રીતે જાણે છે. આ જ પ્રમાણે જ્યારે આત્મા નિર્વિકારી બને છે ત્યારે આત્મામાં કેવી વિશેષતા હોય છે એ બતાવવા માટે ભગવાને કહ્યું છે કે, જ્યારે આત્મા નિર્વિકારી બને છે ત્યારે આત્મા નિજસ્વરૂપમાં જ રમણ કરે છે.
ભગવાનના આ કથનમાંથી એક એ સૂચના પણ મળે છે કે, વચનગુપ્તિનું પાલન કરી આત્માએ નિજસ્વરૂપમાં રમણ કરવાના પ્રયત્ન કરવા જોઇએ. જ્યાંસુધી આત્મસ્વરૂપરમણતા પ્રગટતી નથી ત્યાંસુધી વચનગુપ્તિનું પાલન સાર્થક થતું નથી. સાધારણ રીતે તે। બગલા માછલાંને પકડવાને માટે ચૂપચાપ રહે છે, પરંતુ તેની વચનગુપ્તિની પાછળ સ્વાર્થવૃત્તિ અથવા પરવસ્તુને અપનાવવાની વૃત્તિ હાવાને કારણે તે વચનગુપ્તિ નિરંક નીવડે છે. એટલા માટે જો વચનગુપ્તિ આત્મસ્વરૂપરમણુતામાં સહાયક ન થાય તે તે વચનગુપ્તિ સાર્થક થઈ શકતી નથી. વચનગુપ્તિ વિના નિર્વિકારપણું આવી શકતું નથી અને નિર્વિકારપણું પ્રગટયા