SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–બોલ ૫૪ [ ૨૮૭ અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પરમાત્માને કેવી–રીતે વંદન કરવું જોઈએ કે જેથી ચિત્તની ચંચલતા કે બુદ્ધિની મલિનતા દૂર થઈ શકે? આ પ્રશ્નો ઉકેલ આણવા માટેજ શાસ્ત્ર વિષે વિચાર કરવામાં આવે છે. શાસ્ત્રમાં ચિત્તની ચંચલતા તથા બુદ્ધિની મલિનતા દૂર કરવા માટે અનેક ઉપાયો બતાવવામાં આવેલ છે. ગુપ્તિનું પાલન કરવાથી મન, વચન અને કાયાની ચંચલતા દૂર થાય છે અને મન, વચન તથા કાયામાં એકાગ્રતા આવે છે એ વિષે કાલે વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે. આજે વચનગુપ્તિ શું છે અને તેના પાલનથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે વિચાર કરવાને છે. સમ્યકત્વ પરાક્રમ-બેલ પ૪ મે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિને પારસ્પરિક ઘનિષ્ટ સંબંધ હોવાથી અત્રે સમુચ્ચયરૂપે ગુપ્તિ વિષે વિચાર કરવામાં આવ્યું છે. માનવ–શરીરમાં મનની પ્રધાનતા હોવાથી સર્વ પ્રથમ મનની ગુપ્તિ કરવી અત્યાવશ્યક છે. જ્યાં સુધી મનગુપ્તિ કરવામાં આવતી નથી ત્યાંસુધી વચનગુપ્તિ કે કાયાગુપ્તિ થઈ શકતી નથી. હવે વચનની ગુપ્તિ અર્થાત વચનને કાબુમાં રાખવાથી જીવાત્માને શો લાભ થાય છે એ જાણવા માટે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પુછયું કે બેલ ચેપનમે. (૧૪) વરિયાઇ of મને ! બીજે જિં ના? અર્થાત–હે ભગવાન! વચનગુપ્તિથી જીવાત્માને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – वयगुत्तयाए निम्वियारत्तं जणयइ, निव्वियारे पंजीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ ॥५४॥ અર્થાત–હે ગૌતમ ! વચનગુપ્તિ (વચનના સંયમ)થી જીવાત્મા વિકારરહિત થાય છે અને નિર્વિકાર છવ આધ્યાત્મિક ગનાં સાધનોથી યુક્ત થઈ વિચરે છે. અત્રે કોઈ એવો પ્રશ્ન કરે છે, જ્યારે મનને ગુપ્ત કરવામાં આવે છે તે પછી વચનને ગોપવાની શી જરૂર છે? આ પ્રશ્નને સંપૂર્ણ ઉત્તર તે કઈયેગી મહાત્મા જ આપી શકે છતાં હું મારી બુદ્ધિ-શક્તિ પ્રમાણે તે પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરું છું - તળાવમાં જે પ્રમાણે પાણીની આવશ્યકતા રહે છે તે પ્રમાણે પાણીની રક્ષા કરવા માટે પાળ બાંધવાની પણું આવશ્યકતા રહે છે. પાણી વિના પાળ બાંધવી શા કામની અને પાળ બાંધ્યા વિના પાણી તળાવમાં ટકી પણ કેવી રીતે શકે ? તળાવને પાળ બાંધી હોય તે પાણી પણ ટકી શકે અને તળાવમાં પાણું હોય તે તેને ટકાવવા માટે પાળ પણ બાંધવી જોઈએ. આ જ પ્રમાણે મનગુપ્તિની સાથે વચનગુપ્તિ હેવી પણ આવશ્યક છે. વચનગુપ્તિને સાધારણ અર્થ વચનને કાબુમાં રાખવું એ થાય છે. વચનને એકદમ કાબુમાં રાખવું મુશ્કેલ છે. એટલા માટે સર્વપ્રથમ અશુભ વચનને બોલવાં ઓછાં કરી શુભ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy