SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 5. . *** * * == = = = = = ૨૮૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ ભાદરવા સુદ ૧૪ બુધવાર. પ્રાર્થના વિમલ જિણેસર સેવિએ, થારી બુદ્ધિ નિમલ હે જાય રે, છવા ! વિષય-વિકાર વિસારને, તૂ મેહની કમ ખપાય રે, જીવા! વિમલ જિણેસર સેવિએ. –વિનયચંદ્રજી કુંભટકત ચોવીશી. શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં જીવાત્માને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, હે જીવ! તું ભગવાન વિમલનાથને વંદન કર. વિમલનાથ ભગવાનને વંદન કરવાથી તારી બુદ્ધિ નિર્મલ થઈ જશે. તારી બુદ્ધિ નિર્મલ થયા બાદ તું સત્યાસત્યને વિવેક કરી શકીશ અને ફલતઃ તું દુઃખમુક્ત પણ થઈ શકીશ. બુદ્ધિ નિર્મળ ન હોવાને કારણે ચિત્તમાં અનેક પ્રકારનાં સંકલ્પ-વિકલ્પ પેદા થાય છે. ચિત્તમાં સંકલ્પ-વિકલ્પ પેદા થવાને કારણે આત્મા કેવી વિકટ પરિસ્થિતિમાં પડી જાય છે એ વાત આ પ્રાર્થનામાં પણ બતાવવામાં આવેલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, આ આત્મા એકેન્દ્રિય આદિ યોનિઓમાં અનંત અને અસંખ્ય કાળ સુધી રહીને આવ્યો છે અને ક્રમશઃ મહામુશ્કેલીએ આ મહાદુર્લભ મનુષ્ય–જન્મને પામી શક્યો છે. આત્માએ આ પ્રકારના અનેક દુર્લભ મનુષ્યજન્મને પણ આળસ, પ્રમાદ આદિમાં વ્યર્થ જ ગુમાવી દીધાં છે. આત્માએ ભગવાનને વંદન કરી ચિત્તનાં સંકલ્પ-વિકલ્પને દૂર કરવાને તે મનુષ્યજન્મમાં પ્રયત્ન ન કર્યો અને તે કારણે જ નરકનાં દુઃખ અને સ્વર્ગના સુખનો ઉપભોગ કરતાં સંસારચક્રમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્ઞાનીજનો આત્માને સબોધ આપતાં કહે છે કે, હે આત્મા ! તું આ મનુષ્ય-જન્મને પામી પરમાત્માની અધિક સમીપ આવ્યો છે એટલા માટે પરમાત્માને વંદન કરી બુદ્ધિને નિર્મલ કર અને એ રીતે જન્મ-મરણનાં દુઃખથી મુક્ત થઈ મનુષ્ય-જન્મને સાર્થક કર. કહેવાની ખાતર તે અનેક લેકે કહે છે કે, અમે પરમાત્માને વંદન કરીએ છીએ, પરંતુ પરમાત્માને સાચી રીતિએ વંદન કરવામાં આવે તો જ બુદ્ધિની મલિનતા દૂર થઈ શકે છે. જેમકે કોઈ એમ કહે કે મેં કપડાંને સાબુથી ધેયાં છે પરંતુ તે કપડાં સાફ થઈ શક્યાં નથી. આ પ્રમાણે કહેનારને એમજ કહી શકાય કે તમે કપડાંને સાબુથી બરાબર ધોયાં નહિ હોય, જે બરાબર સાબુ દઈને કપડાંને ધોયાં હેય તે કપડાની મલિનતા અવશ્ય દૂર થવી જ જોઈએ. આજ પ્રમાણે કોઈ એમ કહે કે, અમે પરમાત્માને હમેશાં વંદન કરીએ છીએ તે પણ અમારી બુદ્ધિ નિર્મલ થઈ નહિ, તે આ પ્રમાણે કહેનારને એમજ કહેવું જોઈએ કે, તમે પરમાત્માને હૃદયપૂર્વક વંદન કર્યું નહિ હોય. જો તમે પરમાત્માને સાચા હૃદયથી વંદન કર્યું હોય તે તમારી બુદ્ધિ નિર્મળ અવશ્ય થવી જ જોઈએ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy