________________
*
લ
કમ
---
****
*
**
ચાતુમાસ ]
સતી અંજના ચરિત્ર–૮ . [૨૮૫ જાઉં તે પિતા તથા બીજા લકે મારી નિંદા કરશે અને કહેશે કે, જે સ્ત્રીના મોહમાં ' પડેલ છે તે યુદ્ધમાં જઈ વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકશે ? અને જો હું અંજનાની પાસે જતો નથી તે દુઃખપૂર્ણ જીવનથી કંટાળીને અંજના પોતાના જીવનને ત્યાગ કરી દે એવો મને ભય રહે છે. આવી વિકટ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ?
પવનકુમારે પિતાના હૃદયની બધી વાત પ્રહસ્ત કરી દીધી. પ્રહસ્તે બધી હકીકત સાંભળ્યા બાદ પવનકુમારને કહ્યું કે, તમે તે વિષે જરા પણ ચિંતા ન કરે. વાસ્તવમાં આપણી સામે અત્યારે મુખ્ય બે કામ છે. આ બે કામમાંથી એક કામને ત્યાગ કરવો એ જ ઠીક છે. કારણ કે -
परिच्छेदो हि पाण्डित्यं यदापन्ना विपत्तयः ।
अपरिच्छेद कर्तृणां विपत्तिः पदे पदे ॥ हितोपदेश. અર્થાત-બે કામમાંથી એક કામો ત્યાગ કરે એમાં જ બુદ્ધિમત્તા છે. જે આ પ્રમાણે કરતા નથી તેને ડગલે ને પગલે સંકટને સામને કરવો પડે છે. એટલા માટે તમે મને અંજના પાસે કેવી રીતે જવું એ વિષેને નિર્ણય કરવાને ભાર મારા ઉપર મૂકી દે.
પવનકુમારે પ્રહસ્તને કહ્યું કે, ઠીક હું તારી ઉપર એ વાતને નિર્ણય કરવાનો ભાર મૂકું છું. હવે અત્યારે આપણે શું કરવું જોઈએ એ કહે. પ્રહતે કહ્યું કે, આપણે રાતોરાત ત્યાં જઈને પાછા આવતા રહીશું. ત્યાં જવાની કોઈને ખબર પણ નહિ પડે અને તમારા મિલનથી અંજનાને સંતોષ પ્રાપ્ત પણ થઈ જશે. પવનકુમારે કહ્યું કે, આપણે રાતોરાત ત્યાં જઈને પાછા કેવી રીતે આવી શકશું? પ્રહસ્તે ઉત્તર આપ્યો કે, આપણે વિદ્યા જાણીએ છીએ અને આપણું પાસે વિમાનનું સાધન પણ છે. વિમાનનું સાધન કે ઊંચે ઉડવાની વિદ્યા બીજાને સંહાર કરવા માટે નથી પરંતુ મુશ્કેલીના સમયે તેને સદુપયોગ કરવા માટે છે.
આજે લેકે વિમાન અથવા એરપ્લેન જોઈ આશ્ચર્ય પામે છે. પ્રાચીન સમયમાં પણ વિમાને હતાં એ વાત આ કથા ઉપરથી સ્પષ્ટ જણાય છે. જે પહેલાં વિમાન ન હોત તો તેને ઉલ્લેખ કથામાં કેવી રીતે કરવામાં આવત? આજે જે વિમાને જોવામાં આવે છે તે તે હમણું નીકળ્યાં છે, પરંતુ કથામાં તો વિમાનની વાત ઘણું વખત પહેલાં કહેવામાં આવી છે. આ પ્રમાણે પવનકુમારે તથા પ્રહસ્તે વિમાન દ્વારા અંજનાની પાસે જવાનો નિર્ણય કર્યો. હવે પવનકુમાર અંજનાની પાસે કેવી રીતે જાય છે અને પછી શું થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.