SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આપ્યો કે, તે સતી તમને શુભ શુકન બતાવવા માટે આવી હતી, પરંતુ તમે તેને નિષ્કારણ તિરસ્કાર કર્યો એ શું કાંઈ સારું કામ કહેવાય ? મને તો તમારું એ કાર્ય તે જ સમયે ખરાબ લાગ્યું હતું પણ હું એ વિષે કહું કોને ? આજે કહેવાને અવસર પ્રાપ્ત થયો છે એટલા માટે એ વાત કહી દઉં છું. પ્રહસ્તના આ કથનના ઉત્તરમાં પવનકુમારે કહ્યું કે, સ્ત્રીઓ કેવી ક્રર હોય છે એ શું તમે જાણતા નથી ? પ્રહતે કહ્યું કે, પુરુષો પણ દૂર હોય છે. તમારા જેવા સમજદાર લોકો પણ પિતાના પુરુષાર્થ કે દુરુપયોગ કરે છે? અંજના તમારા પ્રત્યે કેવો પ્રેમ રાખે છે ? તેને તમારા ઉપર પ્રેમ ભાવ હોવાને કારણે જ તે તમારા ઘેર પડી રહી છે અને કષ્ટને સહી રહી છે ! નહિ તો શું તે પોતાના પિતાને ઘેર જઈ શકતી નથી ? તમે તેના પ્રત્યે સભાવ બતાવતા નથી, છતાં તે તમારા ઉપર પ્રેમ ભાવ રાખે છે અને એ પ્રેમ ભાવને વ્યક્ત કરવા માટે જ તે શુભ શુકન બતાવવા આવી હતી, છતાં તમે તેને તિરસ્કાર કર્યો એ શું ક્રૂરતા નથી ? પ્રહસ્તનું આ કથન સાંભળી પવનકુમારે કહ્યું કે, તારું કહેવું ઠીક છે, પરંતુ જે વખતે મિશ્રકેશી અંજનાની સમક્ષ પરપુરુષની પ્રશંસા કરી રહી હતી અને અંજના પર પુરુષની પ્રશંસા ચૂપચાપ સાંભળી રહી હતી તે વખતે તું પણ મારી સાથેજ હતે. પવનકુમારની આ વાત સાંભળી પ્રહસ્તે કહ્યું કે, બસ આટલી સામાન્ય વાતને કારણે જ તમે અંજના ઉપર છ થએલા છો ? અંજના ધર્મને જાણનારી છે. તેણે જ્યારે વિદ્યુત્પર્વ વિષે એવું સાંભળ્યું હતું કે, વિદ્યુત્પર્વ અઢાર વર્ષની આયુમાં દીક્ષા ધારણ કરી, છવીશ વરસની આયુમાં મોક્ષ પધારી જશે, એ દશામાં તેમની પ્રશંસાની વિરુદ્ધ કાંઈ કેમ બોલી શકે? પરંતુ જે તેના હૃદયમાં કોઈ પ્રકારને દુર્ભાવ હેત તે શું તે આટલાં બધાં કષ્ટો સહેવા છતાં પણ તમારા ઘેર રહી શકે ખરી ? તે પિતાના પિતાને ત્યાં ચાલી ન જાત ? આ સિવાય આપણું ઘેર આવેલી વ્યક્તિનું સન્માન કરવું જોઈએ કે અપમાન કરવું જોઈએ? જે સન્માન કરવું જોઈએ, તો આપણે ત્યાં જેમની પ્રશંસા થઈ રહી છે તેમની નિંદા કરવી એ તેનું સન્માન કર્યું કહેવાય કે અપમાન ? તમારી વાત ઉપરથી તો એમ જણાય છે કે તમને અંજના વિષે કેવળ ભ્રમ પેદા થએલ છે. વાસ્તવમાં અંજના તે સતી છે. એ સતીના હૃદયમાં તો તમારા પ્રત્યે અપાર પ્રેમ છે. પ્રહસ્તની યુક્તિપૂર્ણ વાત સાંભળી પવનકુમાર વિચારમાં પડી ગયા. તેમના વિચારક્ષેત્રની થેડી વિશુદ્ધિ થઈ જ હતી. પણ પ્રહસ્તની વાત સાંભળી તેમના હૃદયની વિશેષ શુદ્ધિ થઈ અને પરિણામે હૃદયની કઠોરતા સરળતામાં બદલવા પામી. ચક્રવાકીની ઘટના વિષે તેઓ સરળભાવે વિચારવા લાગ્યા કે, ચક્રવાકીને ચક્રવાક કાંઈ આપતો નથી, છતાં ચક્રવાકીના હૃદયમાં ચક્રવાક પ્રતિ પ્રેમ ભાવ હોવાને કારણે જ ચક્રવાકના દુઃખે તે ચક્રવાકી પણ દુઃખી થઈ રહી છે અને કરુણ વિલાપ કરી રહી છે! આ જ પ્રમાણે જે અંજનાના હૃદયમાં મારા પ્રતિ પ્રેમ છે તે તે પણ કેવી દુઃખી થતી હશે ? હજી સુધી તે તે ભાવિ સુખની આશાએ જીવિત રહી અને દુઃખ પૂર્ણ દિવસો જેમ તેમ કરી વ્યતીત કરતી રહી છે. પરંતુ જ્યારે મેં તેને તિરસ્કાર કરી દીધું છે ત્યારે તે કઈ આશાએ જીવિત રહી હશે? આવી અવસ્થામાં મારે હવે શું કરવું જોઈએ ? હવે જો હું પાછો ફરી અંજનાની પાસે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy