________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર–૮
[ ૨૮૩
વસંતમાલાનું કથન સાંભળી અંજના એમ કહી શકતી હતી કે, વાસ્તવમાં તારું કહેવું ઠીક છે, કેમકે જેમણે મારું અપમાન કર્યું છે તેમનું ભલું કેવી રીતે થઈ શકે? પરંતુ અંજનાએ આ પ્રમાણે કાંઈ ન કહેતાં વસંતમાલાને એમ જ કહ્યું કે, સખી! આ પ્રમાણે પતિના અહિતની વાત કહે નહિ. હું તો તેમનું સદા સર્વદા હિત જ ચાહું છું. તેમણે જે અપમાન કર્યું છે તે મારું નહિ પણ કર્મનું અપમાન કર્યું છે. કમને અંત, વૈર્ય ધારણ કરવાથી જ થઈ શકે છે. બીજાનું અહિત ચાહવાથી કર્મને નાશ થઈ શકતો નથી. એટલા માટે હું તો હૃદયથી એજ ચાહું છું કે, પતિને વિજય થાય, તેમનું શુભ થાય અને મેં જે શુકન બતાવ્યું છે તે સફળ થાય.
અંજનાનું આ કથન સાંભળી વસંતમાલાએ કહ્યું કે, જેમણે તમારું ભયંકર અપમાન કર્યું છે તેમનું પણ કલ્યાણ ચાહવાથી શું લાભ ? અંજનાએ જવાબમાં કહ્યું કે, બીજાનું કલ્યાણ ચાહવામાં ભલે તને કોઈ લાભ જણાતું ન હોય પણ મારી દષ્ટિએ તો તેમાં અનેક લાભ રહેલાં છે. મારા ધર્મ—ગુરુએ મને શીખવ્યું છે કે, અપમાનજનક સ્થિતિ સહેવા છતાં પણ બીજાનું ભલું કરવામાં નુકશાન નહિ પણ લાભ જ રહેલ છે. આપણો આત્મા કામ-ક્રોધ આદિના ઉદય ભાવમાં કોઈપણ સ્થિતિને કારણે ન જાય તે એ દિશામાં આત્માને લાભ જ છે. પતિદેવ પૂલ યુદ્ધ કરવા માટે ગયા છે તે મારા માટે એજ ઉચિત છે કે, હું અહીં સમ યુદ્ધ કરું, અર્થાત કામ-ધ આદિ આત્મ શત્રુઓની સાથે યુદ્ધ ખેડું.
અંજનાનું આ કથન સાંભળી વસંતમાલાએ કહ્યું કે, સખી! તું તે કોઈ અનોખી જ વાત સંભળાવે છે ? અંજનાએ જવાબમાં કહ્યું કે, એ પણ સારું થયું કે, અશુભમાંથી પણ તારા માટે શુભ નીકળ્યું અને જે વાત તું જાણતી હતી તે વાત પણ તું જાણી શકી.
આ પ્રમાણે અંજના અહીં વસંતમાલા પતિનું હિત ચાહવા વિષે યુકિતપૂર્વક સમજાવે છે. ત્યારે પવનકુમાર માનસરોવર ઉપર પિતાને પડાવ નાંખી પિતાના તંબુમાં શયન કરી રહ્યા છે. પવનકુમાર રાત્રિના સમયે સુઈ ગયા હતા ત્યારે એક ચક્રવાકીને કરુણ વિલાપ સાંભળી તેમની નિદ્રા ઊડી ગઈ. તેમણે આંખ ખોલીને જોયું તો તેમને જણાયું કે, ચક્રવાકને કોઈએ કષ્ટ આપ્યું છે એ કારણે જ ચક્રવાકી આટલે બધે કરુણ વિલાપ કરી રહી છે. ચક્રવાકીને કરુણ વિલાપ સાંભળી પવનકુમાર વિચારવા લાગ્યા કે, હું તે સ્ત્રી જાતિને નિષ્ફર જ સમજતો હતે; પરંતુ જ્યારે પક્ષીઓની સ્ત્રી જાતિમાં પણ પુરુષ પ્રતિ આ જવલંત પ્રેમ છે, તે પછી વિવેકશીલ માનવ-સમાજની સ્ત્રી જાતિમાં પુરુષ પ્રતિ પ્રેમભાવ ન હોય એ કેમ સંભવી શકે? અત્યારે મારે આ વિષે મિત્ર સાથે વિચાર-વિનિમય કરવો જોઈએ!
આ પ્રમાણે વિચાર કરી પવનકુમારે પિતાના મિત્ર પ્રહસ્તને બોલાવ્યો. પ્રહસ્તના આવ્યા બાદ પવનકુમારે તેમને કહ્યું કે, ભાઈ ! મને અત્યારે ઊંઘ આવતી નથી. હૃદયમાં આજે ન જાણે કેવા કેવા વિચારનું મંથન થઈ રહ્યું છે ! પ્રહસ્તે જવાબમાં કહ્યું કે, તમે અનુચિત કામ કર્યું છે એટલા માટે તમને ઊંઘ આવી પણ કેમ શકે? પવનકુમારે પૂછયું કે, એવું મેં શું અનુચિત કામ કર્યું છે કે જેને કારણે મને ઊંધ ન આવે ? પ્રહસ્તે જવાબ