SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ આ જ પ્રમાણે રાગ-વ્યાધિ આવે ત્યારે એમ વિચારવું મારે ભોગવવાં જ જોઇએ. એમાં મારે દુ:ખના અનુભવ કરવા વિચાર કરી વેદનાના સમયે દુ:ખ ન માનવાથી અર્થાત્ આ બદલે ધમ ધ્યાન કરવાથી કબન્ધ પણ ઢીલાં થઈ જાય છે. [ અમદાવાદ જોઇએ કે, મારાં કરેલાં કર્મો ન જોઇએ. આ પ્રમાણે ધ્યાન ન કરવાથી અને તેને આ લેાકને પુરુષાકાર માની લેાકસ્થિતિ વિષે વિચાર કરવા એ પણ ધર્મધ્યાનના ચોથા પ્રકાર છે. સ્વર્ણાં કે નરક આ શરીરમાં જ છે. શરીરમાં નીચે નરક, મધ્યમાં મનુષ્યલાક અને ઉપરમાં સ્વર્ગ છે. નવત્રૈવેયક માટે એમ કહેવામાં આવે છેકે, આપણી ગરદન જ નવચ્ચેવેયક છે, આ પ્રમાણે આ શરીરને ચૌદ રાજુલાકતા નકશા માનીને લોકસ્થિતિ વિષે વિચાર કરવામાં આવે તે મન ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. કહેવાના આશય એ છે કે, ધર્મધ્યાનની સહાયતાથી આત્તે ધ્યાનથી બચી શકાય છે અને મનને એકાગ્ર કરી શકાય છે. ધર્મધ્યાન કરવું અને આર્ત્તધ્યાનથી બચતા રહેવું એ પણ મનગુપ્તિ કરવાનું સાધન છે. મનગુપ્તિ કાને કહેવી એના માટે કહ્યું છે ક્રેઃ 7 विमुक्त कल्पनाजालं समत्वेषु प्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञैर्मनो गुप्तिः सदाहृता ॥ અર્થાત્–કલ્પનાની જાળમાંથી બહાર નીકળી સમભાવમાં સ્થિર થવું, આર્ત્ત ધ્યાન તથા રૌદ્રધ્યાનમાંથી નીકળી ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં પ્રવૃત્ત થવું અને મનને આત્માના વિચારમાં જ તન્મય કરી દેવું એનું નામ મનગુપ્તિ છે. જ્યારે મન આત્મામાં જ રમણ કરે છે, ખીજે કયાંય જતું નથી ત્યારે જ પૂર્ણ મનગુપ્તિ થઇ શકે છે. સાધારણ રીતે તે મિતિ અને ગુપ્તિને મા` સાધુએ માટે છે, પરંતુ આ માર્ગીને સમજીને જો તમે લોકેા પણ મનને એકાગ્ર કરવાને પ્રયત્ન કરેા તે તમારા આત્માને પણ ઘણા લાભ થઈ શકે એમ છે. આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાનમાંથી નિવૃત્ત થવું એનું નામ જ ગુપ્તિ છે. આ પ્રકારની ગુપ્તિનું પાલન ગૃહસ્થ પણ કરી શકે છે. મન–ગુપ્તિનું પાલન કરવાથી દુઃખ પણ સુખમાં કેવી રીતે પરિણત થઇ શકે છે એ વાત હવે સતી અંજનાની ચરિત્રકથા ઉપરથી સમજાવું છું: સતી અંજના ચરિત્ર—૮ પતિદ્વારા તિરસ્કૃત થઇ અંજના ઘેર આવી. રાજકુમારને આ દુર્વ્યવહાર જોઇ વર્સતમાલા અંજનાને કહેવા લાગી કે, સખી ! યુદ્ધમાં જતી વખતે શત્રુની સાથે પણ સદ્વ્યવહાર કરવામાં આવે છે પરંતુ રાજકુમારે તે તમે શુભ શુકન બતાવવા ગયા તે વખતે પણુ તમારું અપમાન કર્યું ! તેમણે તમારુ` કે શુભ શુકનનું અપમાન નથી કર્યું પણ માને કે તેમણે પેાતાનું જ અપશુકન કર્યું છે!
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy