________________
ચાતુર્માસ]
સમ્યક્ત્વ પરાકમ-બેલ પ૩ મે
[૨૮૧
આ ઘટનામાંથી તારવી શકાય છે. તમે એક સુંદર બટન ખરીદે તો એ સુંદર બટન પ્રમાણે સુંદર સીલાઈવાળાં ધોયેલાં વસ્ત્રો પહેરવાની પણ આવશ્યકતા જણાશે. જ્યારે સુંદર વસ્ત્રથી તમે સુસજિજત થયા હશે તે એ દિશામાં છત્રી, સુંદર બુટ વગેરેની પણ આવશ્યકતા જણાશે. હવે વિચાર કરે કે, એક સામાન્ય બટનના કારણે કેટલે બધો ખર્ચ કરવો પડ્યો? આ જ પ્રમાણે તમે લેકે બારીક કપડાં પહેરી એમ વિચારે છે કે અમને કપડું સસ્તું મળ્યું છે પરંતુ એ બારીક કપડાની પાછળ કેટલે બધો ખર્ચ કરવો પડે છે, અને પરિણામે આર્તધ્યાનમાં કેવી રીતે પડવું પડે છે તેને વિચાર કરશે તે તમને ખબર પડશે. જે જીવનમાં સંયમ અને સાદાઈ રાખવામાં આવે તો જ આર્તધ્યાનમાંથી બચી શકાય.
કહેવાનું તાત્પર્ય એ છે કે, મેહને કારણે આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યાન કરવામાં આવે છે. આ પ્રકારના આર્તધ્યાનને ધર્મધ્યાન કે શુકલધ્યાન દ્વારા જ જીતી શકાય. શુકલધ્યાન તે આત્મ-વિકાસની ઉચ્ચ શ્રેણી છે. અને તેથી જે ધર્મધ્યાન કરવામાં આવે તે આર્તધ્યાનથી બચી શકાય અને પછી ધીરે ધીરે શુકલધ્યાનની અવસ્થાએ પણ પહોંચી શકાય.
ધર્મધ્યાન કેને કહેવામાં આવે છે અને ધર્મધ્યાનથી આર્તધ્યાન કેવી રીતે દૂર થઈ શકે છે તે વિષે કહ્યું છે કે
કેવલભાષિત વાણુ માને, કર્મ નાશકા ઉદ્યમ કાને, પૂરવકર્મ ઉદય પહચાને, પુરુષાકાર લેક સ્થિતિ જાને,
ધર્મધ્યાન કે ચારે પાયે, જે સમઝે તે મારગ આયે. જે ઈષ્ટવિયોગને કારણે આર્તધ્યાન થાય તો કેવલિભાષિત વાણી ઉપર વિશ્વાસ કરી ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અને અનિષ્ટસંગને કારણે આર્તધ્યાન થાય તે કર્મોને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે આર્તધ્યાનના સમયે ધર્મધ્યાન કરવાથી કઠિન બંધ પણ શિથિલ થઈ જાય છે. શરીરમાં વ્યાધિ હોય તે પૂર્વકર્મને યાદ કરી એ વિચાર કરવો જોઈએ કે, એ વ્યધિને મેં જ પેદા કરેલ છે તે પછી હું શા માટે દુઃખ માનું? જ્યારે મેં કાઈની વસ્તુ ઉધાર લીધી છે તો ઉધાર લીધેલી વસ્તુ મારે પાછી મેંપવી જોઈએ.
ગાંધીજી જ્યારે આફ્રીકામાં હતા ત્યારે તેમને ઈસાઈ બનાવવા માટે એક બાઈએ ઘણે જ પ્રયત્ન કર્યો હતો. જ્યારે તેના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે તેણે ગાંધીજીને કહ્યું કે, આપણે પાપી તે છીએ જ અને આપણુથી પાપ તે થતાં જ રહે છે. હવે જે આપણે એ પાપનાં ફળને ભોગવવા લાગીએ તો તેને પાર જ ન આવે; એટલા માટે આપણે ઈશુના શરણે જઈએ. જે લેકે ઈશુના શરણે જાય છે તેમનાં પાપનું ફળ ઈશુ ભગવે છે અને શરણાગત લેક પાપનાં ફળ ભોગવવાથી બચી જાય છે. આ કથનના ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું કે, આ કઈ જાતને ધર્મ કહેવાય ? પાપથી તે ડરવું નહિ અને પાપનાં ફળથી બચવા માટે ઈશુના શરણે જવું. આ તો સર્વથા અનુચિત છે. જ્યારે આપણે પાપ કર્યું છે તો પાપનું ફળ પણ આપણે ભોગવવું જ જોઈએ.
૩૬