SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ––બેલ ૫૩ મે [ ૨૭૯ બળવાન છે. મારી સમજમાં તે મનને વશ કરવું એ વાયુને વશ કરવા સમાન પણ બહુ જ આ પ્રમાણે મનની ચંચલતા દૂર કરવાના સંબંધમાં અર્જુનને પણ શંકા થઈ હતી. બીજા ભકતિ પણ કહે છે કે, હે પ્રભો! મારું મન એવું છે કે જે કામ કરવામાં હાનિ સહેવી પડે છે તે કામમાં વારંવાર પ્રવૃત્ત થાય છે. આવા મનને વશમાં કેવી રીતે કરી શકાય? આ પ્રમાણે મનને વશ કરવું મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ જ્ઞાનીજનો કહે છે કે આ કાર્યને જેટલું મુશ્કેલ માનવામાં આવે છે તેટલું બધું મુશ્કેલ નથી. જોકે મન ચંચલ તે અવશ્ય છે છતાં તેને વશ ન કરી શકાય એવું પણ નથી. જે વાસ્તવમાં મનને વશમાં કરી શકાય એમ ન હેત તે શાસ્ત્રકારે મનને વશમાં કરવાને ઉપદેશ જ શા માટે આપત? જે કામ ખરેખર અશક્ય છે તે કામ કરવા માટે ઉપદેશ જ કોણ આપત? તલમાંથી તેલ કાઢવાનો ઉપદેશ આપવો તે તે સ્વાભાવિક અને ઉચિત છે, પરંતુ રેતીમાંથી તેલ કાઢવાને ઉપદેશ તે કઈ નહિ આપે. કારણ કે રેતીમાંથી તેલ કાઢવું એ તો અશક્ય છે. મનને વશમાં તો કરી શકાય છે પરંતુ તે માટે સક્રિય પ્રયત્ન કરવાની આવશ્યકતા રહે છે, અને એટલા જ માટે મનને વશ કરવાનો પ્રયત્ન કરે, પુરૂષાર્થ કરે, એવો ઉપદેશ આપવામાં આવે છે. જે પ્રયત્નો દ્વારા મનને વશમાં કરી શકાય છે તે પ્રયત્ન દ્વારા મનને વશમાં કરી અનેક લેકે મેક્ષમાં ગયા છે, જાય છે અને જશે. મન, વચન તથા કાયાને વશ કરવા માટે જ શાસ્ત્રકારોએ ત્રણ ગુપ્તિનું વિધાન કરેલ છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ તે સાધુતાનાં પ્રાણ છે. બીજા શબ્દોમાં કહીએ તે એ આઠેય પ્રવચન માતા છે. | ગુપ્તિને અર્થ રક્ષા કરવી એવો થાય છે. મન, વચન તથા કાયાને વશમાં રાખવાં– તેની રક્ષા કરવી એ ગુપ્ત છે. મન, વચન તથા કાયાને વશમાં રાખવાનો અર્થ એ નથી કે, મન, વચન તથા કાયાને નષ્ટ કરી દેવાં. પરંતુ તેનો અર્થ એ જ છે કે જે પ્રમાણે ઘોડાને લગામ આદિ દ્વારા વશમાં રાખવામાં આવે છે તે જ પ્રમાણે મન, વચન તથા કાયાને વશમાં રાખવાં એનું નામ ગુપ્તિ છે. જે પ્રમાણે કેળવાયેલો ઘેડ માલિકને નિર્દિષ્ટ સ્થાને પહોંચાડવામાં સહાયક બને છે તેજ પ્રમાણે મન, વચન તથા કાયા આત્મસિદ્ધિ સાધવામાં સહાયક બને તે તે ગુપ્તિ થઈ છે એમ કહી શકાય. નિર્દિષ્ટ સ્થાને પહોંચ્યા બાદ જે પ્રમાણે ઘોડા ઉપરથી ઉતરી જવામાં આવે છે, તે જ પ્રમાણે આત્મસિદ્ધિ સિદ્ધ થયા બાદ ઈન્દ્રિયોની સહાયતા લેવાને પણ ત્યાગ કરવામાં આવે છે; પરંતુ જ્યાં સુધી આત્માના ઉદ્દેશની સિદ્ધિ ન થાય ત્યાંસુધી ઈન્દ્રિયો પાસેથી વિવેકપૂર્વક કામ લેવું પડે છે. મન, વચન તથા કાયા પાસેથી વિવેકપૂર્વક કામ લેવું એનું જ નામ ગુપ્તિ છે. મન વચન તથા કાયાને નષ્ટ કરી દેવાં એનું નામ ગુપ્તિ નથી. એ તે આત્મહત્યા છે. એટલા માટે મન, વચન તથા કાયાને નિવૃત્તિમાં પ્રવૃત્ત કરવા એ જ ગુપ્તિ છે. કોઈપણ વસ્તુથી નિવૃત્ત થવા માટે પ્રવૃત્તિ હેવી પણ આવશ્યક છે. પ્રવૃત્તિ વિના નિવૃત્તિ થઈ શકતી નથી અને નિવૃત્તિ વિના પ્રવૃત્તિ થઈ શકતી નથી. એટલા માટે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy