SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ જામા મ ના પાનને કડક કામ ના કર - - - - - - ૨૭૮] જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ સમ્યક્ત્વ પરાક્રમ–બેલ પ૩ મે પરમાત્માને બરાબર ઓળખી વિશુદ્ધભાવે વંદન-નમસ્કાર કરી પિતાના સદાસહાયક બનાવવામાં પણ અનેક વિધ્વ–આધાઓ ઉપસ્થિત થાય છે. આ વિશ્ન-બાધાઓને દૂર કરવા માટે અને તેમનાથી બચવા માટે જ સાધુપણું ગ્રહણ કરવામાં આવે છે. જોકે સાધુજને વિન–બાધાઓને જીતવા માટે જ સાંસારિક વસ્તુને ત્યાગ કરી સંયમને સ્વીકાર કરે છે, છતાં મન, વચન તથા કાયા સાધુતાની સીમાથી બહાર નીકળી જાય છે. અને તેથી મન, વચન તથા કાયા સાધુતાની સીમાથી બહાર નીકળી ન જાય પરંતુ સાધુતાની સીમામાં જ રહે એટલા જ માટે મનગુપ્તિ, વચનગુપ્તિ તથા યગુપ્તિનું વિધાન ભગવાને કર્યું છે. મનની ગુપ્તિ અર્થાત મનને કાબુમાં રાખવાથી, જીવાત્માને શો લાભ થાય છે ? એ જાણવા માટે ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે બેલ ત્રેપનમે. (५३) मणगुत्तयाए णं भंते! जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન! મનગુતિથી જીવાત્માને શો લાભ થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – मणगुत्तयाए जीवे एगग्गं जणयइ, एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए મવા રે .. અર્થાત–હે ગૌતમ! મનગુપ્તિ (મનના સંયમ)થી છવાત્માને એકાગ્રતા (માનસિક લબ્ધિ) ઉત્પન્ન થાય છે અને એકાગ્ર ચિત્તવાળો છવાત્મા સંયમનો આરાધક બને છે. આ પ્રશ્ન પહેલાં ગસત્ય વિષે પ્રશ્નોત્તર કરવામાં આવેલ છે. ગસત્ય ત્યારે જ રાખી શકાય છે કે જ્યારે મન, વચન તથા કાયાની ગુપ્તિ અર્થાત રક્ષા કરવામાં આવે. એટલા માટે યોગસત્ય બાદ ત્રણ ગુપ્તિ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. માનવ-શરીરમાં મનની પ્રધાનતા છે. મનની જે ગુપ્તિ અર્થાત રક્ષા કરવામાં આવે તે વચનગુપ્તિ તથા કાયગુપ્તિ પણ સરળતાપૂર્વક થઈ શકે છે. મન, માનવશરીરનું પ્રધાન અંગ હોવાથી તેની રક્ષા કરવી અતિ આવશ્યક છે. મન બહુ ચંચલ હોય છે એટલા માટે મનની ચંચલતા શેકવા વિષે શાસ્ત્રોમાં તથા ગ્રન્થમાં ખૂબ ઊહાપોહ કરવામાં આવેલ છે. ગીતામાં પણ મનની ચંચલતા વિષે કહેવામાં આવ્યું છે કે – चंचलं हि मनः कृष्ण! प्रमादि बलधदम् । तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम् ॥ અર્થાત- હે કૃષ્ણ! મન બહુ જ ચંચલ છે. તે પ્રમથન સ્વભાવવાળું છે, દઢ છે અને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy