________________
ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર
[ ૨૭૭ નાને જોઈ ત્યારે તેમને બહુ ક્રોધ આવ્યો અને ક્રોધાવેશમાં લાત મારી અંજનાના હાથમાંથી દહીંને વાટકે નીચે પાડી નાખે. આ પ્રમાણે પવનકુમારે અંજનાને તિરસ્કાર કરી આગળ પ્રસ્થાન કર્યું.
અંજના તિરસ્કૃત થઈ પોતાના મહેલમાં આવી અને વસંતમાલાને કહ્યું કે બેન ! મારાં પાપકર્મોને ઉદય આવ્યો છે એટલા માટે કોઈપણ રીતે હું મારા પતિને સંતુષ્ટ કરી શકતી નથી. હવે તે મારા માટે અનશન વ્રત ધારણ કરવું એજ ઉચિત છે. આવાં પાપકર્મોથી મુક્ત થવાને ઉપાય અનશન વ્રત ધારણ કરવા સિવાય બીજો કોઈ મને જણાતું નથી. એટલા માટે હું અવશ્ય અનશન વ્રત ધારણ કરી મારા આત્માની શુદ્ધિ કરવા ચાહું છું. -
આ પ્રમાણે અંજના વસંતમાલાને કહી રહી છે. આ બાજુ પવનકુમારે પણ યુદ્ધમાં જવા માટે પ્રસ્થાન કરી દીધું છે. હવે બનેનો કે વેગ મળે છે અને અંજનાના દુઃખને અંત કેવી રીતે આવે છે એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૬ ભાદરવા શુદિ ૧૩ મંગળવાર
પ્રાર્થના પ્રણમ્ વાસુપૂજ્ય જિનનાયક, સદા સહાયક તૂ મેરે; વિષમ વાટ ઘાટ ભય થાનક, પરમ શ્રેય સરણે તેરે. પ્રણમૂડ ૧
–વિનયચંદ્ર કુંભટ ચોવીશી.
શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
જે વ્યક્તિના હૃદયમાં એ દ્દઢ વિશ્વાસ હોય છે કે, પરમાત્મા સદા સહાયક છે તે જ વ્યક્તિ આ પ્રમાણે પ્રાર્થના કરી શકે છે. જેમને પરમાત્મા સદા સહાયક હોય છે તેમને પછી કોઈ પ્રકારનો ભય રહેવા પામતો નથી. રાજા કોઈ પ્રજાજનને એમ કહે કે, હું તારે સહાયક થાઉં છું અને તારી સાથે મારો એક માણસ રાખું છું તે શું તે પ્રજાજનને કોઈ પ્રકારનો ભય રહે ખરો ? રાજાની આવી સહાયતા મળ્યા બાદ તે પ્રજાજનને ચેરાદિનો ભય રહેવા પામતું નથી. આ જ પ્રમાણે જેમના સદાસહાયક સાક્ષાત પરમાત્મા છે તેમને પછી કોઈ પ્રકારનો ભય રહેવા ન પામે એ સ્વાભાવિક છે. પરમાત્માના શરણે જવાથી અને પરમાત્માને સદાસહાયક માનવાથી દરેક પ્રકારના ભય નષ્ટ થઈ જાય છે, પરંતુ એ પ્રકારને હૃદયમાં દઢ વિશ્વાસ હોવો અત્યાવશ્યક છે. સાચી રીતે વિશુદ્ધભાવે પરમાત્માનું સ્વરૂપ જાણીને જે એકવાર પણ પરમાત્માને વંદન-નમસ્કાર કરે છે તેને પરમાત્મા સદા સહાયતા કરે છે અને પછી તેને કોઈ પ્રકારને ભય રહેતું નથી.