SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અંજનાએ આ પ્રમાણે સરળ ભાવથી પત્ર લખી વસંતમાલાને આપો. વસંતમાલા તે પત્ર લઈ પવનકુમારની પાસે ગઈ ત્યારે પવનકુમાર યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા. વસંતમાલાએ અંજનાને પત્ર પવનકુમારના હાથમાં સો. પર્વનકુમારે પત્ર હાથમાં લેતાં વસંતમાલાને કહ્યું કે, હું અત્યારે કામમાં વળગેલે છું તેવા વખતે તું કાને પત્ર લાવી છો? આ પ્રમાણે કહી પવનકુમારે પત્રને ખોલીને વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંજનાનું નામ જોયું કે તરત જ પત્રને ફાડીને ફેંકી દીધો અને વસંતમાલાને ક્રોધાવેશમાં કહ્યું કે, તારે પત્ર પાછો લઈ જા. હું જેનું નામ પણ સાંભળવા ચાહત નથી તેને પત્ર અત્યારે વાંચી શકું ? અંજનાના પત્રની દશા જોઈ અને પવનકુમારનું કથન સાંભળી વસંતમાલા રેતી રેતી અંજનાની પાસે આવી. તે દાસી તો હતી એટલા માટે તેણે પવનકુમારની વિરુદ્ધ અંજનાને ખૂબ કહ્યું. પરંતુ અંજના તે વૈર્યપૂર્વક કઠોર શબ્દ સાંભળતી રહી. તેણે કેવળ એટલું જ કહ્યું કે, રાજકુમારે પત્ર ફાડી નાંખ્યો તો એમાં શું થયું ? વાસ્તવમાં જ્યારે તેઓ મારા હૃદયમાં વસેલા જ છે તો પછી મારે પત્ર લખવાની જરૂર જ ન હતી, છતાં તારા આગ્રહને વશ થઈને જ મેં પત્ર લખી આપ્યો હતો. એ વાત તો સ્પષ્ટરૂપે જણાઈ આવી કે, રાજકુમાર સત્યપ્રિય છે. રાજકુમારે હૃદયમાં કપટભાવ ન રાખતાં પોતાની સત્યપ્રિયતાનો પરિચય આપ્યો એ જ મારા માટે આનંદની વાત છે. અંજનાનું આ કથન સાંભળી વસંતમાલાએ ટોણો માર્યો છે, જે વાસ્તવમાં સત્યપ્રિય હોય છે તે શું આ પ્રમાણે બીજાને કષ્ટ આપી શકે ? અંજનાએ આ કથનને એજ જવાબ આપ્યો કે, એ તો મારી પરીક્ષા થઈ રહી છે. જે પ્રમાણે મેઘ ચાતકની પરીક્ષા કરવા માટે ગરજે છે તે જ પ્રમાણે રાજકુમાર પણ મારી પરીક્ષા કરી રહ્યા છે. આ પરીક્ષાના સમયે ગભરાઈ જઈ મારે દુઃખ માનવાની કોઈ જરૂર નથી. મારા પતિદેવ સત્યપ્રિય છે એ વાત જ મારા માટે સંતોષપ્રદ છે. મેં મારા હૃદયનાં ભાવ પત્રમાં પ્રકટ કર્યાં હતાં અને રાજકુમારે પત્રને ફાડી નાંખી પિતાના હૃદયનાં ભાવ પ્રકટ કરી દીધાં. આ ઉપરથી મારે દુઃખ માનવાની જરા પણ જરૂર નથી. જ્યારે ચાતક પક્ષી પણ પિતાની પરીક્ષા થતી વખતે દુઃખ માનતું નથી તે પછી હું શા માટે દુઃખ માનું ? આ પ્રમાણે અંજના વસંતમાલાને સમજાવી શાન્ત કરી રહી છે. એટલામાં તે પવનકુમારના યુદ્ધ-પ્રસ્થાનને ઘેષિત કરતું રણશીંગું વાગ્યું. પવનકુમાર યુદ્ધ માટે પ્રસ્થાન કરી રહ્યા છે એ સમાચારની જાણ થતાં અંજનાએ વસંતમાલાને કહ્યું કે, પતિદેવ યુદ્ધ માટે પ્રસ્થાન કરી રહ્યા છે એટલા માટે અત્યારે તેમનાં દર્શન પણ કરી લેવાં જોઈએ અને તેમને શુભ શુકન પણ બતાવવાં જોઈએ ! આ સાંભળી વસંતમાલાએ પત્ર ફાડી નાંખ્યાની વાત આગળ કરી પતિના દર્શનાર્થે જવા માટે વિરોધ કર્યો, પરંતુ અંજનાએ તો દર્શનાર્થે જવાની તથા શુભ શુકન બતાવવાની વાત પકડી રાખી. અંજના સુંદર વસ્ત્ર પરિધાન કરી તથા હાથમાં દહીંને વાટકે લઈ જે જગ્યાએથી પવનકુમાર નીકળવાના હતા તે જગ્યાએ જઈ ઊભી રહી. પવનકુમારે જોયું કે, કોઈ સ્ત્રી શુભ શુકન બતાવવા માટે ઊભી છે, પરંતુ જ્યારે તેઓ નજદીક આવ્યા અને તેમણે અંજ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy