________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૭
[૨૫ નહિ. મારી દષ્ટિએ તો રાજકુમારે પિતાને ભાર પિતાની ઉપર લીધે એ ઠીક જ કર્યું છે. પિતાને ભાર હલકે કરે છે તે પુત્રનું કર્તવ્ય જ છે. રાજકુમાર તે કર્તવ્યનું પાલન કરવા માટે જ યુદ્ધમાં જઈ રહ્યા છે. '
અંજનાના આ કથનના ઉત્તરમાં વસંતમાલાએ કહ્યું કે, તેઓ કર્તવ્યનું પાલન કરવાનું જાણે છે જ કયાં? જે તેઓ કર્તવ્યનું પાલન કરવાનું જાણતા હતા તે તમારા પ્રત્યે તેમનું જે કર્તવ્ય છે તેનું પાલન કેમ નથી કરતા ? અંજનાએ જવાબમાં કહ્યું કે, સખી! તું ભૂલ કરી રહી છે. જે પિતા પ્રત્યે પિતાના કર્તવ્યનું પાલન કરે છે, તે પત્ની પ્રત્યેનું પિતાના કર્તવ્યનું પાલન પણ કરી શકશે. જે પિતા પ્રત્યે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરે તે પત્ની પ્રત્યેનું પિતાનું કર્તવ્ય કેવી રીતે પાળી શકે ?
વર્તમાન સમયમાં સામાજિક દશા કેવી છે તેને વિચાર કરે. આજે પત્નીને માટે પિતાની અવગણના કરવામાં આવે છે. અને પત્ની એમ રાજી થાય છે કે પતિ મારા માટે પિતાની પણ અવગણના કરે છે. પણ આવા પતિ તથા આવી પત્ની આખરે દુઃખના જ ભાગી બને છે.
અંજનાનું કથન સાંભળી વસંતમાલાએ કહ્યું કે, જે તમારી દષ્ટિએ રાજકુમાર યુદ્ધમાં જાય છે એ ઠીક છે, તે પછી મારે એ વિષે વધારે કાંઈ કહેવાની જરૂર નથી. પરંતુ સખી ! એક વાત પ્રત્યે તમારું ધ્યાન ખેંચું છું. તે એ છે કે, યુદ્ધ કરવું એ કોઈ બાળકનો ખેલ નથી. એ તે જીવન-મરણની રમત છે. યુદ્ધમાં જવાને કારણે રાજકુમારને પુનઃ મેળાપ થાય કે ન પણ થાય. એટલા માટે મિલન માટે રાજકુમારના નામે તમે એક પત્ર લખ્યો એવી મારી નમ્ર વિનંતી છે. વસંતમાલાના કથનના જવાબમાં અંજનાએ કહ્યું કે, સખી ! રાજકુમારને પત્ર લખવાની શી જરૂર છે ? હજી ન જાણે રાજકુમાર મારાથી શા કારણે રુષ્ટ રહે છે ? પુષ્ટ રહેવાનું કારણ કદાચ મારું પાપ પણ હોઈ શકે ! જ્યારે મારું પાપકર્મ દૂર થઈ જશે ત્યારે રાજકુમાર કોઈ પણ પ્રકારને પ્રયત્ન કર્યા વિના જ મને સેવાનો અવસર આપશે. આ સિવાય રાજકુમાર મારા હૃદયમંદિરમાં બીરાજેલા છે એટલા માટે તેમનું સાક્ષાત્ મિલન થાય કે ન થાય તે પણ કાંઈ વાંધો નથી.
વસંતમાલાએ કહ્યું કે, બેન! તમારું કહેવું તે ઠીક છે, પરંતુ રાજકુમારને પત્ર લખી મોકલવામાં શું વાંધો છે ? તમે તમારાં જે વિચારે અમારી સામે પ્રકટ કર્યા કરો છો તે જ વિચારો પત્રમાં લખી નાંખો.
સખીએ આ પ્રમાણે રાજકુમારને પત્ર લખવાને અત્યાગ્રહ કર્યો. સખીના અત્યાગ્રહને માન આપી અંજનાએ પવનકુમારના નામે એક પત્ર લખ્યો. એ પત્રમાં અંજનાએ લખ્યું કે, તમે પિતા ઉપર આવેલે ભાર માથે લઈ યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છો એ સમાચાર જાણી પ્રસન્નતા થઈ છે. તમે તમારા કર્તવ્યનું પાલન કરવા માટે જઈ રહ્યા છો એ વાત મારા માટે ગૌરવાસ્પદ છે. હું તમને શતશઃ પ્રણામ કરું છું અને મને ભૂલી ન જશે એવી પ્રાર્થના કરું છું.