________________
૨૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
વચનયોગ અને કાયાગનાં પણ આ જ પ્રમાણે જુદાં જુદાં ભેદ છે. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર. એ ચારેયમાંથી જે યોગને જેની સાથે જોડવામાં આવશે તે પેગ તેવો કહેવામાં આવશે. ભગવાને સત્યમાં વેગને જોડવાનું ફળ એ બતાવ્યું છે કે, ગસત્યથી યોગની વિશુદ્ધિ થાય છે. અર્થાત્ આત્મા ક્લેશ કર્મના વિપાકથી રહિત થાય છે.
જે પ્રમાણે ઝાડુ દ્વારા ઘરનો કચરે સાફ કરવામાં આવે છે, તે જ પ્રમાણે આત્મામાં મન, વચન તથા કાયાની અસત્રવૃત્તિ રૂપી જે કચરે ભરાએલે છે તે કચરે આ ગસત્યરૂપી ઝાડુથી સાફ કરવામાં આવે છે. કેઈ વિશિષ્ટ વ્યક્તિને ઘેર પધારવાનું આમંત્રણ ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે પિતાનું ઘર પહેલેથી બરાબર સાફ કરવામાં આવ્યું હેય. જે ઘર બરાબર સાફ ન હોય છે. મહાન વ્યક્તિને ઘેર પધારવાનું આમંત્રણ આપવામાં આવતું નથી. આ જ પ્રમાણે જે આપણું આત્મમંદિરમાં પરમાત્મદેવને પધરાવવા હોય, તે આપણે આત્મ-મંદિરમાંથી અસત્યાગની પ્રવૃત્તિરૂપી કચરે ભરાઈ ગયો છે તે કચરાને બહાર કાઢી નાંખવા જઈએ એ આવશ્યક છે.
કેટલાક લોકો કહે છે કે, અમારું મન સામાયિકમાં ચુંટતું નથી, પરંતુ જ્યાં સુધી મન અસત્ય વેગમાં પ્રવર્તે છે ત્યાં સુધી સામાયિકમાં મન ક્યાંથી ચૂંટી શકે? સામાયિકમાં મનને એકાગ્ર કરવું હોય તે મનને સત્યાગમાં પ્રવર્તિત કરવું જોઈએ. જ્યારે મન સત્યગમાં પ્રવૃત્ત થશે ત્યારે સામાયિકમાં મન સ્થિર થયા વિના રહેશે નહિ.
જે તમારે મન, વચન તથા કાયાને વ્યાપાર સત્યોગમાં પ્રવર્તશે તે તમારા ગની વિશુદ્ધિ અવશ્ય થશે અને જ્યારે યોગની વિશુદ્ધિ થશે ત્યારે તમારે કોઈ પ્રકારનું સંકટ પણ સહેવું નહિ પડે તથા બીજાના શરણે પણ જવું નહિ પડે. જે લોકો ભેગને સત્યમાં પ્રવર્તાવે છે તે લોકોનું સંકટ પણ મટી જાય છે એ બતાવવા માટે હવે સતી અંજનાની ચરિત્રકથા કહેવામાં આવે છે. સતી અંજના ચરિત્ર–૭
પવનકુમાર રાવણ તરફથી વરુણની સાથે યુદ્ધ કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાત આખા નગરમાં વાયુવેગે ફેલાઈ ગઈ. આ સમાચાર વસંતમાલાના સાંભળવામાં પણ આવ્યા. વસંતમાલાને આ સમાચારની ખબર પડતાં જ તે અંજના પાસે દોડતી આવી અને કહેવા લાગી કે, બેન ! તમે સાંભળ્યું ને કે, રાજકુમાર પિતાને બદલે પોતે વરુણની સાથે યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છે. યુદ્ધ કરવું એ સરળ કામ નથી અને નિષ્કારણ પિતાની ઉપર યુદ્ધને ભાર લઈ લેવો એમાં પણ બુદ્ધિમત્તા નથી. પિતાજી યુદ્ધમાં જતા હતા તે તેમને જવા દેવા હતા પણ રાજકુમારે તે તેમને યુદ્ધમાં જતાં અટકાવી પિતે યુદ્ધમાં જવાનું માથે લીધું છે. હું તે આ કામને ઠીક સમજતી નથી. વસંતમાલાનાં આ કથનના ઉત્તરમાં અંજના ધારત તે એમ કહી શકતી હતી કે, રાજકુમાર વાસ્તવમાં બુદ્ધિહીન છે. પરંતુ અંજનાએ પતિ વિષે જરાપણ નિંદાત્મક ન કહેતાં એમ જ કહ્યું કે, રાજકુમાર જે કાંઈ કરે છે તે ક્ષાત્રધર્મને એગ્ય જ કરે છે. પિતાને બદલે પુત્ર યુદ્ધમાં જાય એ ઉચિત જ છે. રાજકુમાર મારાથી દુષ્ટ છે એટલા માટે હું તેમના ઉચિત કાર્યને અનુચિત કહી શકું