________________
[ ર૭૩
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાકમ–પર મ બેલ સત્ય તે અનિર્વચનીય છે. અત્રે જે સત્યને માટે કહેવામાં આવ્યું છે તે વ્યાવહારિક સત્ય છે. અર્થાત જે વાસ્તવિક્તાથી તે અવિરુદ્ધ છે અને જેના સંબંધમાં કોઈ પણ પ્રકારનું કપટ આચરવામાં આવ્યું નથી તે વ્યાવહારિક સત્ય છે. આ સત્યની સાથે યોગનો સંબંધ જોડવો. તે યોગ સત્ય છે. આ યોગ સત્યથી જીવાત્માને શું લાભ થાય છે એ પ્રશ્ન ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, યોગ સત્યથી યોગની વિશુદ્ધિ થાય છે.
યોગસત્ય અને યોગ અસત્યમાં શું અંતર છે એ વાત એક વ્યાવહારિક ઉદાહરણ આપી સમજાવું છું –માને કે, એક શેઠની પાસે એક માણસ ઉછીના દશ રૂપિયા લેવા આવ્યો. શેઠની પાસે તીજોરીમાં રૂપિયા છે પરંતુ શેઠ તે માણસને રૂપિયા આપવા ચાહતે નથી તેમ તેને માઠું લગાડવા પણ ચાહત નથી. એટલા માટે તે શેઠે પેલા માણસને કહ્યું કે, હું તમને રૂપિયા તે આપત, પરંતુ અત્યારે સીલકમાં રૂપિયા ન હોવાને કારણે રૂપિયા આપી શકવા માટે લાચાર છું. આ પ્રમાણે કહેનાર શેઠે વેગ અસત્યમાં પ્રવર્તાવ્યો કે નહિ ? તે શેઠ ખોટું બોલ્યો છતાં તે માણસને શેઠના કથન ઉપર વિશ્વાસ પેદા થયો નહિ. તે માણસે મનમાં એમજ વિચાર્યું હશે કે, આ શેઠ તે ખોટું બોલે છે. તેમની પાસે દશ રૂપિયા ન હોય એ કેવી રીતે માની શકાય ? તે શેઠ તે મનમાં એમ વિચારતા હશે કે, મારી તિજોરીમાં રૂપિયા છે કે નહિ એ કણ જુએ છે? પણ તે શેઠ એટલું વિચારતો નથી કે, બીજા કોઈ જુએ કે નહિ પણ મારું મન તે જાણે છે કે તિજોરીમાં રૂપિયા છે, છતાં હું ખોટું બોલ્યો અને મેં રૂપિયા ન આપવાનું કપટ કર્યું. આ પ્રમાણે અસત્યમાં યોગને પ્રવૃત્ત કરવો એ અસત્યયોગ છે. જે શેઠ તે માણસને એમ કહી દેત કે, મારી પાસે રૂપિયા તે છે, પરંતુ હમણાં રૂપિયા હું તમને આપી શકું એમ નથી. આ પ્રમાણે કહેવાથી સત્યની રક્ષા થાત અને આવા સત્યમાં યોગને પ્રવૃત્ત કરે એ યોગસત્ય છે. આ જ પ્રમાણે જે શેઠ એમ કહેત કે હું દશ રૂપિયા તે નહિ આપું પણ પાંચ રૂપિયા આપીશ, તે આ પણ સત્યોગજ કહેવાત. પરંતુ જે તેણે એમ કહ્યું હતું કે મારી પાસે દસ રૂપિયા તે નથી પણ પાંચજ રૂપિયા છે તે તમે લઈ જાઓ, તો આ કથન એક રીતે અસત્યજ છે, પરંતુ તેને મિશ્ર કહી શકાય. કારણ કે ઉપરના કથનમાં સત્ય અને અસત્યનું મિશ્રણ છે. આવા મિશ્રમાં યોગને પ્રવર્તિત કરે તે મિશ્રગ કહેવાય છે.
ચોથે વ્યવહાર યોગ છે. વસ્તુ ન હોવા છતાં વિકલ્પથી વસ્તુને માનવામાં આવે અથવા એક વસ્તુને આરેપ બીજી વસ્તુમાં કરીને બોલવામાં આવે તે વ્યવહાર કહેવાય છે. જેમકે ખાટલે અવાજ કરે છે. વાસ્તવમાં ખાટલે અવાજ કરતો નથી પરંતુ ખાટલા ઉપર બેસનાર માણસ અવાજ કરે છે, છતાં વ્યવહારમાં ખાટલે અવાજ કરે છે એમ કહેવામાં આવે છે. કોઈ એમ કહે કે “ગામ ભાગ્યું. આ કથનમાં ગામ ભાગ્યું એમ કહેવામાં આવ્યું છે પરંતુ ગામમાં રહેનાર લેકે ભાગે છે એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. વસ્તુના સત-અસતને નિર્ણય ન કરી, વ્યવહારમાં જે કાંઈ કહેવામાં આવે છે, તે કપટરહિત મનથી તે પ્રમાણે જ કહેવું એ વ્યવહાર છે અને આવા વ્યવહારમાં યોગને પ્રવૃત્ત કરવો તે વ્યવહાર યોગ કહેવાય છે.
૩૫